Saturday, March 28, 2026

 


વૃદ્ધાવસ્થા  

                                                                    વયસ્થ નાગરિકો માટે એમના સમયનો સારી રીતે ઉપયોગ કરવાથી એમનું સ્વાસ્થ્ય સારું રહે છે. એમાં  સામાજિક સંપર્કો, સારી ટેવ  અને સારા કામોમાં વ્યસ્થ રહેવું આવશ્યક છે.  નિષ્ણાતો  પ માને છેકે સારી માનસિક સ્થિતિ પણ તંદુરસ્તી સારી રાકે છે.  સકારાત્મક  વલણ  વૃદ્ધોને એમનું આયુષ્ય પાંચથી સાત વર્ષ સુધી વધારવામાં  મદદરૂપ બને છે. 

                                      જેમ આયુષ્ય વધે તેમ તેમ શરીરના સ્નાયુઓ ઢીલા અને નબળા પડતા જાય એટલા માટે અઠવાડિયામાં બે ત્રણ વાર એવી કસરતો કરવી જોઈએકે જેથી એ સ્નાયુઓ મજબૂત રહે અને શરીરને સ્ફૂર્તિ  આપતું રહે.  ટૂંકમાં  આયુષ્ય વધારવામાં સ્નાયુઓ અગત્યનો ભાગ ભજવે છે. તે ઉપરાંત શરીરને સ્ફૂર્તિ આપી સ્નાયુઓ શરીરને કામકાજ કરવામાં પણ મદદ કરે છે.  સ્નાયુઓની કસરતો શરીરની શક્તિને અનુકૂળ હોવી જોઈએ જેથી એની આડી અસર ન થાય. ઘણા વૃદ્ધો સ્નાયુઓની નબળાઈને વશ થઇ પડી રહેતા હોય છે   અને જે મોતને જલ્દી નોતરે છે. 

                                           મજબૂત સામાજિક સંપર્કો જાળવવામાં  મિત્રો વધારે મદદરૂપ થતા હોય છે. એથી મિત્રો સાથે આગળ પડીને સંપર્કો ચાલુ રાખવા જોઈએ. મિત્રોની સાથે મિત્રતા જાળવવામાં સાથે ચાલવા જવુંકે પછી થોડા થોડા વખતે સાથે જમવા જવાથી મૈત્રી ઘાઢ બની શકે છે. ચા કે પછી કોફીને ચુસ્કી પણ મિત્રો સાથે લઇ શકાય છે. મિત્રોને  મળવા માટે  એમના  ફોન કે આમંત્રણ રાહ જોવા કરતા હંમેશા પહેલ કરવી પણ આવશ્યક છે. 


                                          માણસોના મૃત્યુ ઘણીવાર ગમે તેવા ખોરાક ખાવાથી થાય છે. એટલા માટે તંદુરસ્તીને અનુરૂપ ખોરાક ખાવાથી આયુષ્ય વાશે છે. એમ કહેવાય છે કે 'માણસો ખાવાથી વધુ મરે છે ભૂખથી નહિ '.  મૂળમાં તળેલા ખોરાક અને પ્રોસેસ ખોરાક વૃદ્ધોએ  ઓછો ખાવો જોઈએ .

                                             તે ઉપરાંત વૃધ્દ્ધાવસ્થામાં  નવીન વસ્તુઓ જાણવાની વૃત્તિઓ  મગજને તાજગી આપે છે.  કોઈ નવી વસ્તુનો અનુભવ તંદુરસ્તી માટે આવશ્યક છે.  વૃદ્ધોએ જેમાં એમને આતુરતા હોય એવી વસ્તુઓ કરવી, જેથી તેના વિષે વિચારી અને વાત કરી શકે . એનાથી  એમનો વિકાસ પણ થઇ  શકે.  તે ઉપરાંત પિયાનો,  હાર્મોનિયમ કે પછી સંગીતના સાધનો વઘાડતાં શીખવું પછી ચિત્રકામ કરવા જેવી પ્રવૃતિઓ કરવાથી  આનંદ અને વ્યક્તિત્વ  વિકાસ થાય છે.  એટલેકે વૃદ્ધાવસ્થામાં કોઈ નવીન વસ્તુ કરવાથી આયુષ્ય વધે છે અને શરીર તંદુરસ્ત પણ રહે છે. 

                                           વૃદ્ધાવસ્થા એ ઘણો મુશ્કેલ સમય છે. એમાં તંદુરસ્તી જાળવી માનવીએ પોતાની ઓળખાણ જાળવી રાખવી પડે છે.  એમાં થોડા  સકારાત્મક સૂચનો નિષ્ણાતોએ સૂચવ્યા છે એ બતાવવા પ્રયત્ન કર્યો છે. 

                                ****************************   

                          

Sunday, March 15, 2026

 



સાગર અને ખનીજનો  ખજાનો 

                                                             દરિયામાં એવો ભાગ છે જેના પર કોઈ પણ દેશનો કબજો નથી . એને આંતરરાષ્ટ્રીય ભાગ કહેવામા આવે છે જેના પર હવે ઘણા દેશોની નઝર છે કારણકે ત્યાં  તળિયે ખનિજોનો ખજાનો છે. 



                                                            આ વસ્તુ વધારે ધ્યાનમાં ક્યારે આવી જયારે  એ ખજાનાને કાઢવાની વાત પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ  વાત કરી . એને કારણે  ઘણા શક્તિશાળી દેશો પણ દાવો આગળ ધરવા મંડ્યા . પરંતુ એ સાગર પર કોઈ પણ  દેશનું રાજ નથી એ અંતરરાષ્ટ્રીય માલિકીનું છે. 

                                                           એમ કહેવાય છે કે પેસિફિક મહાસાગરમાં તળિયે 270 મિલિયન ટન નિકેલ , ૪૪મિલ્લીઓન  ટન કોબાલ્ટ છે.  એ જથ્થો આશરે પેસેફિક મહાસાગરમાં હવાઈ ટાપુઓથી 880 કીલમિટર દૂર છે જેના પારઅમેરિકાની નજર છે. પરંતુ ઘણા દેશો એમાં પણ રસ ધરાવી રહ્યા છે. 

                                                           એમ પણ માનવામાં આવે છે કે દરિયામાંથી ખનીજ કાઢવાની પ્રક્રિયા જમીનની ખનીજ કાઢવાની પક્રિયા કરતા વાતાવરણને ઓછું નુકસાનકારક છે. 



                                                         તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય  પાણી પરની કોઈ પણ પવૃત્તિને કાબુમાં રાખવા માટે '' આંતરરાષ્ટ્રીય સીબેડ  ઓથોરિટી" પણ અસ્તિવમાં છે.  એના મેમ્બર તરીકે ફ્રાન્સ, નોર્વે , કેનેડા અને ઇંગ્લેન્ડ જેવા દેશો પણ છે. એમને પણ દરિયાયી ખનીજ માં રસ છે.  જો સીબેડ ઓથોરિટી વ્યવસ્થિત  કાયદા કાનૂન ઘડી કાઢે તો દેશો વચ્ચે ઘર્ષણ અટકાવી શકાશે . નહિ તો અરાજકતા વધવાનો સંભવ છે. પછીતો જેની લાકડી એનું રાજ ઉભું થશે . 


                                                       સાગરમાં રહેલા અદભુત ખજાનાનો  વ્યવસ્થિત ઉપયોગ જ  વિશ્વના હિતમાં  હશે.  તે ઉપરાંત સાગરના જીવોના રક્ષણ માટેના  સંસ્થાઓ પણ એમાં વિરોધ પણ નોંધાવશે. એથી વધારે ગુંચવાડો ઉભો થઇ શકે છે. એથી બધાની સાથે વાતચીત દ્વારા એ પ્રશ્નનો ઉકેલ આવે એ ઉચિત છે.

                                                 ********************


 

Sunday, March 8, 2026

 


બ્રિગિટ્ટ  બારડોટ 

                                   બ્રિગિટ્ટ બારડોટ ફ્રેન્ચ અભિનેત્રી હતી. એણે એના સૌંદર્ય અને અભિનય દ્વારા ફિલ્મ જગતમાં તરખાટ મચાવ્યો હતો .એની ફિલ્મ  'એન્ડ ગોડ ક્રિએટે  વુમન ' એને દુનિયામાં પ્રખ્યાતિ આપી હતી . એ પવિત્ર વિચાર ધરાવનાર પરિવાર અને જેનો ઉછેર બહુ સારી રીતે  ઉછરેલી એવી પુત્રી હતી પરંતુ ફિલ્મી દુનિયાએ એના જીવન શૈલીને બદલી નાખી હતી. 

                                 એના વાળ  ભૂખરા રંગના હતા પણ એને પસંદ ન હતા તેથી એને સોનેરી બનાવ્યા હતા .  આમ સીધી સાદી ખાનગી શાળામાં ભણેલી યુવતી દુનિયાની સ્વપ્ન સુંદરી બની ગઈ હતી . એના માતાપિતાની રજા વગર પંદરમે varsh દુનિયાં પ્રખ્યાત મેગેઝીન પાર આવી ચુકી હતી અને ૧૭માં વર્ષે  એની બિકીની પહેરેલી તસવીરો પ્રગટ થવા લાગી હતી . 18 માં વર્ષમાં  આકર્ષક સૌંદર્યને લીધે લગ્ન પણ કરી લીધા હતા . ત્યાર પછી એણે ચાર લગ્નો કાર્ય હતા . પરંતુ એની એક વધુ ફિલ્મ 'બાબિટ્ટે ગોઝ તો વૉર ' પણ હિટ ગઈ હતી. 

                                                  આખરે  એણે સેન્ટ ટોપેઝ  નામના ફિશિંગ  પોર્ટ પર  એનું ઘર વસાવ્યું હતું.  ફોટોગ્રાફરો અને પ્રસિદ્ધિથી ત્રાસીને તે બેચેન  બની હતી અને એનું ધ્યાન ત્રાસિત જાનવરોના માવજત તરફ કેન્દ્રિત કર્યું હતું . પોતાનું જાર જવેરાત વેચીને એમાંથી ' બ્રિગિટ બારડોટ ફોઉન્ડેશન ' બનાવ્યું  અને એના દ્વારા ઘોડા , ગધેડા અને   રીછ જેવા અબ્યુઝ જાનવરોની દુનિયા ભરમાં માવજત કરવાની શરૂઆત કરી . એણે જાનવરોને ત્રાસરૂપ  વુલફ શિકાર, બુલ લડાઈ ,  ચિકન ફાર્મિંગ જેવી ઘાતકી પ્રવૃતિઓ સામે પણ દુનિયાભરમાં ઝુંબેશ ચલાવી.

                                            આવી ઉમદા પ્રવૃત્તિઓ કર્યા પછી આધ્યાત્મિક સંતોષ  માટે દરિયા કિનારે  ઝૂંપડી બાંધીને રહેવા માંડી હતી.  ૨૦૨૫માં  ૨૮મી ડિસેમ્બરે  91 વર્ષની વયે એક સેક્સી પણ ઉમદા અભિનેત્રીનુ અવસાન થયું . જીવનમાં  ઉત્તમ અભિનય સાથે ઉમદા  કામ કરીને જગતમાંથી વિદાય લીધી.

                        ***************************