Wednesday, October 7, 2026

 ભારતના અબજોપતિ 

                                              ભારતમાં મુંબઈ દિલ્હી અને કલકાત્તા અને ચન્નાઇમાં અબજોપતિ ભારતની અર્થવ્યવસ્થાના અણથંભી પ્રગતિને કારણે ઉભા થયા છે. બ્રિટિશ રાજ દરમિયાન પણ  ભારતીય અબજોપતિ હતા અને એમણે  એમના ઉદાર દાનો દ્વારા અનેક લોકઉપયોગી વિજ્ઞાનિક સંસ્થાઓ કે પછી શિક્ષણિક સંસ્થાઓ ઉભી કરી હતી . મુંબઈમાં રેલાયન્સ અને ટાટા જેવા ઉદ્યોગ ઘરો લોકહિત, પર્યાવરણ , શિક્ષણિક  તથા   વિજ્ઞાનિક  સંશોધન સંસ્થાઓ  લોકહિતમાં ઉભી કરી છે.  બિરલાએ  કલકત્તા જેવા શહેરથી  અનેક શિક્ષણિક સંસ્થાઓ , તથા સ્વાસ્થ્ય સંસ્થાઓ પણ અખૂટ દાન દ્વારા ઉભી કરીછે.  ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી , પિલાની , બિરલા હોસ્પિટલો ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસેર્ચ , ટાટા કેન્સર હોસ્પિટલ જેવી સંસ્થાઓ એ ધન કુબેર લોકોએ ઉભી કરી છે. અમદાવાદમાં અદાણી ગ્રુપે પણ સારી એવી લોકઉપયોગી સંસ્થાઓને સહાય કરી છે.  રિલાયન્સએ  હવે શાંતિવન  જેવી પર્યાવણ સંસ્થાઓ જામનગરમાં  ઉભી કરી છે. ઉદાર દાન વૃત્તિ એ હિન્દૂ સંસ્કૃતિની પુરાણીક રીત રસમ છે. 

                                           1990 થી ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વ માટે ખુલી ત્યારથી  ટેક્નોલોજી નો ભારતમાં વિકાસ શરુ થયો એમાં ઘણા નવા  યુવાન અબજોપતિ ઉભા થયા છે એમાં દક્ષિણ ભારતનું પહેલા જે  નિવૃત્તિ માટેનું સ્થળ ગણાતું તે  બેંગ્લોર હવે ટેક્નોલોજીનું હબ બની ગયું છે. ત્યાં કેટલાએ યુવાન અબજોપતિ હવે ઉભા થયા છે . તેઓ યુવાન , શિક્ષિત, અને  અનુભવીઓ છે. તેઓ હવે પ્રજા હિતના બધા  વિભાગમાં તેમની કમાણીના પૈસા દાન રૂપે આપી રહ્યા છે. એમને 

                                            ઇન્ફોસિસના  સ્થાપક અબજોપતિ   નિલેકનીએ ભારતીય   આધાર કાર્ડ બનાવવામાં  મુખ્ય પ્રદાન કર્યું છે અને દેશની વ્યવસ્થામાં સુધારા કરવામાં એમણે સારી એવી મદદ  કરી છે.  ક્રિસ ગોપાલક્રિષ્નએ  બ્રેઈન સંધોધન માટે મિલ્લીઓનો રૂપિયાની મદદ કરી છે.  તેઓ પણ ઇન્ફોસિસના  સ્થાપક સભ્ય હતા.