Sunday, September 20, 2026




નશાબંધી અને વિશ્વ 

                                               નશાબંધી  એ નૈતિક કે સિદ્ધાંતિક પ્રશ્ન નથી . એ સામાજિક તંદુરસ્તીનો પ્રશ્ન છે. નશાની  સર્વ   ધર્મમાં   બંધી  છે. તે છતાં એનો અમલ બહુ જ મુશ્કેલ વિષય છે .

                                                      ધનવાનો કરતા  ઓછી આવક ધરાવતા લોકો માટે એ બહુજ અગત્યનો પ્રશ્ન છે . તે છતાં ધનવાનો  અને શક્તિશાળી સમાજ એના સેવનમાં  એની મનાઈ ને એમની  પ્રાથમિક સ્વાતંત્રતા પર સીધો હુમલો ગણે છે. અને એનો વિરોધ કરે છે.  જયારે ગરીબ વર્ગ એમની મુશ્કેલીઓમાં એના સેવનને એમની પીડામાંથી મુક્ત થવાનું એક સાધન માને છે.  પરંતુ  એ એમની બરબાદીનું  એક સાધન બની જાય છે. 



                                                        રશિયા , અમેરિકા  અને ભારતે  પણ નશાબંધી કરવા પ્રયત્ન કર્યો છે એમાં રશિયા  અને અમેરિકાને એમાં તદ્દન નિષફળતા  મળી છે . જયારે ભારતના  એના બંધારણમાં   નશાબંધીને    એક  સિદ્ધાંત તરીકે  સમાવેશ કરેલો  છે. આથી ગુજરાત , મહારાષ્ટ્ર,   બિહાર, કેરળ ,  અને કર્ણાટક જેવા  રાજ્યોએ  નશાબંધી ને માટે  કાયદાથી અમલ કરેલો  છે. પરંતુ પરદેશી પ્રવાસીઓ માટે  દવાની જરૂરિયાત માટે પરમીટોની વ્યવસ્થા કરવી પડી છે. 



                                                                તે ઉપરાંત દારૂ જેવી ચીજો પર  બહુ ટેક્સ પણ લગાડેલો છે. પરંતુ ધનવાનો માટે એથી ફર્ક નથી પડતો. જયારે ગરીબો સસ્તો દારૂનો સેવન કરે છે એથી કેટલાએ  મૃત્યુઓ થયા છે. 

                                                                અત્યારે જ કર્ણાટક સરકારે નીમેલી સમિતિનો રિપોર્ટ આવ્યો છે જેમાં  સૂચન કરવામાં આવ્યું છે કે દારૂ પર ટેક્સ એમાં કેટલા પ્રમાણમાં એમાં આલ્કોહલ છે એ પ્રમાણે લગાડવો જોઈએ. 

                                                                 સરકારો અને સામાજિક સંસ્થાઓ ના પ્રયત્નો છતાં  નશાબંધીનો  પ્રશ્ન  હજુ સળગતો પ્રશ્ન બની ગયો છે. પ્રાચીન કાળથી સોમ રસથી શરુ થયેલો એ મુદ્દો હજુ પણ અમર રહ્યો છે. એનો ઉકેલ સરકારીકે  સામાજિક સ્થળે પણ ઉકેલી શકાયો નથી એ સામાજિક કમનશીબી છે. 

                                   ******************************

 

Friday, September 11, 2026

 


આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ -ચીન 

                                                                     ચીને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો  ઉપયોગ રોબોટિક વિજ્ઞાન દ્વારા કરવા માંડ્યો  છે. ક્વિનગદાઓ  શહેરમાં નેઓલિક્સ કંપની દ્વારા ૧૨૦૦ જેટલા સેલ્ફ ડ્રિવન વાહનો વસ્તુઓ પહોંચાડવા માટે મુક્યા છે. આ વર્ષના અંતમાં ત્યાં ૪૦૦૦એવા વાહનો રસ્તા પર હશે .તે ઉપરાંત ૩૩૦૦૦ જેટલા ડ્રોન ડિલિવરી માટે પણ મુકવામાં આવ્યા છે.  આથી વાહનોના ડ્રાઈવરોમાં  રોષ પણ વધી રહ્યો છે.  

                                                                    ચીનમાં આવતા પાંચ વર્ષમાં  700000   રોબો ટેક્સી ચાલશે એવી આગાહી અમેરિકન બેંક ગોલ્ડમેન સાંચ કરી છે. ' મેઇતૂણ ' બીજી એક ચાઇનીસ ડિલિવરી કંપની એ   ડિલિવરી ડ્રોન દ્વારા  ગયા વર્ષે 60 બિલ્લીઓન ડોલર બનાવ્યા હતા . 



                                                                     ચીનમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના લક્ષ સામે એ પણ સાવચેતી રાખવામાં આવે છે કે એનાથી ડ્રાઇવરોની બેરોજગારી વધે નહિ . એથી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની પ્રગતિ ધીમી છે. તે ઉપરાંત સેલ્ફ ડ્રાઇવિંગ વાહનો રસ્તા પર ટ્રાફિક જામ પણ કરી નાખે છે. એ પણ એની પ્રગતિના અવરોધ રૂપ છે. એને લીધે સેલ્ફ ડ્રાઇવિંગ વાહનોને પરમીટ આપવામાં વિલંબ થઇ રહ્યો છે . બીજું કારણ ડ્રાઈવરો ઉંમરમાં વધુ હોય છે અને એ ધંધામાં કમાણી ઓછી હોય છે એથી યુવાનો એ ધંધામાં આવતા નથી. એથી સેલ્ફ ડ્રાઇવિંગ વાહનથી કે ડ્રોનથી બેરોજ઼ઘારીની સંભાવના ઓછી હોય છે. એથી સેલ્ફ ડ્રાઇવિંગ વાહનો ચીનમાં 12 જેટલા શહેરોમાં પ્રવૃત્તિમય છે. સેલ્ફ ડ્રાઇવિંગ વાહનો માણસને હોટેલોમાં પહોંચોડવાનું કામ કરે છે જેથી લોકોની રોજગારીને તેની અસર થતી નથી. એમાં ચીની સરકાર પણ ધ્યાન આપી રહી છે. એથી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને લોકઉપયોગી કામમાં ઉપયોગ થઇ રહ્યો છે.



ઘણી હાઈટેક કંપનીઓ બેરોજગાર ડ્રાઇવરોને ડ્રોન પાર દેખરેખ રાખવા માટે પણ નોકરી આપે છે અને એમને ટ્રેનિંગ પણ આપે છે. આખરે એક દિવસે મનુષ્યને બદલે રોબોટો એમાંનું કામ કરશે અને મનુષ્યો એમના કામો પણ ગુમાવશે પરંતુ એનાથી થતી બેરોજગારીને બીજે કામ લગાડવાની વ્યવસ્થા પણ ઉભી કરવી પડશે એના સંધર્ભમાં દુનિયા ચીન તરફ ધ્યાન આપી રહી છે.

**********************

Sunday, September 6, 2026

 


મોહ 

                                                             ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે મોહ એ માનવીનો મોટામાં મોટો દુશ્મન છે. એનાથી દુનિયામાં મોટા દુષણો ઉભા થયા છે.એના કરતા ભગવાનની ભક્તિનો મોહ વધુ આવશ્યક છે. ઘણી જાતના મોહ હોય છે મનુષ્યને વિચલિત કરી નાખે છે જે જીવનને નરકમય બનાવી મૂકે છે.

                                                           મનુષ્યને  શરીરનો મોહ વધુ સતાવે છે. એ એક સાયા છે કે શરીર અને આત્મા એ મનુષ્ય જીવનના બે પાસા છે. શરીરના મોહને લીધે મનુષ્ય જીવનનું મોટું સત્ય મૃત્યુથી ભયંકર ડરતો રહે છે.  શરીરના નાશવંત સત્યને જાણવા છતાં પણ મનુષ્ય એને બહુજ પ્રેમ કરેછે. શરીર રોગોના આક્રમણોથી હારીને નાશ પામે છે . એમાં  સડો વધી જાય તો દુર્ગંધ ફેલાવી દે છે . અને જો એમાંથી ચેતના જે આત્મા તરીકે ઓળખાય છે એ ચાલી જાય તો નિર્જીવ થઇ જાય છે. એથી એના પ્રત્યેનો મોહ માનવીને નિર્બળ બનાવી મૂકે છે. અંતે તો  મૃત શરીરને દફનાવી કે પછી બાળી નાખવામાં આવે છે.  આવા નાશવંત શરીરનો મોહ રાખી માનવીએ મૃત્યુનો શા માટે ડર રાખવો જોઈએ? એના કરતા એના આત્માને વધુને વધુ પ્રગતિશીલ અને શુદ્ધ બનાવવામાં પ્રયત્નો કરવા જોઈએ. એટલેકે વધુ આધ્યામિકતા વધારવી જોઈએ. 

                                                        બીજો મોહ કીર્તિનો હોય છે. લોકો સ્વ પ્રશંસા તરફ વધુ મહત્વ આપે છે.  ધન દોલતને સારા કામોમાં વાપરવા કરતા પોતાના નામને આગળ ધરવામાં વધુ મહત્વ આપતા હોય છે.  પરંતુ કીર્તિ પણ સમય સમય પ્રમાણે બદલાતી રહેતી હોય છે. જે લોકો આજે તમારી પ્રશંસા કરતા હોય તો આવતી કાલે તમારા માટે ગાલીગલોચ પણ કરશે. નેપોલીઓન જયારે વિશ્વ વિજેતા થઇને  પાછા ફર્યા ત્યારે એમને આવકારવા હજારો લોકો હાજર હતા. એમના સેનાપતિઓ એમને બહાર આવી એમના જુસ્સાને વધારવાની વિનંતી કરી ત્યારે નેપોલિયને કહ્યું કે ' આ કીર્તિ આજે છે પણ કદાચ કાલે આજ લોકો મારા પણ ક્રોધ વરસાવી શકે છે. '  એવા દિવસો પણ ત્યારબાદ નેપોલિયનને જોવા મળ્યા હતા. એટલા માટે કીર્તિનો મોહ બહુ ન હોવો જોઈએ. એમાં પણ વિવેક રાખવો જોઈએ.



                                                    ભગવાનની ભક્તિનો પણ મોહ હોય છે. પરંતુ એ નિસ્પૃહ હોવો જોઈએ . ભગવાનનો મોહ આત્મા શુદ્ધિ  માટેનો હોવો જોઈએ. ઘણા ખરા લોકો મંદિરોના આંટા ફેરા સ્વાર્થ માટે  કે પછી કૈક માંગવા કરતા હોય છે . એનો ફાયદો થતો નથી. આથી  ભગવાનના મોહમાં પણ વિવેકપૂર્વ વર્તવાની જરૂરિયાત હોય છે.  મહાભારતના કાળમાં  કૃષ્ણ અચાનક ભોજન માટે  વિદુરને ઘરે પહોંચ્યા. વિદુરની પત્ની ભગવાન  કૃષ્ણની ભગત હતી. કૃષ્ણને જોઈને તે ભક્તિના મોહમાં ભાન ભૂલી ગઈ.  કૃષ્ણને કેળાનો પ્રસાદ ધર્યો પરંતુ ભક્તિમાં લિન થઇ એણે ભગવાનને કેળાના છોટલા ધરી દીધા અને કેળાનો ગલ બહાર ફેકવા માંડી . વિદુર ઘરે આવ્યા તો જોયુંકે કેળાની ગલ  ઘરની બહાર પડેલો હતો.   અને એમને આશ્ચર્ય થયું . વિદુરની પત્નીએ ભક્તિ મોહમાં લિન થઇ વિવેક ગુમાવી દીધો હતો. આ એક ભક્તિ મોહમાં વિવેક ન ગુમાવવો જોઈએ એનો એક અજોડ પ્રસંગ છે.

                                                 આખરી ધનદૌલતનો મોહ માનવીને અંધ બનાવી દે છે.  એનાથી અસંખ્ય દુષણો ઉભા થાય છે. નીતિથી કમાયેલી કમાણી  ટકી જાય છે. અને અનીતિનું  ધનદોલત દુષણોમાં જ નાશ પામે છે.  એટલા માટે ધનનો મોહ પણ વિવેક માંગે છે.

                             આથી મોહમાં પણ વિવેક અને મર્યાદા હોય છે. એના ભંગથી દુષણો સર્જાય છે. 

                                  *********************************

                            


                                         

  


  

           

                               

  

Wednesday, August 26, 2026



ઊંઘ 

                                                                      ઊંઘ એ માનવી માટે અગત્યની બાબત છે. ઓછી ઊંઘ કે પછી ઊંઘ વચ્ચેના અવરોધો માનવી માટે ઘણી વાર તંદુરસ્તી માટે ભય ઉભો કરે છે. આથી પ્રશ્ન ઉદ્દભવે છેકે ઊંઘ માટે શું મર્યાદાઓ  છે.  સામાન્ય રીતે તમે સવારના ઉઠો અને સ્ફૂર્તિ અનુભવો તો તે ઊંઘને  તંદુરસ્ત માની શકાય .

                      આજકાલ સંધોધનો પરથી મનાય છે કે જેમ ઓછી ઊંઘ તંદુરસ્તી માટે નુકશાનકારક છે તો વધારે પડતી ઊંઘ પણ તંદુરસ્તીને નુકશાન પહોંચાડે છે.  ઓછી ઊંઘ માનવીને રોગિષ્ટ બનાવી દે છે .ઓછી   ઊંઘ બીજો દિવસ વધુ સુસ્ત બનાવી દે છે. મગજમાં તણાવ ઉભા કરે છે અને સાઈકોલોજિકલ પ્રશ્નો પણ ઉભા કરી દે છે . અને ઘણી વાર મોત પણ નોતરે છે. પરંતુ વધુ પડતી ઊંઘ કોઈ રોગની નિશાની પણ ગણાય છે.

