વસ્તુને લાંબો વખત સાચવવાનો ઘરગથ્થુ ઉપાયો
આજે વિશ્વમાં બેક્ટરીઆઓને લીધે ઘણી વસ્તુઓ ટૂંકા સમયમાં બગડી જાય છેકે પછી સડી જાય છે . તમે એને રેફ્રીજેટરમાં રાખો તો એના પર બેક્ટરીઓ હુમલો કરી એને બગાડી મૂકે છે. એને માટે થોડા એવા ઉપાયો છે જે ફળો, શાકભાજીઓને તાજા રાખે છે.
તરબૂચ એવું ફળ છેકે જે એક સાથે ખાવું મુશ્કેલ છે એથી ખાધા પછી એને રેફ્રીજેટરમાં મુકવામાં આવે છે ત્યાં બેક્ટરિયાઓ એના પર હુમલો કરી એને બગાડી મૂકે છે. એટલા માટે વધેલા તરબૂચના ભાગ પર બે બાજુએ લસણની કડીઓ મૂકી એને પ્લાસ્ટિક પેપરથી ઢાંકી રેફ્રીજેટરમાં રાખવાથી તરબૂચ ગાન દિવસો સુધી ખાવા લાયક તાજું રહે છે.
કેળા પણ થોડા વખતમાં એની છાલ સાથે કાળા પડવા માંડે છે. એને તાજા રાખવા માટે એની છાલને શુદ્ધ પાણીથી સાફ કરી અને એની સ્ટેમ ને પેપર ટુવાલ થી સીલ કરી એના પર શુદ્ધ પાણી નાખવાથી એ લાંબો વખત તાજા રહેશે અને જયારે જરૂરિયાત પ્રમાણે ખાઈ શકાશે.
એજ પ્રમાણે સિલેન્ટ્રો ભાજીની દાંડીઓને પેપર ટોવેલથી બાંધી શુદ્ધ પાણીના ગ્લાસમાં રાખવાથી એ આશરે મહિના સુધી તાજી રહેશે. અને એનો ઉપયોગ લાંબો વખત સુધી કરી શકાશે.
એ રીતે કેબેજને એના રુટ પર ભીનો પેપર ટુવાલ લગાવવાથીં લાંબો સમય સુધી જાળવી શકાય છે.
ટોમેટોને એના મૂળમાં પ્લાસ્ટિક પારદર્શક ટેપ લગાવવાથી લાંબા સમય માટે એને તાજા રાખી શકાય છે .
લીલા કાંદાના મૂળિયાને ભીના પેપર ટોવેલમાં બાંધી ને રાખવાથી એ ૧૫ દિવસ સુધી તાજા રહે છે .
સ્ટ્રૉબૅરીસ લાંબો વખત ખાવા લાયક રાખવી મુશ્કેલ છે. એથી એને પાણી અને વિનેગાર ભરેલા વાસણમાં રાખવાથી એ તાજી રહે છે અને ખાવાને લાયક પણ રહે છે.
ચોખા જેવા અનાજમાં લાંબા વખતે જીવડાં પડે છે અને એનો નાશ કરે છે . એટલે જીવડાંઓથી બચાવવા માટે એમાં આદુથી ભરેલી સીલ બેગ નાખવાથી ચોખાનું રક્ષણ થાય છે. અને જીવાતોથી એને રક્ષણ મળે છે.
આમ જીવાતોથી ખોરાકને, ફળોને , અને શાકભાજીઓનું ઘણા વખત સુધી સેવન કરી શકાય છે.
******************************
.jpg)
.jpg)
.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment