Sunday, April 5, 2026

 


પ્રાચીન ભારતીય ગ્રામ વ્યવસ્થા 

                                                             આજે ભારત વિશ્વમાં પ્રગતિ કરી રહ્યું છે પરંતુ એના ગામડાઓને  જ્યાં સુધી ઉપ્પર લાવવામાં નહિ આવે ત્યાં સુધી એના માટે વિકસિત થવું મુશ્કેલ છે.  મહાત્મા ગાંધીએ એટલા માટે ગ્રામ વિકાસ તરફ વધારે મહત્વ આપ્યું હતું . ભારત આમતો  ખેતી પ્રધાન દેશ છે એની 60% થી વધુ આબાદી ગામડાઓમાં વસે છે. એથી એમને ઉપ્પર લાવવામાં આવે તોજ દેશ વધુ ગતિથી ઉપ્પર આવશે  એમાં શંકા નથી. 

                                                  ભારત પર ઘણા વિદેશી આક્રમણો થયા પરંતુ એની ગ્રામ વ્યવસ્થા મજબૂત હતી એથી એની અર્થ વ્યવસ્થા લાંબો  વખત  સુધી ટકી રહી હતી  એનું કારણ એની પુરાણી આત્મનિર્ભર   ગ્રામીય વ્યવસ્થા હતી . પરંતુ સમયની  સાથે એ જમીનદોસ્ત  થઇ ગઈ અને ભારત  ગરીબીમાં  સડવા લાગ્યું . બ્રિટિશ રાજે એના પર મરણતોડ માર માર્યો અને ભારતની સમૃદ્ધિ તણાઈ ગઈ. 



                                                વેદના પૂરાં કાળથી ભારતીય ગામડાઓ આત્મનિર્ભર હતા. ગામમાં એક ધનવાન વ્યક્તિ મળી જતી તો વિદ્વાન રહેતા . ગામની બાજુમાંથી ક્યાંતો નદી વહેતી કે પછી તળાવો અને કુવાઓ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવતી.  ગામને પાદરે એકાદ મંદિર જરૂર રહેતું જેથી લોકો ત્યાં  મળી શકે અને   ધાર્મિક વિધિ કે પછી પુંજા પણ કરી શકે.  શિક્ષિત વિદ્વાન દ્વારા યુવાનોને જ્ઞાન પણ મળી રહેતું.  ગામમાં એક લુહાર , કુંભાર અને હજામ જેવા વ્યવસાયિક લોકો પણ રહેતા જે જરૂરિયાત પ્રમાણે ગામ લોકોને સેવા આપતા.

                                                 વ્યવહારમાં પૈસાને બદલે જરૂરિયાતની વસ્તુઓની આપલે થતી.  ખેતરોમાં કામ કરવા પણ ગામના લોકો જતા. અને એના બદલે ખેડૂતો અનાજ આપતા . ગામના સારા અને ખરાબ પ્રસંગોએ લોકો એક બીજાને મદદ કરતા.  ગામના બનેલા પંચો જ ગામના ઝગડાઓનો ઉકેલ લાવતા . કુંભારો , લુહારો , સુથારો ગામના લોકોને એમની જરૂરિયાત પુરી પાડતા. અને બદલામાં એમને અનાજ , શાકભાજી , કરિયાના  અને ફળફળાદી  વગેરે એમને પૂરું  પાડવામા આવતું.   એમાં હજામોને પણ એમની કામગીરી માટે મદદ મળી  રહેતી.



લગ્ન પ્રસંગે પણ બધી જ વ્યવસ્થા ગામ લોકો સગવડ પ્રમાણે એક બીજાને મદદરૂપ થઈ જતા . આમ ગ્રામીય જીવન હંમેશા  સારી રીતે ચાલી રહેતું . ગામના વૈદ્યની  પણ બીમારીમાં મદદ મળી રહેતી. 

                                   મૂળમાં ગામની બાર્ટર સિસ્ટમ , સદ્ભાવ તથા પ્રેમ પર ગ્રામ વ્યવસ્થા નિર્ભર હતી એટલે બહારની કોઈ મદદની જરૂરિયાત રહેતી નહિ  અને ગામો  આત્મનિર્ભર  અને સમૃદ્ધ હતા.  એને  લીધે ભારતમાં સુખ અને  સમૃદ્ધિ હતી. 

                               સમયની સાથે ધીમે ધીમે ગામ વ્યવસ્થા તૂટવા માંડી અને લોકોએ શહેરો તરફ દોડ મૂકી જેથી ગામડાઓ તૂટવા માંડ્યા અને ભારતની સમૃદ્ધિનો નાશ થયો . હવે જો ભારતનો સર્વાંન્ગ વિકાસ કરવો હશે તો ગામવ્યવસ્થા  સુધારીને એમને ફરીથી આત્મનિર્ભર  બનાવ્યા સિવાય છૂટકો નથી. 

                                   ****************************

                                 

 

No comments:

Post a Comment