                       રિપોર્ટ અનુસાર સ્ત્રીઓ માટે ૬ .૫ કલાકથી ૭.૮ કલાક  સુધીની ઊંઘ અને પુરુષો માટે ૬.૪ કલાકથી ૭.૭ કલાકની ઊંઘ તંદુરસ્તી માટે આદર્શ સમય છે.

                       ચિંતા ઊંઘની બાબતમાં મોટી સમસ્યા છે.  સંધોધનો બતાવે છે કે ચિંતા માણસની ઊંઘ ઓછી કરી  એમની  તંદુરસ્તીને હાનિ કરે છે. એથી ચિંતાને રાતના દૂર રાખવી જોઈએ. તે ઉપરાંત કેટલા કલાક કોઈ ઊંઘે છે એ અગત્યનું નથી પરંતુ કેટલાક કલાક ઊંઘવાથી સ્ફૂર્તિ અને તંદુરસ્તી  સારી રહે છે એ અગત્યનું છે.

                        ****************************  

Thursday, August 20, 2026



જે ડી વાન્સ- વાઇસ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા 

                                                                                        અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ ઈરાન સાથેની સંધિમાં બહુજ અગત્યનો ભાગ ભજવી રહ્યા છે અને એથી એમનું નામ અને કામગીરી મીડિયામાં બહુ જ આવે છે. એમનું વ્યક્તિવ એમના બોસ ટોનાલ્ડ ટ્રમ્પ કરતા ઘણું જ જુદું છે. તે એમને લખેલા એમના પુસ્તકો પરથી જાણવા મળે છે. તેઓ રિપબ્લિકન છે ઓહિયો રાજ્યમાંથી અમેરિકન સેનેટના સભ્ય પણ રહી ચુક્યા છે. એમને જગ વિખ્યાત યેલ યુનિવર્સીટીમાંથી  કાયદાની ડિગ્રી મેળવી છે. 



                                                               તેઓ એમના લખાણ દ્વારા ભગવાનના  વ્યક્તિ તરીકે જાણીતા છે. તેઓ ચર્ચમાં જાય છે.  ચર્ચના પાદરી સાથે બહુજ વિવેક પૂર્ણ આચરણ કરે છે. તેઓ  પ્રભુની પ્રાર્થના કરતા રહે છે. અને તેઓ એમના પુસ્તકનો અંત પણ ' અમેન'  શબ્દથી કરે છે. તેઓ પોતાના કામને બહુજ મહત્વ આપે છે. એમને  મેટથયુઝનું કહેલું એક વાક્ય બહુજ પસંદ છે. જેમાં કહ્યું છેકે 'માણસે લાવેલા પરિણામો એની ઓળખાણ છે.'

                                           જે ડી વાન્સ એ બે પુસ્તકો 'હિલ બિલી એલીજી'  અને 'કોમમ્યુનિઓન ' લખ્યા છે. એ વાંચવાથી એમના વ્યક્તિત્વને જાણી શકાય છે કે તેઓ બહુજ ધાર્મિક વ્યક્તિ છે.



                                        એમની પત્નીનું નામ ઉષા વાન્સ છે જે ભારતીય અમેરિકન છે.  અમેરિકન અને ઈરાન વચ્ચેના યુદ્ધનું પરિણામ ગમે તે આવે પરંતુ એના અંત માટેની વાટાઘાટમાં જે ડી વાંસ અગત્યનો ભાગ ભજવી રહ્યા છે. જેનો દુનિયા આતુરતાથી  રાહ જોઈ રહી છે કારણકે દુનિયાની અર્થ વ્યવસ્થા અત્યારે ખરાબ વખતમાંથી પસાર થઇ રહી છે.

                       ********************************

 

Sunday, August 16, 2026



પ્રેમ અને ક્રોધ  

                                                        ક્રોધ એ મનુષ્યનો મોટો દુશ્મન છે. ક્રોધ આવે છે ત્યારે મનુષ્ય  વિચાર હીન થયી  જાય છે.  ક્રોધમાં તે શું કરી રહ્યો છે  બોલી રહ્યો છે એનું એને કઈ ખ્યાલ હોતો નથી.  એટલા માટે જયારે ક્રોધ આવે છે ત્યારે માણસે  ધીરજ રાખી અને અમુક સમય માટે મૌન ધારણ કરી લેવું જોઈએ. પછી શાંત થઇ વિચાર કરીને આગળ વધવું જોઈએ. 

                                         મહાભારતમાં  કટાક્ષમાં  દ્રૌપદીએ  દુર્યોધનને  સંભળાવ્યું હતુંકે ' આંધળાનો પુત્ર આંધળો જ હોય'  કારણકે દુર્યોધનનો પગ પાંડવોના માયાવી મહેલમાં આભાસમાં પાણીમાં પડી ગયો હતો.  આ કટાક્ષથી દુર્યોધનને ક્રોધ એવો આવ્યો કે પાંડવો પર વેર લેવાનું નક્કી કર્યું હતું.  દુર્યોધને વિચાર કરીને એ કટાક્ષને  હળવેથી લેવો જોઈતો હતો. પરંતુ એ ક્રોધે મહાભારતનું  યુદ્ધ નોતર્યું  હતું અને મહા વિનાશ થયો હતો. 

                                     જીવનમાં જો માણસ ક્રોધ પર  કાબુ કરી લે તો પછી પ્રેમ જ ખીલે છે. જયારે પ્રેમ ખીલે ત્યારે આનંદ  પ્રવર્તે છે. જે સુખનો અનુભવ કરાવે છે. 

ઘણા બીજાઓની વૈરિક પ્રવૃતિઓથી  ક્રોધનો અનુભવ કરે છે. પરંતુ બીજા કરતા તમારો ક્રોધ જ વધારે નુકશાન લાવે છે અને બે શબ્દનો પ્રેમ દૂર થઇ જાય છે. કારણકે ક્રોધ અને પ્રેમ સાથે રહી શકે  જ નહિ. 

                                   કેટલીક વાર જીવનમાં દુષ્ટ તત્વો સામે ક્રોધની પણ જરૂર પડે છે. ભગવાન કૃષ્ણે શિશુપાલને 100  ગાળો સુધી માફ કર્યો હતો પણ 101 ગાળો વખતે એમનો ક્રોધ ભભૂકી ઉઠ્યો અને એનો વધ કરી નાખ્યો હતો. એ ભગવાનનો વિચારેલો ક્રોધ હતો જેનો અમલ કરવામાં આવ્યો હતો. 



                                   બીજું પ્રેમથી જોડાએલી વ્યક્તિઓ  વચ્ચે પણ કદીક ક્રોધ આવેતો પ્રેમ અદ્રશ્ય થઇ જાય નો છે પણ ક્ષણિક હોય છે. કારણકે ક્રોધ દૂર થતા જ અને શાંતિથી વિચારતા પ્રેમ સબંધ પાછો શરુ થઇ જાય છે.  જેમકે દરેક પતિ પત્ની વચ્ચે કદી ક્રોધમાં અણબનાવ થાય છે પરંતુ ક્રોધ ચાલી જતા  પ્રેમ સબન્ધ પાછો ચાલુ થઇ જાય છે. 

                                 આથી કહેવાય છે કે ક્રોધનો ત્યાગ કરવાથી પ્રેમનો ઉદ્ધવ થાય છે. અને શાંતિ અને સુખનો અનુભવ થાય છે. 

                    ********************************** 

Wednesday, July 15, 2026



આર્ટિફિશ્યલ ઇન્ટ્લલિજન્સ અને એની અસર 

                                                               ભારત આજે દુનિયામાં ૩૧૫ બિલ્લીઓન ડોલર જેટલી આવક એક વર્ષમાં  સોફ્ટવેર  એન્જિનિયર મારફતે  આઉટસોર્સિંગમાં  દ્વારા કમાય છે .  આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આવ્યા બાદ એના પર અસર પડશે એવી આગાહી થઇ રહી છે . એનું કારણ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ  ગતિ અને થોડા માનવ કલાકમાં ઘણું મોટા પ્રમાણમાં કોડિંગનું  કામ કરી શકે છે. 

                                                           ભારતમાં ઈંફોસીસ અને ટાટા કન્સલ્ટન્સી   જેવી ભારતીય કંપનીઓ અમેરિકાને હજારો સોફ્ટવેર એન્જીનીયર્સ  મોકલાવે છે જે અમેરિકન કંપનીઓમાં કોડિંગનું  કામ કરે છે. જયારે એ જ કામ જો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ  દ્વારા થવાનું હોય અને બહુ ઓછા લોકોથી થઇ શકાતું હોય ત્યારે ભારતીય  આઇટી  ઉદ્યોગને એની અસર પડી શકે છે.

                                                                   ભારતની કન્સલટનસી  કંપનીઓ  હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને   વધુને વધુ ફાયદાકારક અને અસરકારક  બનાવી શકાય એ દિશામાં  કામ આગળ વધારી  રહી છે. નંદન નિલેકાની , ઈંફોસીસના સ્થાપક કહે છે કે 'ભારતીય  કન્સલ્ટન્સી કંપનીઓને એમાં ૨૦૩૦ સુધીમાં ૩૦૦થી ૪૦૦ બીલીઓન ડોલ્લર્સ જેટલી આવક થવાનો સંભવ છે'.



                                                          ભારતમાં રહેલી ગ્લોબલ કેપેબીલીટી  કંપનીઓ જેઓ ભારતીય એન્જીનીરોને  રાખે છે એ  કન્સલટનસી  કંપનીઓ  કરતા પણ વધારે ભારતીય આઇટી એન્જીનીયરને હવે નોકરી આપે છે .  તે ઉપરાંત વેલ ફાર્ગો અને લુલુણેમોં જેવી  કંપનીઓ પણ ભારતીય એન્જીનીરને સીધા એમની  જરૂરિયાત પ્રમાણે નોકરીઓ આપે છે . આમ ભારતીય આઇટી એંજિનિરોની જરૂરિયાત કોઈ પણ સંજોગોમાં ઓછી થવાની નથી .

                                                             આથી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ  ભારતીય આઇટી  ઉદ્યોગને બહુ અસર કરી શકે એમ નથી.

                       ***************************************

                                     

Wednesday, July 8, 2026

 


મન 

                                                               દુનિયામાં મનુષ્ય પાસે ધન, દોલત, સત્તા તથા બધી જાતની સાયબી હોય તો પણ મનુષ્યને મનની શાંતિ કે પછી મન પર કાબુ ન હોય તો એને સુખ પ્રાપ્ત થતું નથી.  એવા અનેક દાખલાઓ જીવનમાં  જોવા મળે છે.  એવા અનેક દાખલાઓ પુરાણમાં પણ જોવા માટે છે . એમાં રાવણનો  દાખલો અનોખો છે. 

                                  જે રાવણની લંકા સોનાની હતી. જેની પાસે અઢળક સત્તા અને સંપત્તિ  હતી . જે રાવણ ગ્રહોની ગતિ પર કાબુ ધરાવતો હતો. તે પ્રચંડ જ્યોતિષી હતો . શનિ જેવા ગ્રહો જેના ઘરમાં પાણી ભરતા હતા. જે  ચારે વેદો , સ્મૃતિ અને પુરાણોનો જ્ઞાતા હતા. એને પણ મનની શાંતિ અને કાબુ માટે શિવજીની આરાધના કરી હતી. 

                                       એ શિવજીને પ્રાર્થના કરતો હતો કે એને મનની દુર્ગતિથી મુક્ત થવું છે. એ  મનની ખરાબ વૃત્તિઓથી જેવીકે લોભ, ક્રોઘ, અહંકાર , દ્વેષ, અને મોહ થી મુક્ત થઇપરમ  શાંતિ જોઈતી હતી .

                                           એને એકાંત જંગલમાં  ઝૂંપડીમાં  બનાવી ઝરણાને કિનારે બેસી મનની શાંતિ માટે ધૂની ધુણાવી શિવજીની તપશ્ચર્યા કરવી હતી.  રાવણે એના શિવ તાંડવઃ  સ્રોતમાં એનો ઉલ્લેખ કર્યો છે.  એણે શિવજીને એની દુમરતીમાંથી  મુક્ત કરવાની પ્રાર્થના કરી છે. 



                                                   ઇતિહાસમાં મહાન સિકંદર પણ  વિશ્વ વિજેતા બન્યા છતાં મનથી  દુઃખી હતો . એણે એના સરદારોને કહ્યું હતુંકે એના જનાજામાં એના બે ખાલી હાથો બહાર રાખવા જેથી લોકોને ખબર પડેકે મહાન વિજેતા સિકંદર  બધું હોવા છતાં આ દુનિયામાંથી ખાલી હાથે ગયો હતો. આજ બતાવે છે કે બધું હોવા છતાં એ મન પર કાબુ ધરાવતો ન હતો . અને એ દુઃખી હતો .

                                                આનાથી ઉલ્ટું ઘણા સંતો અને સાધુઓ પાસે કઈ નથી હોતું પણ તેઓનું જીવન   સુખી  અને  શાંતિમય હોય છે કારણકે તેમનો એમના મન પાર સંપૂર્ણ કાબુ હોય છે.  આથી ટૂંકમાં જીવનમાં દરેકે સૌથી પહેલા પોતાના મન પર કાબુ કરવો જરૂરી  છે. 

                                 ****************************   

                                     

                    . 

         


Sunday, July 5, 2026



 રંગેબેરંગી  ભારત 

                                              માર્ક  ટ્વેઇન  એ ભારતમાં પ્રવર્તતા  વિવિધ રંગોની પ્રશંસા  કરી છે. અને ભારતીય રંગોથી  એ બહુજ પ્રભાવિત થયા હતા . ભારતના વિવિધ રંગો એના ફળો , ફૂલો ,  શાકબાજીઓમાં ,મસાલાઓમાં અને કાપડના રંગોમાં છલકે છે. 

                             વસંતના હોળીના તહેવારોમાં ભારત રંગોથી રંગાઈ જાય છે. જાતના રંગો એક બીજા પર નાખી પ્રેમપૂર્વક હોળી કુટુંબો , સ્નેહીઓ અને મિત્રોમાં ઉજવાય છે. બાળકો અને  વયસ્થો  સર્વ હોળીના પર્વમા જોડાય છે . અને દરેકના ચહેરા પર તથા રસ્તાઓ અને મકાનો પણ રંગોથી રંગાઈ જાય છે.  આમ સારું ભારત રંગોમય બની જાય છે. 



