Sunday, August 16, 2026



પ્રેમ અને ક્રોધ  

                                                        ક્રોધ એ મનુષ્યનો મોટો દુશ્મન છે. ક્રોધ આવે છે ત્યારે મનુષ્ય  વિચાર હીન થયી  જાય છે.  ક્રોધમાં તે શું કરી રહ્યો છે  બોલી રહ્યો છે એનું એને કઈ ખ્યાલ હોતો નથી.  એટલા માટે જયારે ક્રોધ આવે છે ત્યારે માણસે  ધીરજ રાખી અને અમુક સમય માટે મૌન ધારણ કરી લેવું જોઈએ. પછી શાંત થઇ વિચાર કરીને આગળ વધવું જોઈએ. 

                                         મહાભારતમાં  કટાક્ષમાં  દ્રૌપદીએ  દુર્યોધનને  સંભળાવ્યું હતુંકે ' આંધળાનો પુત્ર આંધળો જ હોય'  કારણકે દુર્યોધનનો પગ પાંડવોના માયાવી મહેલમાં આભાસમાં પાણીમાં પડી ગયો હતો.  આ કટાક્ષથી દુર્યોધનને ક્રોધ એવો આવ્યો કે પાંડવો પર વેર લેવાનું નક્કી કર્યું હતું.  દુર્યોધને વિચાર કરીને એ કટાક્ષને  હળવેથી લેવો જોઈતો હતો. પરંતુ એ ક્રોધે મહાભારતનું  યુદ્ધ નોતર્યું  હતું અને મહા વિનાશ થયો હતો. 

                                     જીવનમાં જો માણસ ક્રોધ પર  કાબુ કરી લે તો પછી પ્રેમ જ ખીલે છે. જયારે પ્રેમ ખીલે ત્યારે આનંદ  પ્રવર્તે છે. જે સુખનો અનુભવ કરાવે છે. 

ઘણા બીજાઓની વૈરિક પ્રવૃતિઓથી  ક્રોધનો અનુભવ કરે છે. પરંતુ બીજા કરતા તમારો ક્રોધ જ વધારે નુકશાન લાવે છે અને બે શબ્દનો પ્રેમ દૂર થઇ જાય છે. કારણકે ક્રોધ અને પ્રેમ સાથે રહી શકે  જ નહિ. 

                                   કેટલીક વાર જીવનમાં દુષ્ટ તત્વો સામે ક્રોધની પણ જરૂર પડે છે. ભગવાન કૃષ્ણે શિશુપાલને 100  ગાળો સુધી માફ કર્યો હતો પણ 101 ગાળો વખતે એમનો ક્રોધ ભભૂકી ઉઠ્યો અને એનો વધ કરી નાખ્યો હતો. એ ભગવાનનો વિચારેલો ક્રોધ હતો જેનો અમલ કરવામાં આવ્યો હતો. 



                                   બીજું પ્રેમથી જોડાએલી વ્યક્તિઓ  વચ્ચે પણ કદીક ક્રોધ આવેતો પ્રેમ અદ્રશ્ય થઇ જાય નો છે પણ ક્ષણિક હોય છે. કારણકે ક્રોધ દૂર થતા જ અને શાંતિથી વિચારતા પ્રેમ સબંધ પાછો શરુ થઇ જાય છે.  જેમકે દરેક પતિ પત્ની વચ્ચે કદી ક્રોધમાં અણબનાવ થાય છે પરંતુ ક્રોધ ચાલી જતા  પ્રેમ સબન્ધ પાછો ચાલુ થઇ જાય છે. 

                                 આથી કહેવાય છે કે ક્રોધનો ત્યાગ કરવાથી પ્રેમનો ઉદ્ધવ થાય છે. અને શાંતિ અને સુખનો અનુભવ થાય છે. 

                    ********************************** 

No comments:

Post a Comment