Sunday, February 22, 2026

  


જેફરી એપ્સ્ટીન

                                                                    જેફરી એપ્સ્ટીન એ અમેરિકમાં પ્રસિદ્ધ યૌન શોષણનો અપરાધી હતો. એના પર યુવાન અને અને નાની ઉંમરની  પીડિતાઓની   યૌન શોષણની ફરિયાદોને કારણે  કેદની સજા થઇ હતી.  જેફરી એપ્સ્ટેઇનના  સંમ્પર્કમા આવનાર અને એની સાથે રંગરેલી  માણનારના નામો અને  એના કરતુકોમાં ભાગલેનાર વ્યક્તિઓની કારકિર્દીઓ હવે ખતમ થઇ ગઈ છે ક્યાંતો ભાંગી પડી છે. એવું કહેવાય છે  અમુક વ્યક્તિઓની દોસ્તી અને દુશ્મની પણ સારી નથી હોતી એ જેફરીની બાબતમાં સાચી પડી રહી છે.

                                            અમેરિકામાં જેફરીની ફાઈલમાં કેટલાએ રાષ્ટ્ર પ્રમુખોના નામ છે તો  કેટલાક   કલાકારો, જાણીતા ઉદ્યોગપતિઓ, ટેકનોક્રેટોના નામો આવતા એમની કારકિર્દીઓ પર નુકસાન થઇ રહ્યું છે. ઇંગ્લેન્ડમાં રાજાના ભાઈ પર પોલીસ પણ ત્રાટકી છે.  એક બ્રિટિશ  રાજકારણીને તો રાજીનામુ આપવું પડ્યું છે. એમના જેફરી સાથેના સંબંધોને કારણે એમના નામને કલંક લાગી ગયું છે. 

                                                 તે ઉપરાંત મોટી મોટી કંપનીઓના વડાને પણ  જેફરી સાથેના સંબંધોને કારણે અને  એની  ફાઈલમાં નામ બહાર આવતા રાજીનામાં ધરી દેવા પડ્યા છે.                                          

                                            ઘણી રાષ્ટ્રોની સરકારો પણ જેફરી એપ્સ્ટીનના પડછાયા પડવાથી તકલીફમાં આવી ગઈ છે. ભારતની પાર્લામેન્ટમાં પણ ધમાલ થઇ રહી છે કારણકે જેફરી  એપ્સ્ટીનની  ફાઈલમાં એક ઉદ્યોગપતિ, એક ભારતીય મંત્રી અને વડા પ્રધાનનું નામ આવ્યું છે.

                                            આમ તો ફાઈલમાં નામ આવવાથી માણસ ગુનેગાર સાબિત થતો નથી પરંતુ માણસની પહેચાન એના મિત્રો અને સંપર્કોથી જ થાય છે એ એક સામાન્ય વાત છે. એથી ગુનેગારોના સંપર્કમાં રહેતા માણસો હંમેશા શંકામાં રહે છે. એનો  જેફરી એપ્સ્ટીન એક દાખલો છે.

                                              મૂળમાં કેટલાક અતિ શક્તિશાળી માણસો કે પછી ધનવાનો એની શક્તિ અને ધનને કારણે મર્યાદાઓ ભૂલી પોતાને કાયદાઓથી પણ પર ગણવા લાગે છે અને અનર્થ કરી બેસે છે.  એની જેફરી એપ્સ્ટીન ફાઈલ એક અજબ દાખલો છે. 

                                   ************************************

     

                                                        

Wednesday, February 18, 2026

 


 

વસ્તુને  લાંબો વખત સાચવવાનો ઘરગથ્થુ   ઉપાયો

                                                                                                       આજે વિશ્વમાં બેક્ટરીઆઓને  લીધે ઘણી વસ્તુઓ ટૂંકા સમયમાં બગડી જાય છેકે પછી  સડી જાય છે .  તમે એને રેફ્રીજેટરમાં રાખો તો એના પર બેક્ટરીઓ હુમલો કરી એને બગાડી મૂકે છે. એને માટે થોડા એવા ઉપાયો છે જે ફળો, શાકભાજીઓને તાજા રાખે છે.

                                           તરબૂચ એવું ફળ છેકે જે એક સાથે ખાવું  મુશ્કેલ છે એથી ખાધા પછી એને રેફ્રીજેટરમાં મુકવામાં આવે છે ત્યાં બેક્ટરિયાઓ એના પર હુમલો કરી એને બગાડી મૂકે છે. એટલા માટે વધેલા તરબૂચના ભાગ પર બે બાજુએ લસણની કડીઓ મૂકી એને પ્લાસ્ટિક પેપરથી ઢાંકી  રેફ્રીજેટરમાં રાખવાથી તરબૂચ ગાન દિવસો સુધી ખાવા લાયક તાજું રહે છે.

                                        કેળા પણ  થોડા વખતમાં એની છાલ સાથે કાળા પડવા માંડે છે.  એને તાજા રાખવા માટે એની છાલને શુદ્ધ પાણીથી સાફ કરી  અને એની સ્ટેમ ને  પેપર ટુવાલ થી સીલ કરી એના પર શુદ્ધ પાણી નાખવાથી એ લાંબો વખત તાજા રહેશે અને જયારે જરૂરિયાત પ્રમાણે ખાઈ શકાશે.



                                         એજ પ્રમાણે સિલેન્ટ્રો ભાજીની  દાંડીઓને પેપર ટોવેલથી બાંધી શુદ્ધ પાણીના ગ્લાસમાં  રાખવાથી એ આશરે મહિના સુધી તાજી રહેશે. અને એનો ઉપયોગ લાંબો વખત સુધી કરી શકાશે.

                                       એ રીતે કેબેજને એના રુટ  પર ભીનો  પેપર  ટુવાલ લગાવવાથીં  લાંબો સમય સુધી જાળવી  શકાય છે. 



                                         ટોમેટોને  એના મૂળમાં પ્લાસ્ટિક  પારદર્શક ટેપ લગાવવાથી  લાંબા સમય માટે એને તાજા રાખી શકાય છે .



                                       લીલા કાંદાના   મૂળિયાને  ભીના પેપર ટોવેલમાં બાંધી ને રાખવાથી  એ ૧૫ દિવસ સુધી તાજા રહે છે . 



                                        સ્ટ્રૉબૅરીસ લાંબો વખત ખાવા લાયક રાખવી મુશ્કેલ છે. એથી એને પાણી અને વિનેગાર ભરેલા વાસણમાં  રાખવાથી  એ તાજી રહે છે અને ખાવાને લાયક પણ રહે છે.

                                      ચોખા જેવા અનાજમાં લાંબા વખતે  જીવડાં પડે છે અને એનો નાશ કરે છે . એટલે જીવડાંઓથી બચાવવા માટે એમાં  આદુથી ભરેલી  સીલ બેગ નાખવાથી ચોખાનું રક્ષણ થાય છે. અને જીવાતોથી એને રક્ષણ મળે છે.

                                      આમ જીવાતોથી ખોરાકને, ફળોને , અને શાકભાજીઓનું ઘણા વખત સુધી સેવન કરી શકાય છે. 

                                    ******************************

           

Wednesday, February 11, 2026

   


વિશ્વ વેકસિનના માન્ધાતા 

                                                વિશ્વમાં વેક્સિનના ઉત્પાદનમાં ભારતે નામના કાઢી છે. કોવિદ-૧૯ દરમીયાન ભારતે વિશ્વના ઘણા દેશોને કોવિદની સસ્તી  વેકસીન પુરી પાડી હતી આથી ઘણા દેશો ભારતના ઋણી છે. 

                                               એ વેકસિનનું ઉત્પાદન પૂનાની એક કંપની એ કરેલ જેનું નામ છે' સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા ' એના માલિક છે આદર પૂનાવાળા . એ કંપની આદરના પિતા સાયરસ પૂનાવાળા એ ૧૯૬૬ શરુ કરેલી હતી. વેકસિનના ડોઝીસ ૧૭૦ જેટલા દેશોમાં મોકલવામાં આવે છે એમાં ઘણા દક્ષિણ વિશ્વના ગરીબ દેશોનો પણ સમાવેશ છે.



                                                 સીરમ ઇન્સ્ટિટ્યૂટ વેકસિનને સસ્તી બનાવવા માટે સંશોધન પણ કરે છે. એમાં બર્ડ ફલૂ શોટ, મેલેરિયાની વેક્સીન, ડેન્ગ્યુને લગતી વેક્સીનનો પણ સમાવેશ થાય છે. વિશ્વમાં ગરીબ દેશોને પણ પોષાય એવો $૩/- જેટલો નીચો ભાવ રાખી વેચવામાં આવે છે. એમાં માનવતાનું તત્વ પણ સમાયેલ છે. જુના વખતમાં પૂનાવાળા ઘોડાઓ ઉછેરવાના ધંધામાં હતા એમાંથી તેઓ વેકસિનના ધંધામાં આવ્યા. ડીટીપી વેક્સીન અને મિસલ્સને લગતી  વેકસિને એમને ભારતમાં મોટામાં મોટા વેક્સીન ઉત્પાદક તરીકે ઉભા કરી દીધા


 .

                                               હવે  સીરમ એ  એની ઉત્પાદન શક્તિ આતરરાષ્ટ્રીય સ્થર લાવી દીધી છે.  હવે  એ યુનિસેફ , અમેરિકાની હેલ્થ સંસ્થાઓને  વગેરેને એનું ૮૦% ઉત્પાદન નિકાસ કરે છે. ભારત માટે એ ગર્વની વાત છે. હવે  સિરેમેં  એની બ્રાન્ચ આફ્રિકામાં પણ સ્થાપિત  કરી છે જેથી ગરીબ દેશોને એની વેક્સીન જલ્દીથી પુરી પાડી શકે.



                                               તેઉપરાંત હવે પૂનાવાલાએ પોતાનું પ્રદાન ફિલ્મ, આર્ટ, અને ભારતીય સંસ્કૃતિમાં પણ કરવા માંડ્યું છે. 

                                ******************************************