                             ભારતની આર્થિક પ્રગતિ આજે દુનિયામાં બહુજ ગતિથી વધી ગઈ છે. રસ્તાઓ , પુલો , બંદરો , ઐરપોર્ટો , રીફીનરીઓ , ઉધોગીક વસાહતોનું  બાંધકામ  ગતિથી વધી રહ્યું છે. એમાંથી ઉડતા  પ્રદુષણોને   રોકવા  જ્યાં ત્યાં લીલા રંગની નેટો  નજરે પડે છે. 

                                  પ્રદુષણ મુક્ત કરવા માટે રીક્ષાઓ પણ ગૅસથી ચલાવવા માટે  હુકમ  ભારતીય સુપ્રીમ  કોર્ટે કર્યો એટલે ગૅસથી ચાલતી  રીક્ષાઓનો રંગ પણ  પીળો બનાવી દેવામાં આવ્યો છે.  આથી પીળા રંગે રસ્તાઓ પર રીક્ષાઓને આકર્ષિત કરી નાખી છે.  સુઝુકીએ  પણ એના 'હેટચબેક'  મોડેલને  નેપલ્સ પીળો રંગે રંગીને રસ્તાઓ પર મૂકી છે .



                             ભારતની સૌથી વિશાલ  રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ  સેફરોન રંગને અપનાવી ભારતીય રાજકારણને સેફરોન  બનાવી દીધું છે.  તે ઉપરાંત  સેફ્રોન રંગ હિન્દૂ, બૌદ્ધ  ધર્મ અને ભારતના રાષ્ટ્રીય ઝંડા પર પણ સંકળાયેલ  છે. 

                         ભારતીય ક્રિકેટ ટીમ   પણ હવે  મેદાનમાં  વાદળી રંગોની જર્સી પહેરીને મેદાનમાં  ઉતરે છે.  અને સફેદ રંગના ઈલેકટ્રીક બલ્બોની જગ્યાએ ભારતમાં નિઓન  લાઇટ એ જગ્યા લીધી છે.  આમ આજે ભારતીય વાતવરણ રંગમય  બની ગયું છે. 

                                 ***********************


Thursday, June 18, 2026



 દુનિયાનો સૌથી વિશાળ કેસિનો 

                                                            દુનિયાનો વિશાળ  કેસિનો ' યુનાઇટેડ આરબ એમિરાટ્સમાં 'દુબઈની નજીક તૈયાર થઇ રહ્યો છે.  આમ તો ઇસ્લામમાં જુગારને નામંજૂર કરવામાં આવ્યો છે  પરંતુ હવે ' યુએઈ ' ઇન્વેસ્ટમેન્ટ અને પ્રવાસન ઉપરાંત હવે દેશની આવક વધારવા માટે જુગારને પણ દેશમાં લાવવામાં આવશે જેથી દેશની સમૃદ્ધિ વધે અને જયારે તેલની  આવક બંધ થાય ત્યારે એના પૂરક બની રહે. 

                                                        એ વિશાળ કેસિનો દરિયા કિનારે ' રાસ અલ ખૈમાહ 'ખાતે બની રહ્યો છે. કેસિનીની ઊંચાઈ 350 મીટર જેટલી હશે . આવતા વર્ષે એને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.  એ કેસિનો માટે દેશના કાયદામાં પણ સુધારો કરવામાં આવ્યો છે.  'યુએઈ' માં ધનવાનોને એમના પૈસાના ઉપયોગ કરવામાં અને લોકોને મનોરંજન પૂરું પાડવા માટે એ ભવ્ય કેસિનો બાંધવામાં આવી રહ્યો છે. એ કેસિનો પાછળ એને લાસ વેગાસ અને મકાઉની જેમ વિકસિત કરવાની 'યુએઈના' સત્તાવાળાઓની  મુરાદ છે. 



                                                   એ કેસિનોમાં યુરોપ ,અને પૂર્વ  એશિયાના લોકોને પણ આકર્ષિત કરવાની યોજના છે.  1.4 મિલિયન પ્રવાસીઓને 'યુએઈ'એ ગયે વર્ષે આકર્ષિત  કર્યા  હતા પરંતુ હવે આ નવા વિશાળ કેસિનો દ્વારા પ્રવાસીઓનો આંકડો હવે ૫.૩ મિલિયન એક દસકામાં  વધારવાનો' યુએઈ' નો ઈરાદો છે. 



                                                       આમ પણ 'યુએઈમાં' 10000 જેટલા મિલ્લીઓનર્સ છે જેની કિંમત 63 બિલ્લીઓન ડોલર જેટલી છે.   અમેરિકન  કેસિનો કંપની ' વિંન રિસોર્ટ'  જ   આ નવો રિસોર્ટ ચલાવશેઅને એ લોકો  માને છે કે ' યુએઈનો' નવો કેસિનો વાર્ષિક ૧.૭ બિલ્લીઓન ડોલર જેટલી આવક કરશે .

                                                            યુએઈ સત્તાવાળાઓ  જુગાર અને બેટ્ટીન્ગ  વ્યહવાર પર  કેટલો કાબુ રાખે છેકે પછી એના પર  અંકુશ રાખી શકે છે એના પર કેસિનોની સફળતાનો આધાર રહેશે .

                                                   **************************** 

Wednesday, June 10, 2026




પિન્ક શહેર જયપુર 

                                    જયપુરને યુનીસકો દ્વારા   દુનિયાની  પુરાતન હેરિટેજ  શહેર જાહેર કરેલ છે.  એ એના ઇતિહાસિક કિલ્લા , હવેલીઓ , મહેલો  અને બગીચાઓ માટે જાણીતું છે.  તે ઉપરાંત સારું શહેર પિન્ક રંગથી રંગીત છે એનાથી એનું સૌંદર્ય  વધી જાય છે આમ એ  રાજસ્થાનના  મોટા એવા જયપુર રજવાડાનું એક વાર રાજધાનીનું ઐતહાસિક શહેર પણ છે. 



                                          એ શહેરમાં 800 જેટલી ઐતહાસિક હવેલીઓ પણ આવેલી છે. એના જુદા જુદા મહોલ્લાઓ છાપખાના , માર્બલ મૂર્તિઓ બનાવવામાં   કે પછી  જાતિઓ પ્રમાણે ધંધાઓમાં વહેંચાયેલા  છે.  પરંતુ જેમ શહેર વિકસતું જાય છે તેમ તેમ જૂનીઇતિહાસિક  હવેલીઓ ભોંય ભેગી થતી જાય છે.  એ શહેરની કમનસીબી  છે.  કેટલીક હવેલીને તો તોડીફોડીને ન ઓળખાય એવી આધુનિક બનાવી દેવાય છે. 



                                     પિન્ક રંગથી રાજા રામસિંઘે ૧૮૭૬માં  જયપુરને  રંગી એને અનોખું અને સુંદર સ્વરૂપ આપ્યું હતું. એને બ્રિટિશ રાજાના આગમનના પહેલા શણગારવામાં  આવ્યું હતું.   પરંતુ અત્યારે એ શહેર  પર્યાવણ અને જુદા આછા રંગોથી રંગાયેલા શહેરનો દેખાવ પહેલા જેવો રહ્યો નથી. ખુલ્લી ગટરો અને લટકતા ઇલેક્ટ્રિક વાયરોએ શહેરના સૌંદર્યને બગાડવામાં મોટો ભાગ ભજવ્યો છે. એમાં  સુધારો કરવામાં હેરિટેજ શહેર પાસે પૂરતું ફંડ પણ લાગતું નથી. 



                               હવે તો યુનિસ્કો  દ્વારા હેરિટેજ હટાવવાના  કોઈ પગલાંજ શહેર ના સત્તાવાળાઓની  ઊંઘ ઉડાડી શકે એમ છે.  એનું ઇતિહાસિક મહત્વ જાળવી રાખવામાં પિન્ક રંગને જાળવી રાખવામાં શહેરનું હિત સમાયેલું છે. સત્તાવાળાઓને  પણ એમાં રસ હશે.

                                             ***********************  


                                               

Wednesday, June 3, 2026

 


વીઆઈપી  ક્લચર -  અગત્યની વ્યક્તિઓ   

                                                                       વીઆઈપી સંસ્કૃતિ એ ભારતને ગુલામીની એક ભેટ છે.  ઇંગ્લેન્ડે ભારત પર રાજ કર્યું ને અને પ્રજાને દબાવવાકે પછી એમનામાં  ભય ઉત્તપન કરવામાટે  એમના અમલદારો જયારે પ્રજામાં જતા ત્યારે સાથે  પોલીસોના મોટા રસાલા સાથે ફરતા. એનાથી ભલે પ્રજાને અડચણ પડે એની એમને પડી  ન હતી. 

                                               અમેરિકામાં  લોકશાહી  છે ત્યાં ગવર્નર , હોય કે કોંગ્રેસના સભ્ય હોય કે કોઈ મોટા સરકારી ઓફિસર હોય તે તમારી પાસેથી પસાર થઇ જાય તો ખબર પણ  ન પડે . કારણકે તેઓ  પ્રજાના સેવક છે અને લોકોએ તેમને નીમેલા છે એનાથી તેઓ જાગૃત છે. અને પ્રજા પર ખોટો પ્રભાવ પાડવા પ્રયત્ન કરતા નથી.



                                          ભારતમાં ચૂંટાયેલા મંત્રીઓ, ઉંચ્ચ  અમલદારો ગાડીઓ અને અંગરક્ષક દળનાકાફલાઓ સાથે ફરે છે. એનાથી જનતાને ઘણી વાર અગવડ પડે છે. ઘણીવાર રસ્તાઓ જામ થઇ જાય છે.  વાહન વ્યહવાર ખોરવાઈ જાય છે. લોકો માટે રસ્તાઓને  બંધ કરી દેવામાં આવે છે.  એમાં સામાન્ય માનવીનેજ વધારે હેરાનગતિ થાય  છે . ટ્રાફિક લાઈટ પર પણ વીઆઈપી કાફલો નીકળી જાય છે. જે  સામાન્ય લોકો માટે અંધાધૂંધી સર્જે છે .




                                            ભારત આઝાદ થયા બાદ  ઘણા  ચૂંટાયેલા સભ્યો એ પણ ભૂલી જાય છે કે તેઓ  જનતાના સેવક છે.  તેઓ તેના માલિક નથી. તાજેતરમાં  ઉત્તર ભારતમાં  એક ધાર્મિક સમારંભમાં  37 માણસોના ધક્કાધક્કીમાં  સામાન્ય માણસોના મૃત્યુ થયા હતા કારણકે સમારંભના મોટો ભાગ વીઆઈપી  માટે રાખ્યો હતો .  એક એવાજ સમારંભમાં  ધક્કાધક્કીમાં   કેટલોક રસ્તાનો ભાગ વીઆઈપી  માટે અલગ રાખવામાં આવ્યો હતો.  

               મૂળમાં હવે વીઆઈપી સંસ્કૃતિ  રક્ષાને  બદલે હવે  દરજ્જાનો વિષય બની રહયો  છે.   

                                      **********************

                                                        


Friday, May 15, 2026

 


રુપિયાની પડતી 

                                          ભારતની રૂપિયાની કથળથી સ્થિતિ  ચિંતાજનક   બની રહી  છે. ભારત સરકાર માટે પણ એ મોટો કોયડો બની ગયો છે. અત્યારના આધુનિક ગલ્ફ યુદ્ધના વખતે રૂપિયો ગબડીને ડોલર સામે ૯૪.૬૫ પર  પહોંચી ગયો છે. અને થોડા જ સમયમાં એ 100 પર  પહોંચી જાય તો નવાઈ નહિ. 

                                   2010 ની આજુબાજુમાં ભારત સરકાર રૂપિયાની કથળથી  સ્થિતિ માટે બહુજ ટીકામાં આવી ગઈ હતીં . તે વખતે મોંઘવારી બહુ વધી ગઈ હતી. ખર્ચાઓ આવક કરતા વધી ગયા હતા . અને ભ્રષ્ટાચાર ચરમ સીમા પર  હતો . સરકાર બદનામ થઇ ગઈ હતી. ફોરેન એક્સચેન્જનું બેલેન્સ બહુ વિકટ હતું .

   .                                પરંતુ અત્યારે જયારે ભારતીય અર્થવ્યવસ્થા સ્થિર છે.  મોંઘવારી કાબુમાં છે . ફોરેન એક્સચેન્જનું સારું એવું બેલેન્સ છે. અને દેશનો આર્થિક વિકાસ સારો છે ત્યારે રૂપિયાનું કથળવું આશ્ચર્યજનક છે. આથી એના કારણો તપાસવા જરૂરી છે. 



                                   એનર્જીના અને વપરાશની  વસ્તુઓના  ભાવ ગલ્ફ યુદ્ધને કારણે ઉપ્પર જઈ રહ્યા છે. ટ્રમ્પના ટેર્રીફે અને આંતરિક નબળા બઝારોને લીધે રૂપિયા પાર સારો એવું દબાણ છે.  તે ઉપરાંત સરકારની આંતરિક નીતિઓ પણ નબળા રૂપિયા  માટે જવાબદાર ગણવામાં આવે છે.  એક એવું પણ કારણ છે જે  આર્થિક નહિ  પણ રાજકીય હોઈ શકે.

                                   તે છતાં મજબૂત રૂપિયો  એ દેશને  ગૌરવ અપાવે છે માટે એને મજબૂત બનાવવા માટે પૂરતા પ્રયાસો કરવાની જરૂર છે. 

                                                  ****************************

 

                                  

Monday, May 11, 2026


 


ગ્રીનલેન્ડ 

                                                                                            ગ્રીનલેન્ડ અત્યારે બહુજ સમાચારમાં છે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પએ એનો કબજો લેવાની વાત શરુ કરી છે.  ગ્રીનલેન્ડ  પર અત્યારે ડેન્માર્કનો કબજો છે અને ડેન્માર્ક  અત્યારે નાટોનું સદસ્ય છે. એથી ગ્રીનલેન્ડ પરનો હુમલો એ નાટો દેશ પાર હુમલો ગણાય . યુરોપ ના  બધા દેશો એના સદસ્ય છે  એથી ટ્રમ્પની જાહેરાતે મામલો ગૂંચવાયેલો છે. ડોનાલ્ડ ટ્રમ્પનું માનવું છે કે રશિયા અને ચીનની ગ્રીનલેન્ડ ના દરિયામાં દરમિયાન ગીરીને  લીધે  ગ્રીનલૅન્ડના રક્ષણની જવાબદારી અમેરિકા એ લઇ લેવી જોઈએ.  પરંતુ બીજું એક એવું રહસ્ય ગ્રીનલેન્ડ માં છુપાયેલું  અને એ ત્યાંના કિંમતી ખનીજ ભંડારો છે. જેના પર પણ અમેરિકાની નઝર છે. 



                                       પરંતુ યુરોપના દેશોએ અમેરિકાના ઈરાદાનો વિરોધ કર્યો છે. એથી એ આંતરાષ્ટ્રીય કટોકટીનો ભાગ બની ગયો છે. આમ તો ગ્રીનલેન્ડ નિર્જન  અને બરફીલો પ્રદેશ છે અને જુના વખતથી ડેન્માર્કનો ભાગ છે જેને ડેન્માર્કે આંતરિક સ્વાત્રંત્રતા પણ આપેલી છે. તે ઉપરાંત ગ્રીનલૅન્ડનો આર્કેટિક સમુદ્ર ઉત્તરના સમુદ્ર માંર્ગોમાંનો એક બહુ જ અગત્યનો માર્ગ અમેરિકા રશિયા , ચીન અને યુરોપ માટે છે. એથી એની મહત્વતા વધુ છે. 

                                    તે ઉપરાંત ગ્રીનલૅન્ડના પુરાતન નોર્સ વસાહતીઓનો એક ઇતિહાસ છે જેના પુરાતન અવષેશો કોપેન હેગન ના મ્યુઝિયમમાં પડેલા છે . જેમાં 

કોફિન્સ , હાડપિન્જરો  અને તે જમાનાના  લોકોના કપડાં પણ  રાખવામાં આવ્યા છે.  કેટલાક તે વખતના વપરાતા સાધનો  અને પહેરવાના ઘરેણાઓ પણ રાખવામાં આવ્યા છે .એજ બતાવે છેકે ગ્રીનલૅન્ડનો પોતાનો પુરાણીક ઇતિહાસ પણ છે. તે વખતના વસાહતીઓને યુરોપ સાથે સબંધ  હતો પરંતુ નૈસર્ગીક બદલાવને કારણે  ગ્રીનલેન્ડ યુરોપથી વિખુટી પડી ગયું હતું . પહેલા જે ઉનાળામાં બરફ ચાલી જતો તે ત્યાં હંમેશને માટે બરફીલો પ્રદેશ બની ગયો.  



                                                  આને કારણે નોર્સલોકો  વિકટ  મૌસમને સહન  ન કરી શક્યા પરંતુ એસ્કિમો એ પ્રદેશની  બરફીલી આબુહવાને અનુકૂળ બનાવી  ત્યાં રહેવા માંડ્યા. 

                                                   મૂળમાં ગ્રીનલેન્ડજેવા બરફીલા પ્રદેશને  જે સમાચારમાં પ્રસિદ્ધિ મળી છે  એનું કારણ  એના અમૂલયો ખનીજો અને  એની  આંતરાષ્ટ્રીય  દરિયાઈ માર્ગની મહત્વતા છે. 

                               ************************

                                    t

Wednesday, May 6, 2026

 


મગજ અને વૃદ્ધાવસ્થા 

                                            વૃદ્ધાવસ્થામાં  ઘણા વયસ્થો  મગજની બીમારીથી પીડાઈ છે.  તેમાં વિસ્મૃતિ  જેવી બીમારી સામાન્ય છે.  જ્યારે તદ્દન વિસ્મૃતિ એટલેકે  જાતનું ભાન ભૂલી જેવી બીમારી જેને આલ્ઝામેરની  બીમારી કહેવામાં આવે છે જે  દયાજનક  હોય છે. 

                                          એવું કહેવાય છેકે ' તમારી મગજની ' જિનેટિક' બીમારી ફક્ત 25% જેટલી જ હોય છે પણ બેદરકારીને લીધે આવતી મગજની બીમારી 80% જેટલી હોય છે . આથી કાળજી લેવાથી ઘણી ખરી મગજની બીમારીને અટકાવી શકાય છે અથવા હળવી બનાવી શકાય છે. 



                                            આથી વૃધ્ધ્વસ્થામાં નવી નવી વસ્તુઓ કરવામાં વધુ ધ્યાન આપવાની જરૂરિયાત છે. નવી વસ્તુઓ તે અવાસ્થામાં મગજને માટે ખાતર સમાન બની રહે છે અને મગજને ફળદ્રુપ બનાવે  છે. નવી નવી વસ્તુઓ કરવાથી મગજ વધુ તાજી લાગણીઓ અનુભવે છે. દરેક દિવસે જેટલું નવું કઈ કરો તો તમારું મગજ યુવાની લાવે છે. 

                                                 તે ઉપરાંત વૃદ્ધોએ એક કામ હાથમાં લેવું અને એના પરજ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ . એક સાથે ઘણા કામોની પાછળ રહેવાથી ધ્યાન કેન્દ્રિત કરવાથીં મગજમાં ગુંચવાડો ઉભો થાય અને મગજને આડ અસર થાય છે અને માનસિક બીમારી વધે છે. એકજ કામમાં મગજને કેન્દ્રિત કરવાથી મગજની શક્તિ વધે છે અને એની ત્રિવતા પણ વધારો થાય છે.  એનાથી મગજ પરનો કાબુ પણ વધે છે. 



                                                મિત્રો અને સ્વજનો સાથે સતત સંપર્કમાં રહેવાથી પણ મગજ ને સારો એવો ફાયદો થાય છે.  એ મગજને તાજું અને  એકટીવ  કરે છે.  લોકોના સંપર્કમાં રહેવાથી અને લાગણીઓ તરબોળ  થવાથી મગજને નવજીવન મળી રહે છે. 

                                                    રાત્રે પુરતી  નિદ્રા લેવાથી મગજને આરામ  મળી રહે છે. એ મગજ કાર્યને વધુ  કાર્યવત અને સ્મૃતિ શક્તિને વધારે  છે. 

                                                      બીજું જીવનમાં વધુ ક્તુહલતા વધારવાની પણ જરૂરત છે જેથી નવી મગજને પ્રવૃતિમય બનાવી શકાય અને એને વધુ ત્રીવ બનાવી શકાય. તે ઉપરાંત ઉંમર એ ફક્ત આંકડા છે એને ભૂલી વધુને વધુ જીવન પર લક્ષ્ય આપવાથી, વધુ આનંદ અનુભવવાથી , કે ચર્ચાઓ કરવાથી મગજ યુવાની અનુભવવા માંડે છે. જે એની તંદુરસ્તી માટે લાભકારક  છે. 

