ભારતના અબજોપતિ
ભારતમાં મુંબઈ દિલ્હી અને કલકાત્તા અને ચન્નાઇમાં અબજોપતિ ભારતની અર્થવ્યવસ્થાના અણથંભી પ્રગતિને કારણે ઉભા થયા છે. બ્રિટિશ રાજ દરમિયાન પણ ભારતીય અબજોપતિ હતા અને એમણે એમના ઉદાર દાનો દ્વારા અનેક લોકઉપયોગી વિજ્ઞાનિક સંસ્થાઓ કે પછી શિક્ષણિક સંસ્થાઓ ઉભી કરી હતી . મુંબઈમાં રેલાયન્સ અને ટાટા જેવા ઉદ્યોગ ઘરો લોકહિત, પર્યાવરણ , શિક્ષણિક તથા વિજ્ઞાનિક સંશોધન સંસ્થાઓ લોકહિતમાં ઉભી કરી છે. બિરલાએ કલકત્તા જેવા શહેરથી અનેક શિક્ષણિક સંસ્થાઓ , તથા સ્વાસ્થ્ય સંસ્થાઓ પણ અખૂટ દાન દ્વારા ઉભી કરીછે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી , પિલાની , બિરલા હોસ્પિટલો ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસેર્ચ , ટાટા કેન્સર હોસ્પિટલ જેવી સંસ્થાઓ એ ધન કુબેર લોકોએ ઉભી કરી છે. અમદાવાદમાં અદાણી ગ્રુપે પણ સારી એવી લોકઉપયોગી સંસ્થાઓને સહાય કરી છે. રિલાયન્સએ હવે શાંતિવન જેવી પર્યાવણ સંસ્થાઓ જામનગરમાં ઉભી કરી છે. ઉદાર દાન વૃત્તિ એ હિન્દૂ સંસ્કૃતિની પુરાણીક રીત રસમ છે.
1990 થી ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વ માટે ખુલી ત્યારથી ટેક્નોલોજી નો ભારતમાં વિકાસ શરુ થયો એમાં ઘણા નવા યુવાન અબજોપતિ ઉભા થયા છે એમાં દક્ષિણ ભારતનું પહેલા જે નિવૃત્તિ માટેનું સ્થળ ગણાતું તે બેંગ્લોર હવે ટેક્નોલોજીનું હબ બની ગયું છે. ત્યાં કેટલાએ યુવાન અબજોપતિ હવે ઉભા થયા છે . તેઓ યુવાન , શિક્ષિત, અને અનુભવીઓ છે. તેઓ હવે પ્રજા હિતના બધા વિભાગમાં તેમની કમાણીના પૈસા દાન રૂપે આપી રહ્યા છે.
ઇન્ફોસિસના સ્થાપક અબજોપતિ નિલેકનીએ ભારતીય આધાર કાર્ડ બનાવવામાં મુખ્ય પ્રદાન કર્યું છે અને દેશની વ્યવસ્થામાં સુધારા કરવામાં એમણે સારી એવી મદદ કરી છે. ક્રિસ ગોપાલક્રિષ્નએ બ્રેઈન સંધોધન માટે મિલ્લીઓનો રૂપિયાની મદદ કરી છે. તેઓ પણ ઇન્ફોસિસના સ્થાપક સભ્ય હતા. કિરણ મજુમદાર શૉ બાયોટેક ફર્મની સ્થાપકે શ્રીમતી નિલેકની અને ક્રિસ ફાહ્ય. chheગોપાલક્રિષ્ન સાથે બેંગ્લોરેમાં યુવાનોને પ્રેરિત કરવા માટે વિજ્ઞાનિક ગેલેરીની રચના કરી છે. રવિચંદર તદ્દન નવીન મિલીઓનરે બેંગ્લોરની નવીન સિવિક સંસ્થાની ડિઝાઇન કરી છે. નીકીલ એન્ડ નીતિન કામથે શહરી સંસ્થાને સારું એવું દાન કર્યું છે.
આમ ભણેલા ટેક્નોક્રેટ્સ પણ લોકઉપયોગી સન્સ્થાઓને ભરપૂર દાન આપી રહ્યા છે. ભારતના અબજોપતિઓ વિકસતા ભારતને મદદ કરવા દાનનો પ્રવાહ વહાવી રહ્યા છે .
****************************




.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)