Sunday, February 22, 2026

  


જેફરી એપ્સ્ટીન

                                                                    જેફરી એપ્સ્ટીન એ અમેરિકમાં પ્રસિદ્ધ યૌન શોષણનો અપરાધી હતો. એના પર યુવાન અને અને નાની ઉંમરની  પીડિતાઓની   યૌન શોષણની ફરિયાદોને કારણે  કેદની સજા થઇ હતી.  જેફરી એપ્સ્ટેઇનના  સંમ્પર્કમા આવનાર અને એની સાથે રંગરેલી  માણનારના નામો અને  એના કરતુકોમાં ભાગલેનાર વ્યક્તિઓની કારકિર્દીઓ હવે ખતમ થઇ ગઈ છે ક્યાંતો ભાંગી પડી છે. એવું કહેવાય છે  અમુક વ્યક્તિઓની દોસ્તી અને દુશ્મની પણ સારી નથી હોતી એ જેફરીની બાબતમાં સાચી પડી રહી છે.

                                            અમેરિકામાં જેફરીની ફાઈલમાં કેટલાએ રાષ્ટ્ર પ્રમુખોના નામ છે તો  કેટલાક   કલાકારો, જાણીતા ઉદ્યોગપતિઓ, ટેકનોક્રેટોના નામો આવતા એમની કારકિર્દીઓ પર નુકસાન થઇ રહ્યું છે. ઇંગ્લેન્ડમાં રાજાના ભાઈ પર પોલીસ પણ ત્રાટકી છે.  એક બ્રિટિશ  રાજકારણીને તો રાજીનામુ આપવું પડ્યું છે. એમના જેફરી સાથેના સંબંધોને કારણે એમના નામને કલંક લાગી ગયું છે. 

                                                 તે ઉપરાંત મોટી મોટી કંપનીઓના વડાને પણ  જેફરી સાથેના સંબંધોને કારણે અને  એની  ફાઈલમાં નામ બહાર આવતા રાજીનામાં ધરી દેવા પડ્યા છે.                                          

                                            ઘણી રાષ્ટ્રોની સરકારો પણ જેફરી એપ્સ્ટીનના પડછાયા પડવાથી તકલીફમાં આવી ગઈ છે. ભારતની પાર્લામેન્ટમાં પણ ધમાલ થઇ રહી છે કારણકે જેફરી  એપ્સ્ટીનની  ફાઈલમાં એક ઉદ્યોગપતિ, એક ભારતીય મંત્રી અને વડા પ્રધાનનું નામ આવ્યું છે.

                                            આમ તો ફાઈલમાં નામ આવવાથી માણસ ગુનેગાર સાબિત થતો નથી પરંતુ માણસની પહેચાન એના મિત્રો અને સંપર્કોથી જ થાય છે એ એક સામાન્ય વાત છે. એથી ગુનેગારોના સંપર્કમાં રહેતા માણસો હંમેશા શંકામાં રહે છે. એનો  જેફરી એપ્સ્ટીન એક દાખલો છે.

                                              મૂળમાં કેટલાક અતિ શક્તિશાળી માણસો કે પછી ધનવાનો એની શક્તિ અને ધનને કારણે મર્યાદાઓ ભૂલી પોતાને કાયદાઓથી પણ પર ગણવા લાગે છે અને અનર્થ કરી બેસે છે.  એની જેફરી એપ્સ્ટીન ફાઈલ એક અજબ દાખલો છે. 

                                   ************************************

     

                                                        

No comments:

Post a Comment