                                    **************************** 

                                                   

                                     


Saturday, April 18, 2026

 



શ્વાસોશ્વાસની પક્રિયા  - નાક   અને મુખ 

                                                                              શ્વાસોશ્વાસની  પક્રિયા એ શરીર  માટે બહુજ  અગત્યની પક્રિયા છે. તમે  નાકથી શ્વાસ લો તો એ વધારે આરોગ્યદાયક હોય છે. તે ઉપરાંત જયારે નાક ભરાઈ જાય અને બંધ થઇ જાય ત્યારે ઘણા લોકો મોઢાથી પણ  શ્વાસ  લે છે. 

                                        નાકની શ્વાસો  લે એના ઘણા ફાયદાઓ  છે. એની  અંદર  ફિલ્ટર સિસ્ટમ છે જેથી જે હવા ફેફસામાં જાય તે શુદ્ધ હોય છે.બીજું  નાક  થોડું  હુંફાળું  અને ભીનું  હોય છે જે માનવીય તંદુરસ્તી માટે સારું  છે. એમાંથી શ્વાસ લેવાથી એ નાઇટ્રિક ઓક્સસાઈડ  વધારે છે જે શરીરની નસોને પહોળી બનાવે છે જે  બ્લડ પ્રેસર ઓછું કરે છે . 



                                 મોંઢાથી  શ્વાસ લેવાથી  ઘોરવાનું વધી જાય છે.  તે ઉપરાંત નિદ્રાને પણ બગાડે છે અને શ્વાસોશ્વાસ બંધ થવાથી ગળાના સ્નાયુઓ હવાને પણ અવરોધે છે. એ માનવી તંદુરસ્તી માટે બરાબર નથી.  બાળકો માટે મોઢાનો શ્વાસોશ્વાસ એમના મોંઢાનાં દેખાવને પણ બેડોળ બનાવે છે. 

                                  મોઢાના શ્વાસોશ્વાસ  રોકવા માટે રાત્રીએ  હળવા ટેપ લગાડવાના પ્રયોગો  પણ કર્યા  હતા . એના પ્રયોગોમાં  અમુક કેસોમાં ઘોરવાનું ઓછું થઇ ગયું હતું.  શ્વાસોશ્વાસના  કલાકમાં અવરોધો પણ ઓછા અને અડધા થઇ ગયા હતા.  

                                 પરંતુ જેને નાકમાં  નેસલ અવરોધો  હોય  છે  એના માટે મોંઢા પાર ટેપ લગાડવાના પ્રયોગો  શરીર તંદુરસ્તી માટે હાનિકારક   હોયછે.  એવા લોકો માટે નિષ્ણાત  ડોક્ટરો પાસે માવજત લેવી આવશ્યક છે. 

                            ****************************************     

Friday, April 10, 2026

 


ઇંગ્લેન્ડમાં ભારતીય  વસાહતીઓ  

                                                                               ઇંગ્લેન્ડે ભારતપર 200 સુધી રાજ કર્યું અને ભારતની સમૃદ્ધિનું શોષણ કર્યું. ભારતીય જુના અને સમૃદ્ધ ઉદ્યોગોનો નાશ કરીં પોતાના માલોને ભારતમાં  ઘુસાડી કરોડો રૂપિયા ભારતમાંથી ઉપાડી ગયા અને ભારતની હાલત બુરી કરી નાખી. 

                                                એક  ભારતીયે  આજે ઇસ્ટ ઇન્ડિયા કંપની જેણે ભારતમાં બ્રિટિશ રાજનો પાયો નાખ્યો હતો એને ખરીદી લીધી છે એ પણ સમયની બલિહારી  છે. ભારત સ્વાતંત્ર થયા પછી ફરીથી સમૃદ્ધિને પથ પર આગળ વધી રહ્યું છે.  એનું બુદ્ધિ ધન પાછું વિશ્વમાં એમની શક્તિ પાથરી  રહ્યું છે. 

                                           એમાં બ્રિટન પણ બાકાત નથી . આજૅ પશ્ચિમના દેશોમાં પરદેશી બુદ્ધિ ધન સામે ઝુંબેશ ચાલે છે.  એમાં ઇંગ્લેન્ડ પણ બાકાત નથી .



પરંતુ ભારતીય વિના ઇંગ્લેન્ડ કેટલું લાચાર છે એ ઘણાને ઓછો ખ્યાલ છે.  ભારતીય  ડોક્ટરો અને નર્સો વગર  ઇંગ્લેન્ડની નેશનલ હેલ્થ સર્વિસ તદ્દન સ્થગિત થઇ જાય એવી પરિસ્થિતિ છે. 40% જેટલા ડોક્ટરો ઇન્ડિયન છે. ઇંગ્લેન્ડની  ફાર્મસીઓ પણ ભારતીય ફાર્માસીસ્ટો  ચલાવે છે. 

                                         ભારતીયો વગર આઇટી ઓફિસો  ખાલી થઇ જાય એવી પરિસ્થિતિ છે. ઈન્ટરનેટ સર્વિસો પણ સ્થગિત થઇ શકે છે.  ઈ મૈલો  બંધ થઇ જાયતો વેપાર ધંધાને પણ અસર થઇ શકે છે. 

                                          તે ઉપરાંત હોટેલો અને રેસ્ટોરન્ટો પણ ભારતીય વસાહતીઓ જ ચલાવે તો  એના વિના ઇંગ્લેન્ડના લોકોને ચિકન મસાલા , સમોસા અને સ્પાઈસી કરી મળતી બંધ થઇ શકે છે. 24 કલાક દૂધ પણ  ભારતીય વસાહતીઓ જ પુરી પાડે છે. 



                                        ઇંગ્લેન્ડની યુનિવરસિટીઓમાં 50% જેટલા ભારતીય વિદ્યાર્થીઓ છે. જેના વગર યુનિવર્સિટીઓ  ઉજ્જળ થઇ શકે છે.  આમ ઇંગ્લેન્ડની  અર્થવ્યવસ્થામાં ભારતીય વસાહતીઓનું સ્થાન કેટલું મહત્વનું છે એનો ખ્યાલ આવી શકે છે. 

                                       ભારતીય વસાહતીઓ ઈંગ્લેન્ડમાં ત્યાંના ક્રિકેટ  સ્ટેડિયોમોને ભરી દે છે.  અજબની વાતતો એ છેકે ભારતીય વસાહતી એવા રિશી સુનક ઇંગ્લેન્ડના વડા  પ્રધાન પણ રહી ચુક્યા છે.  જે ઇંગ્લેન્ડે ભારત પાર સદીઓ રાજ કર્યું એજ ઇંગ્લેન્ડ પર એક  ભારતીય મૂળના  વસાહતી રાજ કરી ચુક્યા છે. એના માટે વર્તમાન ભારત ગર્વ અનુભવે છે. 

                                  **************************