Friday, May 15, 2026

 


રુપિયાની પડતી 

                                          ભારતની રૂપિયાની કથળથી સ્થિતિ  ચિંતાજનક   બની રહી  છે. ભારત સરકાર માટે પણ એ મોટો કોયડો બની ગયો છે. અત્યારના આધુનિક ગલ્ફ યુદ્ધના વખતે રૂપિયો ગબડીને ડોલર સામે ૯૪.૬૫ પર  પહોંચી ગયો છે. અને થોડા જ સમયમાં એ 100 પર  પહોંચી જાય તો નવાઈ નહિ. 

                                   2010 ની આજુબાજુમાં ભારત સરકાર રૂપિયાની કથળથી  સ્થિતિ માટે બહુજ ટીકામાં આવી ગઈ હતીં . તે વખતે મોંઘવારી બહુ વધી ગઈ હતી. ખર્ચાઓ આવક કરતા વધી ગયા હતા . અને ભ્રષ્ટાચાર ચરમ સીમા પર  હતો . સરકાર બદનામ થઇ ગઈ હતી. ફોરેન એક્સચેન્જનું બેલેન્સ બહુ વિકટ હતું .

   .                                પરંતુ અત્યારે જયારે ભારતીય અર્થવ્યવસ્થા સ્થિર છે.  મોંઘવારી કાબુમાં છે . ફોરેન એક્સચેન્જનું સારું એવું બેલેન્સ છે. અને દેશનો આર્થિક વિકાસ સારો છે ત્યારે રૂપિયાનું કથળવું આશ્ચર્યજનક છે. આથી એના કારણો તપાસવા જરૂરી છે. 



                                   એનર્જીના અને વપરાશની  વસ્તુઓના  ભાવ ગલ્ફ યુદ્ધને કારણે ઉપ્પર જઈ રહ્યા છે. ટ્રમ્પના ટેર્રીફે અને આંતરિક નબળા બઝારોને લીધે રૂપિયા પાર સારો એવું દબાણ છે.  તે ઉપરાંત સરકારની આંતરિક નીતિઓ પણ નબળા રૂપિયા  માટે જવાબદાર ગણવામાં આવે છે.  એક એવું પણ કારણ છે જે  આર્થિક નહિ  પણ રાજકીય હોઈ શકે.

                                   તે છતાં મજબૂત રૂપિયો  એ દેશને  ગૌરવ અપાવે છે માટે એને મજબૂત બનાવવા માટે પૂરતા પ્રયાસો કરવાની જરૂર છે. 

                                                  ****************************

 

                                  

Monday, May 11, 2026


 


ગ્રીનલેન્ડ 

                                                                                            ગ્રીનલેન્ડ અત્યારે બહુજ સમાચારમાં છે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પએ એનો કબજો લેવાની વાત શરુ કરી છે.  ગ્રીનલેન્ડ  પર અત્યારે ડેન્માર્કનો કબજો છે અને ડેન્માર્ક  અત્યારે નાટોનું સદસ્ય છે. એથી ગ્રીનલેન્ડ પરનો હુમલો એ નાટો દેશ પાર હુમલો ગણાય . યુરોપ ના  બધા દેશો એના સદસ્ય છે  એથી ટ્રમ્પની જાહેરાતે મામલો ગૂંચવાયેલો છે. ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે રશિયા અને ચીનની ગ્રીનલેન્ડ ના દરિયામાં દરમિયાન ગીરીને  લીધે  ગ્રીનલૅન્ડના રક્ષણની જવાબદારી અમેરિકા એ લઇ લેવી જોઈએ.  પરંતુ બીજું એક એવું રહસ્ય ગ્રીનલેન્ડ માં છુપાયેલું  અને એ ત્યાંના કિંમતી ખનીજ ભંડારો છે. જેના પર પણ અમેરિકાની નઝર છે. 



                                       પરંતુ યુરોપના દેશોએ અમેરિકાના ઈરાદાનો વિરોધ કર્યો છે. એથી એ આંતરાષ્ટ્રીય કટોકટીનો ભાગ બની ગયો છે. આમ તો ગ્રીનલેન્ડ નિર્જન  અને બરફીલો પ્રદેશ છે અને જુના વખતથી ડેન્માર્કનો ભાગ છે જેને ડેન્માર્કે આંતરિક સ્વાત્રંત્રતા પણ આપેલી છે. તે ઉપરાંત ગ્રીનલૅન્ડનો આર્કેટિક સમુદ્ર ઉત્તરના સમુદ્ર માંર્ગોમાંનો એક બહુ જ અગત્યનો માર્ગ અમેરિકા રશિયા , ચીન અને યુરોપ માટે છે. એથી એની મહત્વતા વધુ છે. 

