જે ડી વાન્સ- વાઇસ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા
અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ ઈરાન સાથેની સંધિમાં બહુજ અગત્યનો ભાગ ભજવી રહ્યા છે અને એથી એમનું નામ અને કામગીરી મીડિયામાં બહુ જ આવે છે. એમનું વ્યક્તિવ એમના બોસ ટોનાલ્ડ ટ્રમ્પ કરતા ઘણું જ જુદું છે. તે એમને લખેલા એમના પુસ્તકો પરથી જાણવા મળે છે. તેઓ રિપબ્લિકન છે ઓહિયો રાજ્યમાંથી અમેરિકન સેનેટના સભ્ય પણ રહી ચુક્યા છે. એમને જગ વિખ્યાત યેલ યુનિવર્સીટીમાંથી કાયદાની ડિગ્રી મેળવી છે.
તેઓ એમના લખાણ દ્વારા ભગવાનના વ્યક્તિ તરીકે જાણીતા છે. તેઓ ચર્ચમાં જાય છે. ચર્ચના પાદરી સાથે બહુજ વિવેક પૂર્ણ આચરણ કરે છે. તેઓ પ્રભુની પ્રાર્થના કરતા રહે છે. અને તેઓ એમના પુસ્તકનો અંત પણ ' અમેન' શબ્દથી કરે છે. તેઓ પોતાના કામને બહુજ મહત્વ આપે છે. એમને મેટથયુઝનું કહેલું એક વાક્ય બહુજ પસંદ છે. જેમાં કહ્યું છેકે 'માણસે લાવેલા પરિણામો એની ઓળખાણ છે.'
જે ડી વાન્સ એ બે પુસ્તકો 'હિલ બિલી એલીજી' અને 'કોમમ્યુનિઓન ' લખ્યા છે. એ વાંચવાથી એમના વ્યક્તિત્વને જાણી શકાય છે કે તેઓ બહુજ ધાર્મિક વ્યક્તિ છે.
એમની પત્નીનું નામ ઉષા વાન્સ છે જે ભારતીય અમેરિકન છે. અમેરિકન અને ઈરાન વચ્ચેના યુદ્ધનું પરિણામ ગમે તે આવે પરંતુ એના અંત માટેની વાટાઘાટમાં જે ડી વાંસ અગત્યનો ભાગ ભજવી રહ્યા છે. જેનો દુનિયા આતુરતાથી રાહ જોઈ રહી છે કારણકે દુનિયાની અર્થ વ્યવસ્થા અત્યારે ખરાબ વખતમાંથી પસાર થઇ રહી છે.
********************************
.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment