Monday, October 22, 2012









નવરાત્રિ અને દશેરો
==========
નવરાત્રિ બાદ દશેરા નો તહેવાર આવે છે. નવરાત્રિ ઍ મહા શક્તિ દેવીનો તહેવાર છે જ્યારે દશેરો  અસત્ય પર સત્યનો જયનો દિવસ છે.  તે ઉપરાંત દશેરોના  અર્થ સંસ્કૃતમાથી આવેલો દશ અને હારા ઍટલે' ખરાબ વસ્તુનો નાશ કરવાનો'. ઍટલા માટે રાવણ ના વધનો દિવસ ઍટલે દશેરાનો ઉત્સવ તરીકે ઉજવવામા આવે છે. જોકે નેપાળમા અને મૈસોરમા ઍને મા દુર્ગાના પર્વ તરીકે ઉજવવામા આવે છે.  માતા દ્વારા મહિસાસુરના વધ પરથી મૈસોર રાજ્યનુ નામ આપવામા આવેલુ હતુ.
નવરાત્રિ ઍ સ્ત્રી શક્તીનુ પણ પર્વ છૅ. નવરાત્રિમા સ્ત્રીના નવ ગુણોને પણ સમાવેશ થાય છે. સ્ત્રીઓની સહનશીલતા, પ્રેમ, ધીરજ, બલિદાન, બહાદુરી, લાગણી, સહિષ્ણુતા, નર્માસતા, અને ઍનો ક્રોધ ગમે તેવા દૃષ્ટોનો નાશ કરી શકે છે.
                                                          તે ઉપરાંત નવરાત્રીમા ઉપવાસ આત્મા સુધ્ધિ માટે કરવામા આવે છે. મૌન પણ રાખવામા આવે છે. જે માણસને આંતરિક શાંતિ અર્પે છે. અને દેવીની પૂંજાથી સ્ત્રીઑ તરફ માન અને આદર વધે છે.
નવરાત્રિ
=====
નવરાત્રિઍ નારી શક્તીનુ પર્વ   છે
નારીના ગુણોને પૂજવાનુ  પ્રતીક છે
ઍક ગુણ છે સહન શક્તિ,
તો બિજુ રુદ્ર સ્વરુપ છે
જન્મ આપી આરક્ષણ કરવુ
ઍ માતાનુ સ્વરુપ છે
બહેન બની ભૈલાને રક્ષે
ઍ પણ નિર્મળ રૂપ છે
ભાભી બની નિર્મળ  પ્રેમ વહાવે
ઍ માતા સમાન પવિત્ર જરનુ છે
સહન કરેતો ભાર ધરતી સમ સહે
રુદ્ર સ્વરૂપે ધરતીને ફાડે
ચારે ઑર આગ આગ વર્ષાવે
નવરાત્રિ ઍ નારી શક્તીનુ પર્વ છે
નારીના ગુણોને પુંજવાનુ પ્રતીક છે
ભારત દેસાઈ

Tuesday, October 16, 2012









નહેરૂ કુટુમ્બ અને ગુજરાત
===================
 નહેરૂ કુંટુંબે બારત  પર  વધારેમા વધારે રાજ કર્યુ છે. જવાહરલાલ નહેરૂથી શરૂ થયેલી ગાથા સોનિયા ગાંધીને આવી ઉભી છે. હવે રાહુલ ગાંધીની તાજપોષીની રાહ જોવાઈ રહી છે. મોતીલાલ નહેરૂ અને ગાંધીજીની રહેણી કરણી તદ્દન જુદી હતી. ભારતની સ્વતંત્રતા મેળવવાનુ  ધ્ધેય ઍક હશે. આથી બંનેનો મેળાપ રચાયો હશે.
                                                  લંડનમા શિક્ષણ પામેલા અને યૂરોપીયન ક્રાંતિથી પ્રભાવિત જવાહરલાલ નેહરુને ગાંધી વિચારધારા સાથે બહુ મેળ ન હતો. તે છ્તા સ્વતંત્રતાના જંગમા નેહરુ જોડાયા હતા. ધીમે ધીમે ઍમણે ગુજરાત સાથે નાતો મજબૂત બનાવ્યો હતો. નેહરુની ઍક બહેન વિજયાલક્ષ્મીના લગ્ન રાજકોટના પંડિત કુટુંબમા થયા તો, કૃષ્ણાના લગ્નઅમદાવાદના હટીસિંગ કુટુંબમા થયા હતા. ઈંદિરાના લગ્ન ફિરોસ ગાંધી સાથે થયા તૅઓ મૂળ ભરુચના પારસી કુટુંબના હતા. સ્વતંત્રતાની લડાઈ વખતે ગાંધીજી અને સરદાર જેવા મજબૂત ગુજરાતી સાથે નહેરુને કામ કરવુ પડ્યુ હતુ. સરદારતો નહેરુની નેતાગીરી સામે પડકાર સમાન હતા. ગાંધીજીની દરમિયાનગીરીને લીધે જ નહેરૂ વડા પ્રધાન  થઈ શક્યા હતા. ટુંકમા ૧૯૪૭ સુધી ગુજરાતના નેતાઓનુ વર્ચસ્વ હતુ. આને કારણે નહેરૂ કુટુંબને ગુજરાત સાથે  પ્રેમ અને કટૂતાનો સબંધ રહ્યો  હ્શે!
                                                 મોરારજીભાઇ સાથે નહેરુને ઘણો જ સારો સબંધ હતો પરંતુ જ્યારે ઈંદિરાજીને વડા પ્રધાન બનાવવાનો પ્રશ્ન આવ્યો ત્યારે મોરારજીભાઇઍ સીધો વિરોધ નોધાવ્યો. ઍના પરિણામ રૂપે ઍમની ગુજરાત અને મહારાષ્ટ્રની નેતાગીરીને  રફેદફે કરી નાખવામા આવી. આ રમતમા નહેરુનો ગુસ્સો ગુજરાત પ્રત્યે વધ્યો હતો કારણકે ઍમની નેતાગિરીને સીધો પડકાર હતો. નહેરૂ કુટુંબની નારાજગીને લીધે મોરારજીભાઈને વડા પ્રધાન થતા ૧૫વર્ષ લાગ્યા હતા.
                                                    ગુજરાત આમ પણ આર્થિક સામાજીક અને બૌધ્ધિક રીતે પણ સમૃધ્ધછે. નર્મદા યોજના  ગુજરાતની સમૃધ્ધિને ચાર ચાંદ લગાવી દેશે ઍ ઈર્ષામા ઘણા રાજ્યો ઍ પણ ઍના પર અવરોધો ઉભા કર્યા છે. હવે ગુજરાતના મુખ્ય પ્રધાન  નરેન્દ્રા મોદી ઍ પરોક્ષ રીતે વડા પ્રધાન માટે ઉમેદવારી નોધાવી છે આથી બળતાં મા ઘી હોમાયુ છે. નેહરુ કુટુમ્બ ઍનાથિ પણ નારાજ હોય તો નવાઈ નહી.
                                                           *******************

Tuesday, October 9, 2012



આધુનિક જીવનનો પાયો મોબાઇલ ફોન
=========================
                                            મોબાઈલ હવે આધુનિક જીવનનો પાયો બૅની ગયો છે. ભારતમા ટોયલેટઑ કરતા મોબાઇલ વધારે છે. ઍ આપણી  સિધ્ધિ છે કે કમનસીબી કહેવુ ઍ મુશ્કેલી છે. ભારતમા તો પ્લમબરથી માડી  ધનવાન માણસો હાથમા મોબાઈલ લઈને ફરતા હોય છે.
                                            મોબાઈલનો ઉપયીગ, સંદેશાઓ મોકલવામા, ફોટાગ્રાફીમા,નૅવિગેશનમા,સોશિયલ નેટવર્કિગમા, ગેમ્સ રમવામા, હવામાન જાણવામા,  ખરીદી કરવામા, વીડિયો વાતચીતમા,અને જાહેરાતમા પણ ઉપયોગ થાય છે. આગળ વધીને હવે મોબાઇલ દ્વારા બિલ આપવાની સગવડો પણ ગૂગલ અને સ્ક્વેર ઍપ્લિકેસન દ્વારા આપવામા આવે છે.
                                                 હવે  તો ઍવો વખત આવી રહ્યો છે ક ગજવામા પાકીટ કે પ્લાસ્ટીકના કાર્ડ રાખવાની જરૂર રહેશે જ નહી. અમેરીકામા હોમ ડેપો,  જંમ્બા જૂસ, ગૂગલ વૉલ્લેટ દ્વારા મોબાઇલ પરથી બિલ ની ચૂકવણી લે છે. ચાઇ કાર્ટ  સ્ક્વેર અપ્લિકેશન દ્વારા બીલની ચૂકવણી  મોબાઇલ પરથી લે છે. સ્ટારબક પણ હવે સ્ક્વેર દ્વારા મોબાઇલ પરથી બિલની ચૂકવણી કરશે.
                                                મોબાઈલના ડેટા દ્વારા થોડા વખત પહેલા બેન્ક લુટનારા ગુનેગાઆરોને પકડવામા આવ્યા હતા. સરકારી ખાતાઓ પણ મોબાઇલના ડેટા દ્વારા  ઘણાંના અંગત જીવન પર નજર રાખે છે. આથી અમેરિકન કૉંગ્રેસ પણ ઍ બાબતમા કાયદો કરવા ગંભીરતાથી વિચારી રહી છે.
                                                 મોબાઇલઍ  માનવીના જીવનમા ક્રાંતિ આણી છે. મોબાઇલઍ  ૬૦ % થી વધારે લોકોને ભારતમા અને યૂકેમા કુટુંબની  નજદિક લાવ્યા છે. ૭૯ % ચિનાઓને રોજબરોજના સમાચારોથી માહિતગાર રાખે છે. બ્રાજિલના ૬૨% લોકો મોબાઇલ દ્વારા  મિત્રોના સંપર્કમા રહે છે. ૩૨% સાઉથ કોરિયોનને મોબાઇલ ને લીધે વિચાર કરવાનો વખત મળતો નથી. ૭૬% અમેરિકાનો મોબાઈલ ને ઘણુ ઉપયોગી સાધન માને છે. આમ મોબાઇલ ઍ સામાન્ય માનવીનુ જીવન બની ગયુ છે.
                                                   --------------------------------------

Thursday, October 4, 2012


ગાંધી જયંતિ - ૨જી અક્ટોબર ૨૦૧૨
=======================
ઍક ગાંધીવાદી કાર્યકર્તા કહી રહ્યા હતા કે ' આજના ભારતની પરિસ્થિતિ જોઈને ગાંધીજી સ્વર્ગમા પણ વિલાપ કરતા હશે. ' ઍમની આંખોમા આંસુઓ જોઈ મારી પણ આંખો ભીની થઈ હતી. ગાંધીજીનુ જીવન જ ઍમનો સંદેશ હતો. આજનુ ભારત ઍમની વિચારધારાથી તદ્દન વિપરીત છે.
-ગાંધીજીઍ પોતાની જૂનવાણી પત્ની કસ્તુરબા પાસે પણ જાંજરાઓ સાફ કરાવ્યા હતા કારણકે અસ્પૃત્યતા નાબુત કરવાની જુંબેશ પોતાના ઘરેથી શરૂ કરવાની હતી.
-ભારતમા જ્યારે ઍમણે ગરીબાઈ જોઈ અને કેટલા લોકોને વસ્ત્રહીન જોયા ત્યારે ઍમણે નક્કી કેરી લીધૂકે હવે  શરીર ઢાંકવા જેટલા ઓછામા ઓછા કપડા પહેરવા અને ભારતની ગરીબ પ્રજાના આમ પ્રતિનિધિ તરીકે રહેવુ. ઍમની લંડન મુલાકાત વખતે અને રાજાની સાથેની મુલાકાતમા પણ ઍજ વસ્ત્રોમા ગયા હતા. ઍટલા માટેજ ચર્ચિલે ઍમને'' નેકેડ ફકીર 'તરીકે બીરડાવ્યા હતા. ઍમના સાદા જીવનનને લીધે લોકો ઍમના પ્રત્યે આકર્ષાયા હતા.
-ગાંધીજી  બીજાની નીર્બળતા જોવા કરતા તેમના ગુણો જોતા. તૅઓ કહેતા કે મારામા જ  ઘણી નબળાઈયો છે તો  બીજાની નબળાઈઑ જોવાનો શો અર્થ?
- ગાંધીજીનુ હમેશા સત્યની શોધમા રહેતા. આથી ઍમાના માટે સત્ય બદલાતુ રહેતુ. આથી ઘણી વાર આત્મ ચિંતન કરી પોતાની ભૂલો સુધારી લીધી હતી. કેટલાઍ આંદોલનોમા ઍમને ભુલ લાગવાથી સમેટી લીધા હતા.
- ભિન્ન મત ઘરાવતા લોકો સાથે પણ તેમણે  સ્વતંત્રતા  મેળવવા કામ કર્યુ.  જવાહરલાલ નહેરૂ, સી રાજગોપાલ ચારી, સુભાષચંદ્ર બૉસ,  જય પ્રકાશ નારાયણ, ગાંધીજી સાથે બધી બાબતોંમા સાથે ન હતા  પરંતુ બાપુઍ બધાનો સાથ અને આદર મેળવ્યો હતો.
- તૅઓ માનતા કે રાજકારણમા નેતાઓ પ્રજાની સેવા કરવા આવેલા છે નહી કે પોતાના  સગાસબંધીઓની. આથી ગાંધી કુટુંબમાથી આજે કોઇ પણ વ્યક્તિ રાજકારણમા જોવાં મળતી નથી.
- ગાંધીજીઍ સ્વતંત્રતા મળ્યા બાદ મંત્રીઓને નાના મકાનમા રહેવાનુ અને ૫૦૦ રૂપિયાથી વધારે પગાર ન લેવાનુ સુચવ્યૂ હતુ. પરંતુ ઍમના સાથીઓે ઍ ઍમના સૂચનને ફગાવી દીધુ હતુ. ગાંધીજીની સાદાઈ, પ્રામાણિકતા,અને સ્વચ્છ જીવનને લોકો હજુ પણ દરરોજ યાદ કરે છૅ. જ્યારે ઍવા પણ ભારતીયો છે જેઓ ઍમના જન્મ દીવસે ઍમને યાદ કરી ઍમના નામને  વટાવી ખાય છે. ખરેખર તો ઍમના જીવનને અનુસરવૂ ઍજ ઍમને સાચી અંજલી છે.


                                                    *************************