પિન્ક શહેર જયપુર
જયપુરને યુનીસકો દ્વારા દુનિયાની પુરાતન હેરિટેજ શહેર જાહેર કરેલ છે. એ એના ઇતિહાસિક કિલ્લા , હવેલીઓ , મહેલો અને બગીચાઓ માટે જાણીતું છે. તે ઉપરાંત સારું શહેર પિન્ક રંગથી રંગીત છે એનાથી એનું સૌંદર્ય વધી જાય છે આમ એ રાજસ્થાનના મોટા એવા જયપુર રજવાડાનું એક વાર રાજધાનીનું ઐતહાસિક શહેર પણ છે.
એ શહેરમાં 800 જેટલી ઐતહાસિક હવેલીઓ પણ આવેલી છે. એના જુદા જુદા મહોલ્લાઓ છાપખાના , માર્બલ મૂર્તિઓ બનાવવામાં કે પછી જાતિઓ પ્રમાણે ધંધાઓમાં વહેંચાયેલા છે. પરંતુ જેમ શહેર વિકસતું જાય છે તેમ તેમ જૂનીઇતિહાસિક હવેલીઓ ભોંય ભેગી થતી જાય છે. એ શહેરની કમનસીબી છે. કેટલીક હવેલીને તો તોડીફોડીને ન ઓળખાય એવી આધુનિક બનાવી દેવાય છે.
પિન્ક રંગથી રાજા રામસિંઘે ૧૮૭૬માં જયપુરને રંગી એને અનોખું અને સુંદર સ્વરૂપ આપ્યું હતું. એને બ્રિટિશ રાજાના આગમનના પહેલા શણગારવામાં આવ્યું હતું. પરંતુ અત્યારે એ શહેર પર્યાવણ અને જુદા આછા રંગોથી રંગાયેલા શહેરનો દેખાવ પહેલા જેવો રહ્યો નથી. ખુલ્લી ગટરો અને લટકતા ઇલેક્ટ્રિક વાયરોએ શહેરના સૌંદર્યને બગાડવામાં મોટો ભાગ ભજવ્યો છે. એમાં સુધારો કરવામાં હેરિટેજ શહેર પાસે પૂરતું ફંડ પણ લાગતું નથી.
હવે તો યુનિસ્કો દ્વારા હેરિટેજ હટાવવાના કોઈ પગલાંજ શહેર ના સત્તાવાળાઓની ઊંઘ ઉડાડી શકે એમ છે. એનું ઇતિહાસિક મહત્વ જાળવી રાખવામાં પિન્ક રંગને જાળવી રાખવામાં શહેરનું હિત સમાયેલું છે. સત્તાવાળાઓને પણ એમાં રસ હશે.
***********************
.jpg)
.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment