સાગર અને ખનીજનો ખજાનો
દરિયામાં એવો ભાગ છે જેના પર કોઈ પણ દેશનો કબજો નથી . એને આંતરરાષ્ટ્રીય ભાગ કહેવામા આવે છે જેના પર હવે ઘણા દેશોની નઝર છે કારણકે ત્યાં તળિયે ખનિજોનો ખજાનો છે.
આ વસ્તુ વધારે ધ્યાનમાં ક્યારે આવી જયારે એ ખજાનાને કાઢવાની વાત પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ વાત કરી . એને કારણે ઘણા શક્તિશાળી દેશો પણ દાવો આગળ ધરવા મંડ્યા . પરંતુ એ સાગર પર કોઈ પણ દેશનું રાજ નથી એ અંતરરાષ્ટ્રીય માલિકીનું છે.
એમ કહેવાય છે કે પેસિફિક મહાસાગરમાં તળિયે 270 મિલિયન ટન નિકેલ , ૪૪મિલ્લીઓન ટન કોબાલ્ટ છે. એ જથ્થો આશરે પેસેફિક મહાસાગરમાં હવાઈ ટાપુઓથી 880 કીલમિટર દૂર છે જેના પારઅમેરિકાની નજર છે. પરંતુ ઘણા દેશો એમાં પણ રસ ધરાવી રહ્યા છે.
એમ પણ માનવામાં આવે છે કે દરિયામાંથી ખનીજ કાઢવાની પ્રક્રિયા જમીનની ખનીજ કાઢવાની પક્રિયા કરતા વાતાવરણને ઓછું નુકસાનકારક છે.
તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય પાણી પરની કોઈ પણ પવૃત્તિને કાબુમાં રાખવા માટે '' આંતરરાષ્ટ્રીય સીબેડ ઓથોરિટી" પણ અસ્તિવમાં છે. એના મેમ્બર તરીકે ફ્રાન્સ, નોર્વે , કેનેડા અને ઇંગ્લેન્ડ જેવા દેશો પણ છે. એમને પણ દરિયાયી ખનીજ માં રસ છે. જો સીબેડ ઓથોરિટી વ્યવસ્થિત કાયદા કાનૂન ઘડી કાઢે તો દેશો વચ્ચે ઘર્ષણ અટકાવી શકાશે . નહિ તો અરાજકતા વધવાનો સંભવ છે. પછીતો જેની લાકડી એનું રાજ ઉભું થશે .
સાગરમાં રહેલા અદભુત ખજાનાનો વ્યવસ્થિત ઉપયોગ જ વિશ્વના હિતમાં હશે. તે ઉપરાંત સાગરના જીવોના રક્ષણ માટેના સંસ્થાઓ પણ એમાં વિરોધ પણ નોંધાવશે. એથી વધારે ગુંચવાડો ઉભો થઇ શકે છે. એથી બધાની સાથે વાતચીત દ્વારા એ પ્રશ્નનો ઉકેલ આવે એ ઉચિત છે.
********************
.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment