Wednesday, July 15, 2026



આર્ટિફિશ્યલ ઇન્ટ્લલિજન્સ અને એની અસર 

                                                               ભારત આજે દુનિયામાં ૩૧૫ બિલ્લીઓન ડોલર જેટલી આવક એક વર્ષમાં  સોફ્ટવેર  એન્જિનિયર મારફતે  આઉટસોર્સિંગમાં  દ્વારા કમાય છે .  આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આવ્યા બાદ એના પર અસર પડશે એવી આગાહી થઇ રહી છે . એનું કારણ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ  ગતિ અને થોડા માનવ કલાકમાં ઘણું મોટા પ્રમાણમાં કોડિંગનું  કામ કરી શકે છે. 

                                                           ભારતમાં ઈંફોસીસ અને ટાટા કન્સલ્ટન્સી   જેવી ભારતીય કંપનીઓ અમેરિકાને હજારો સોફ્ટવેર એન્જીનીયર્સ  મોકલાવે છે જે અમેરિકન કંપનીઓમાં કોડિંગનું  કામ કરે છે. જયારે એ જ કામ જો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ  દ્વારા થવાનું હોય અને બહુ ઓછા લોકોથી થઇ શકાતું હોય ત્યારે ભારતીય  આઇટી  ઉદ્યોગને એની અસર પડી શકે છે.

                                                                   ભારતની કન્સલટનસી  કંપનીઓ  હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને   વધુને વધુ ફાયદાકારક અને અસરકારક  બનાવી શકાય એ દિશામાં  કામ આગળ વધારી  રહી છે. નંદન નિલેકાની , ઈંફોસીસના સ્થાપક કહે છે કે 'ભારતીય  કન્સલ્ટન્સી કંપનીઓને એમાં ૨૦૩૦ સુધીમાં ૩૦૦થી ૪૦૦ બીલીઓન ડોલ્લર્સ જેટલી આવક થવાનો સંભવ છે'.



                                                          ભારતમાં રહેલી ગ્લોબલ કેપેબીલીટી  કંપનીઓ જેઓ ભારતીય એન્જીનીરોને  રાખે છે એ  કન્સલટનસી  કંપનીઓ  કરતા પણ વધારે ભારતીય આઇટી એન્જીનીયરને હવે નોકરી આપે છે .  તે ઉપરાંત વેલ ફાર્ગો અને લુલુણેમોં જેવી  કંપનીઓ પણ ભારતીય એન્જીનીરને સીધા એમની  જરૂરિયાત પ્રમાણે નોકરીઓ આપે છે . આમ ભારતીય આઇટી એંજિનિરોની જરૂરિયાત કોઈ પણ સંજોગોમાં ઓછી થવાની નથી .

                                                             આથી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ  ભારતીય આઇટી  ઉદ્યોગને બહુ અસર કરી શકે એમ નથી.

                       ***************************************

                                     

Wednesday, July 8, 2026

 


મન 

                                                               દુનિયામાં મનુષ્ય પાસે ધન, દોલત, સત્તા તથા બધી જાતની સાયબી હોય તો પણ મનુષ્યને મનની શાંતિ કે પછી મન પર કાબુ ન હોય તો એને સુખ પ્રાપ્ત થતું નથી.  એવા અનેક દાખલાઓ જીવનમાં  જોવા મળે છે.  એવા અનેક દાખલાઓ પુરાણમાં પણ જોવા માટે છે . એમાં રાવણનો  દાખલો અનોખો છે. 

                                  જે રાવણની લંકા સોનાની હતી. જેની પાસે અઢળક સત્તા અને સંપત્તિ  હતી . જે રાવણ ગ્રહોની ગતિ પર કાબુ ધરાવતો હતો. તે પ્રચંડ જ્યોતિષી હતો . શનિ જેવા ગ્રહો જેના ઘરમાં પાણી ભરતા હતા. જે  ચારે વેદો , સ્મૃતિ અને પુરાણોનો જ્ઞાતા હતા. એને પણ મનની શાંતિ અને કાબુ માટે શિવજીની આરાધના કરી હતી. 

                                       એ શિવજીને પ્રાર્થના કરતો હતો કે એને મનની દુર્ગતિથી મુક્ત થવું છે. એ  મનની ખરાબ વૃત્તિઓથી જેવીકે લોભ, ક્રોઘ, અહંકાર , દ્વેષ, અને મોહ થી મુક્ત થઇપરમ  શાંતિ જોઈતી હતી .

