Wednesday, August 26, 2026



ઊંઘ 

                                                                      ઊંઘ એ માનવી માટે અગત્યની બાબત છે. ઓછી ઊંઘ કે પછી ઊંઘ વચ્ચેના અવરોધો માનવી માટે ઘણી વાર તંદુરસ્તી માટે ભય ઉભો કરે છે. આથી પ્રશ્ન ઉદ્દભવે છેકે ઊંઘ માટે શું મર્યાદાઓ  છે.  સામાન્ય રીતે તમે સવારના ઉઠો અને સ્ફૂર્તિ અનુભવો તો તે ઊંઘને  તંદુરસ્ત માની શકાય .

                      આજકાલ સંધોધનો પરથી મનાય છે કે જેમ ઓછી ઊંઘ તંદુરસ્તી માટે નુકશાનકારક છે તો વધારે પડતી ઊંઘ પણ તંદુરસ્તીને નુકશાન પહોંચાડે છે.  ઓછી ઊંઘ માનવીને રોગિષ્ટ બનાવી દે છે .ઓછી   ઊંઘ બીજો દિવસ વધુ સુસ્ત બનાવી દે છે. મગજમાં તણાવ ઉભા કરે છે અને સાઈકોલોજિકલ પ્રશ્નો પણ ઉભા કરી દે છે . અને ઘણી વાર મોત પણ નોતરે છે. પરંતુ વધુ પડતી ઊંઘ કોઈ રોગની નિશાની પણ ગણાય છે.

                       રિપોર્ટ અનુસાર સ્ત્રીઓ માટે ૬ .૫ કલાકથી ૭.૮ કલાક  સુધીની ઊંઘ અને પુરુષો માટે ૬.૪ કલાકથી ૭.૭ કલાકની ઊંઘ તંદુરસ્તી માટે આદર્શ સમય છે.

                       ચિંતા ઊંઘની બાબતમાં મોટી સમસ્યા છે.  સંધોધનો બતાવે છે કે ચિંતા માણસની ઊંઘ ઓછી કરી  એમની  તંદુરસ્તીને હાનિ કરે છે. એથી ચિંતાને રાતના દૂર રાખવી જોઈએ. તે ઉપરાંત કેટલા કલાક કોઈ ઊંઘે છે એ અગત્યનું નથી પરંતુ કેટલાક કલાક ઊંઘવાથી સ્ફૂર્તિ અને તંદુરસ્તી  સારી રહે છે એ અગત્યનું છે.

                        ****************************  

Thursday, August 20, 2026



જે ડી વાન્સ- વાઇસ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા 

                                                                                        અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ ઈરાન સાથેની સંધિમાં બહુજ અગત્યનો ભાગ ભજવી રહ્યા છે અને એથી એમનું નામ અને કામગીરી મીડિયામાં બહુ જ આવે છે. એમનું વ્યક્તિવ એમના બોસ ટોનાલ્ડ ટ્રમ્પ કરતા ઘણું જ જુદું છે. તે એમને લખેલા એમના પુસ્તકો પરથી જાણવા મળે છે. તેઓ રિપબ્લિકન છે ઓહિયો રાજ્યમાંથી અમેરિકન સેનેટના સભ્ય પણ રહી ચુક્યા છે. એમને જગ વિખ્યાત યેલ યુનિવર્સીટીમાંથી  કાયદાની ડિગ્રી મેળવી છે. 



                                                               તેઓ એમના લખાણ દ્વારા ભગવાનના  વ્યક્તિ તરીકે જાણીતા છે. તેઓ ચર્ચમાં જાય છે.  ચર્ચના પાદરી સાથે બહુજ વિવેક પૂર્ણ આચરણ કરે છે. તેઓ  પ્રભુની પ્રાર્થના કરતા રહે છે. અને તેઓ એમના પુસ્તકનો અંત પણ ' અમેન'  શબ્દથી કરે છે. તેઓ પોતાના કામને બહુજ મહત્વ આપે છે. એમને  મેટથયુઝનું કહેલું એક વાક્ય બહુજ પસંદ છે. જેમાં કહ્યું છેકે 'માણસે લાવેલા પરિણામો એની ઓળખાણ છે.'

                                           જે ડી વાન્સ એ બે પુસ્તકો 'હિલ બિલી એલીજી'  અને 'કોમમ્યુનિઓન ' લખ્યા છે. એ વાંચવાથી એમના વ્યક્તિત્વને જાણી શકાય છે કે તેઓ બહુજ ધાર્મિક વ્યક્તિ છે.



                                        એમની પત્નીનું નામ ઉષા વાન્સ છે જે ભારતીય અમેરિકન છે.  અમેરિકન અને ઈરાન વચ્ચેના યુદ્ધનું પરિણામ ગમે તે આવે પરંતુ એના અંત માટેની વાટાઘાટમાં જે ડી વાંસ અગત્યનો ભાગ ભજવી રહ્યા છે. જેનો દુનિયા આતુરતાથી  રાહ જોઈ રહી છે કારણકે દુનિયાની અર્થ વ્યવસ્થા અત્યારે ખરાબ વખતમાંથી પસાર થઇ રહી છે.

                       ********************************

 

Sunday, August 16, 2026



પ્રેમ અને ક્રોધ  

                                                        ક્રોધ એ મનુષ્યનો મોટો દુશ્મન છે. ક્રોધ આવે છે ત્યારે મનુષ્ય  વિચાર હીન થયી  જાય છે.  ક્રોધમાં તે શું કરી રહ્યો છે  બોલી રહ્યો છે એનું એને કઈ ખ્યાલ હોતો નથી.  એટલા માટે જયારે ક્રોધ આવે છે ત્યારે માણસે  ધીરજ રાખી અને અમુક સમય માટે મૌન ધારણ કરી લેવું જોઈએ. પછી શાંત થઇ વિચાર કરીને આગળ વધવું જોઈએ. 

                                         મહાભારતમાં  કટાક્ષમાં  દ્રૌપદીએ  દુર્યોધનને  સંભળાવ્યું હતુંકે ' આંધળાનો પુત્ર આંધળો જ હોય'  કારણકે દુર્યોધનનો પગ પાંડવોના માયાવી મહેલમાં આભાસમાં પાણીમાં પડી ગયો હતો.  આ કટાક્ષથી દુર્યોધનને ક્રોધ એવો આવ્યો કે પાંડવો પર વેર લેવાનું નક્કી કર્યું હતું.  દુર્યોધને વિચાર કરીને એ કટાક્ષને  હળવેથી લેવો જોઈતો હતો. પરંતુ એ ક્રોધે મહાભારતનું  યુદ્ધ નોતર્યું  હતું અને મહા વિનાશ થયો હતો. 

                                     જીવનમાં જો માણસ ક્રોધ પર  કાબુ કરી લે તો પછી પ્રેમ જ ખીલે છે. જયારે પ્રેમ ખીલે ત્યારે આનંદ  પ્રવર્તે છે. જે સુખનો અનુભવ કરાવે છે. 

ઘણા બીજાઓની વૈરિક પ્રવૃતિઓથી  ક્રોધનો અનુભવ કરે છે. પરંતુ બીજા કરતા તમારો ક્રોધ જ વધારે નુકશાન લાવે છે અને બે શબ્દનો પ્રેમ દૂર થઇ જાય છે. કારણકે ક્રોધ અને પ્રેમ સાથે રહી શકે  જ નહિ. 

                                   કેટલીક વાર જીવનમાં દુષ્ટ તત્વો સામે ક્રોધની પણ જરૂર પડે છે. ભગવાન કૃષ્ણે શિશુપાલને 100  ગાળો સુધી માફ કર્યો હતો પણ 101 ગાળો વખતે એમનો ક્રોધ ભભૂકી ઉઠ્યો અને એનો વધ કરી નાખ્યો હતો. એ ભગવાનનો વિચારેલો ક્રોધ હતો જેનો અમલ કરવામાં આવ્યો હતો. 



                                   બીજું પ્રેમથી જોડાએલી વ્યક્તિઓ  વચ્ચે પણ કદીક ક્રોધ આવેતો પ્રેમ અદ્રશ્ય થઇ જાય નો છે પણ ક્ષણિક હોય છે. કારણકે ક્રોધ દૂર થતા જ અને શાંતિથી વિચારતા પ્રેમ સબંધ પાછો શરુ થઇ જાય છે.  જેમકે દરેક પતિ પત્ની વચ્ચે કદી ક્રોધમાં અણબનાવ થાય છે પરંતુ ક્રોધ ચાલી જતા  પ્રેમ સબન્ધ પાછો ચાલુ થઇ જાય છે. 

                                 આથી કહેવાય છે કે ક્રોધનો ત્યાગ કરવાથી પ્રેમનો ઉદ્ધવ થાય છે. અને શાંતિ અને સુખનો અનુભવ થાય છે. 

                    **********************************