                                    તે ઉપરાંત ગ્રીનલૅન્ડના પુરાતન નોર્સ વસાહતીઓનો એક ઇતિહાસ છે જેના પુરાતન અવષેશો કોપેન હેગન ના મ્યુઝિયમમાં પડેલા છે . જેમાં 

કોફિન્સ , હાડપિન્જરો  અને તે જમાનાના  લોકોના કપડાં પણ  રાખવામાં આવ્યા છે.  કેટલાક તે વખતના વપરાતા સાધનો  અને પહેરવાના ઘરેણાઓ પણ રાખવામાં આવ્યા છે .એજ બતાવે છેકે ગ્રીનલૅન્ડનો પોતાનો પુરાણીક ઇતિહાસ પણ છે. તે વખતના વસાહતીઓને યુરોપ સાથે સબંધ  હતો પરંતુ નૈસર્ગીક બદલાવને કારણે  ગ્રીનલેન્ડ યુરોપથી વિખુટી પડી ગયું હતું . પહેલા જે ઉનાળામાં બરફ ચાલી જતો તે ત્યાં હંમેશને માટે બરફીલો પ્રદેશ બની ગયો.  



                                                  આને કારણે નોર્સલોકો  વિકટ  મૌસમને સહન  ન કરી શક્યા પરંતુ એસ્કિમો એ પ્રદેશની  બરફીલી આબુહવાને અનુકૂળ બનાવી  ત્યાં રહેવા માંડ્યા. 

                                                   મૂળમાં ગ્રીનલેન્ડજેવા બરફીલા પ્રદેશને  જે સમાચારમાં પ્રસિદ્ધિ મળી છે  એનું કારણ  એના અમૂલયો ખનીજો અને  એની  આંતરાષ્ટ્રીય  દરિયાઈ માર્ગની મહત્વતા છે. 

                               ************************

                                    t

Wednesday, May 6, 2026

 


મગજ અને વૃદ્ધાવસ્થા 

                                            વૃદ્ધાવસ્થામાં  ઘણા વયસ્થો  મગજની બીમારીથી પીડાઈ છે.  તેમાં વિસ્મૃતિ  જેવી બીમારી સામાન્ય છે.  જ્યારે તદ્દન વિસ્મૃતિ એટલેકે  જાતનું ભાન ભૂલી જેવી બીમારી જેને આલ્ઝામેરની  બીમારી કહેવામાં આવે છે જે  દયાજનક  હોય છે. 

                                          એવું કહેવાય છેકે ' તમારી મગજની ' જિનેટિક' બીમારી ફક્ત 25% જેટલી જ હોય છે પણ બેદરકારીને લીધે આવતી મગજની બીમારી 80% જેટલી હોય છે . આથી કાળજી લેવાથી ઘણી ખરી મગજની બીમારીને અટકાવી શકાય છે અથવા હળવી બનાવી શકાય છે. 



                                            આથી વૃધ્ધ્વસ્થામાં નવી નવી વસ્તુઓ કરવામાં વધુ ધ્યાન આપવાની જરૂરિયાત છે. નવી વસ્તુઓ તે અવાસ્થામાં મગજને માટે ખાતર સમાન બની રહે છે અને મગજને ફળદ્રુપ બનાવે  છે. નવી નવી વસ્તુઓ કરવાથી મગજ વધુ તાજી લાગણીઓ અનુભવે છે. દરેક દિવસે જેટલું નવું કઈ કરો તો તમારું મગજ યુવાની લાવે છે. 

                                                 તે ઉપરાંત વૃદ્ધોએ એક કામ હાથમાં લેવું અને એના પરજ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ . એક સાથે ઘણા કામોની પાછળ રહેવાથી ધ્યાન કેન્દ્રિત કરવાથીં મગજમાં ગુંચવાડો ઉભો થાય અને મગજને આડ અસર થાય છે અને માનસિક બીમારી વધે છે. એકજ કામમાં મગજને કેન્દ્રિત કરવાથી મગજની શક્તિ વધે છે અને એની ત્રિવતા પણ વધારો થાય છે.  એનાથી મગજ પરનો કાબુ પણ વધે છે. 



                                                મિત્રો અને સ્વજનો સાથે સતત સંપર્કમાં રહેવાથી પણ મગજ ને સારો એવો ફાયદો થાય છે.  એ મગજને તાજું અને  એકટીવ  કરે છે.  લોકોના સંપર્કમાં રહેવાથી અને લાગણીઓ તરબોળ  થવાથી મગજને નવજીવન મળી રહે છે. 

                                                    રાત્રે પુરતી  નિદ્રા લેવાથી મગજને આરામ  મળી રહે છે. એ મગજ કાર્યને વધુ  કાર્યવત અને સ્મૃતિ શક્તિને વધારે  છે. 

                                                      બીજું જીવનમાં વધુ ક્તુહલતા વધારવાની પણ જરૂરત છે જેથી નવી મગજને પ્રવૃતિમય બનાવી શકાય અને એને વધુ ત્રીવ બનાવી શકાય. તે ઉપરાંત ઉંમર એ ફક્ત આંકડા છે એને ભૂલી વધુને વધુ જીવન પર લક્ષ્ય આપવાથી, વધુ આનંદ અનુભવવાથી , કે ચર્ચાઓ કરવાથી મગજ યુવાની અનુભવવા માંડે છે. જે એની તંદુરસ્તી માટે લાભકારક  છે. 

                                    ****************************