                                           એને એકાંત જંગલમાં  ઝૂંપડીમાં  બનાવી ઝરણાને કિનારે બેસી મનની શાંતિ માટે ધૂની ધુણાવી શિવજીની તપશ્ચર્યા કરવી હતી.  રાવણે એના શિવ તાંડવઃ  સ્રોતમાં એનો ઉલ્લેખ કર્યો છે.  એણે શિવજીને એની દુમરતીમાંથી  મુક્ત કરવાની પ્રાર્થના કરી છે. 



                                                   ઇતિહાસમાં મહાન સિકંદર પણ  વિશ્વ વિજેતા બન્યા છતાં મનથી  દુઃખી હતો . એણે એના સરદારોને કહ્યું હતુંકે એના જનાજામાં એના બે ખાલી હાથો બહાર રાખવા જેથી લોકોને ખબર પડેકે મહાન વિજેતા સિકંદર  બધું હોવા છતાં આ દુનિયામાંથી ખાલી હાથે ગયો હતો. આજ બતાવે છે કે બધું હોવા છતાં એ મન પર કાબુ ધરાવતો ન હતો . અને એ દુઃખી હતો .

                                                આનાથી ઉલ્ટું ઘણા સંતો અને સાધુઓ પાસે કઈ નથી હોતું પણ તેઓનું જીવન   સુખી  અને  શાંતિમય હોય છે કારણકે તેમનો એમના મન પાર સંપૂર્ણ કાબુ હોય છે.  આથી ટૂંકમાં જીવનમાં દરેકે સૌથી પહેલા પોતાના મન પર કાબુ કરવો જરૂરી  છે. 

                                 ****************************   

                                     

                    . 

         


Sunday, July 5, 2026



 રંગેબેરંગી  ભારત 

                                              માર્ક  ટ્વેઇન  એ ભારતમાં પ્રવર્તતા  વિવિધ રંગોની પ્રશંસા  કરી છે. અને ભારતીય રંગોથી  એ બહુજ પ્રભાવિત થયા હતા . ભારતના વિવિધ રંગો એના ફળો , ફૂલો ,  શાકબાજીઓમાં ,મસાલાઓમાં અને કાપડના રંગોમાં છલકે છે. 

                             વસંતના હોળીના તહેવારોમાં ભારત રંગોથી રંગાઈ જાય છે. જાતના રંગો એક બીજા પર નાખી પ્રેમપૂર્વક હોળી કુટુંબો , સ્નેહીઓ અને મિત્રોમાં ઉજવાય છે. બાળકો અને  વયસ્થો  સર્વ હોળીના પર્વમા જોડાય છે . અને દરેકના ચહેરા પર તથા રસ્તાઓ અને મકાનો પણ રંગોથી રંગાઈ જાય છે.  આમ સારું ભારત રંગોમય બની જાય છે. 



                             ભારતની આર્થિક પ્રગતિ આજે દુનિયામાં બહુજ ગતિથી વધી ગઈ છે. રસ્તાઓ , પુલો , બંદરો , ઐરપોર્ટો , રીફીનરીઓ , ઉધોગીક વસાહતોનું  બાંધકામ  ગતિથી વધી રહ્યું છે. એમાંથી ઉડતા  પ્રદુષણોને   રોકવા  જ્યાં ત્યાં લીલા રંગની નેટો  નજરે પડે છે. 

                                  પ્રદુષણ મુક્ત કરવા માટે રીક્ષાઓ પણ ગૅસથી ચલાવવા માટે  હુકમ  ભારતીય સુપ્રીમ  કોર્ટે કર્યો એટલે ગૅસથી ચાલતી  રીક્ષાઓનો રંગ પણ  પીળો બનાવી દેવામાં આવ્યો છે.  આથી પીળા રંગે રસ્તાઓ પર રીક્ષાઓને આકર્ષિત કરી નાખી છે.  સુઝુકીએ  પણ એના 'હેટચબેક'  મોડેલને  નેપલ્સ પીળો રંગે રંગીને રસ્તાઓ પર મૂકી છે .



                             ભારતની સૌથી વિશાલ  રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ  સેફરોન રંગને અપનાવી ભારતીય રાજકારણને સેફરોન  બનાવી દીધું છે.  તે ઉપરાંત  સેફ્રોન રંગ હિન્દૂ, બૌદ્ધ  ધર્મ અને ભારતના રાષ્ટ્રીય ઝંડા પર પણ સંકળાયેલ  છે. 

                         ભારતીય ક્રિકેટ ટીમ   પણ હવે  મેદાનમાં  વાદળી રંગોની જર્સી પહેરીને મેદાનમાં  ઉતરે છે.  અને સફેદ રંગના ઈલેકટ્રીક બલ્બોની જગ્યાએ ભારતમાં નિઓન  લાઇટ એ જગ્યા લીધી છે.  આમ આજે ભારતીય વાતવરણ રંગમય  બની ગયું છે. 

                                 ***********************