શ્વાસોશ્વાસની પક્રિયા - નાક અને મુખ
શ્વાસોશ્વાસની પક્રિયા એ શરીર માટે બહુજ અગત્યની પક્રિયા છે. તમે નાકથી શ્વાસ લો તો એ વધારે આરોગ્યદાયક હોય છે. તે ઉપરાંત જયારે નાક ભરાઈ જાય અને બંધ થઇ જાય ત્યારે ઘણા લોકો મોઢાથી પણ શ્વાસ લે છે.
નાકની શ્વાસો લે એના ઘણા ફાયદાઓ છે. એની અંદર ફિલ્ટર સિસ્ટમ છે જેથી જે હવા ફેફસામાં જાય તે શુદ્ધ હોય છે.બીજું નાક થોડું હુંફાળું અને ભીનું હોય છે જે માનવીય તંદુરસ્તી માટે સારું છે. એમાંથી શ્વાસ લેવાથી એ નાઇટ્રિક ઓક્સસાઈડ વધારે છે જે શરીરની નસોને પહોળી બનાવે છે જે બ્લડ પ્રેસર ઓછું કરે છે .
મોંઢાથી શ્વાસ લેવાથી ઘોરવાનું વધી જાય છે. તે ઉપરાંત નિદ્રાને પણ બગાડે છે અને શ્વાસોશ્વાસ બંધ થવાથી ગળાના સ્નાયુઓ હવાને પણ અવરોધે છે. એ માનવી તંદુરસ્તી માટે બરાબર નથી. બાળકો માટે મોઢાનો શ્વાસોશ્વાસ એમના મોંઢાનાં દેખાવને પણ બેડોળ બનાવે છે.
મોઢાના શ્વાસોશ્વાસ રોકવા માટે રાત્રીએ હળવા ટેપ લગાડવાના પ્રયોગો પણ કર્યા હતા . એના પ્રયોગોમાં અમુક કેસોમાં ઘોરવાનું ઓછું થઇ ગયું હતું. શ્વાસોશ્વાસના કલાકમાં અવરોધો પણ ઓછા અને અડધા થઇ ગયા હતા.
પરંતુ જેને નાકમાં નેસલ અવરોધો હોય છે એના માટે મોંઢા પાર ટેપ લગાડવાના પ્રયોગો શરીર તંદુરસ્તી માટે હાનિકારક હોયછે. એવા લોકો માટે નિષ્ણાત ડોક્ટરો પાસે માવજત લેવી આવશ્યક છે.
****************************************
.jpg)
.jpg)
No comments:
Post a Comment