રુપિયાની પડતી
ભારતની રૂપિયાની કથળથી સ્થિતિ ચિંતાજનક બની રહી છે. ભારત સરકાર માટે પણ એ મોટો કોયડો બની ગયો છે. અત્યારના આધુનિક ગલ્ફ યુદ્ધના વખતે રૂપિયો ગબડીને ડોલર સામે ૯૪.૬૫ પર પહોંચી ગયો છે. અને થોડા જ સમયમાં એ 100 પર પહોંચી જાય તો નવાઈ નહિ.
2010 ની આજુબાજુમાં ભારત સરકાર રૂપિયાની કથળથી સ્થિતિ માટે બહુજ ટીકામાં આવી ગઈ હતીં . તે વખતે મોંઘવારી બહુ વધી ગઈ હતી. ખર્ચાઓ આવક કરતા વધી ગયા હતા . અને ભ્રષ્ટાચાર ચરમ સીમા પર હતો . સરકાર બદનામ થઇ ગઈ હતી. ફોરેન એક્સચેન્જનું બેલેન્સ બહુ વિકટ હતું .
. પરંતુ અત્યારે જયારે ભારતીય અર્થવ્યવસ્થા સ્થિર છે. મોંઘવારી કાબુમાં છે . ફોરેન એક્સચેન્જનું સારું એવું બેલેન્સ છે. અને દેશનો આર્થિક વિકાસ સારો છે ત્યારે રૂપિયાનું કથળવું આશ્ચર્યજનક છે. આથી એના કારણો તપાસવા જરૂરી છે.
એનર્જીના અને વપરાશની વસ્તુઓના ભાવ ગલ્ફ યુદ્ધને કારણે ઉપ્પર જઈ રહ્યા છે. ટ્રમ્પના ટેર્રીફે અને આંતરિક નબળા બઝારોને લીધે રૂપિયા પાર સારો એવું દબાણ છે. તે ઉપરાંત સરકારની આંતરિક નીતિઓ પણ નબળા રૂપિયા માટે જવાબદાર ગણવામાં આવે છે. એક એવું પણ કારણ છે જે આર્થિક નહિ પણ રાજકીય હોઈ શકે.
તે છતાં મજબૂત રૂપિયો એ દેશને ગૌરવ અપાવે છે માટે એને મજબૂત બનાવવા માટે પૂરતા પ્રયાસો કરવાની જરૂર છે.
****************************
.jpg)
.jpg)
No comments:
Post a Comment