ઍપલના સ્ટીવ જોબના છેલ્લા શબ્દો
સ્ટીવ જોબનુ કૅન્સરની જીવલેણ બિમારીથી મૃત્યુ થયુ હતુ. તેઓ મૃત્યુ સામે લાચાર હતા. તે વખતે ઍમણે કહેલા શબ્દોમા ઍમને છેલ્લા દિવસોમા થયેલા નિર્વાણનો નિચોડ છે.
ચારેબાજુ અંધકારની વચમા જીવન બચાવનાર મશીનની લીલી લાઇટ દેખાય છે, અને ઍ મશીનમાથી આવતા ગૉઘરો અવાજ જ સાંભળાય છે. મને મૃત્યુના ભણકારા હવે સંભળાઈ રહ્યા છે. હવે મને મારી સફળતા સિવાય બીજો કોઈ આનંદ દેખાતો નથી. મને હવે સમજાયુ છેકે જે સંમ્પતી અને ખ્યાતિ માટે મને ગર્વ હતો તે હવે આવી રહેલા મૃત્યુ સામે નિરર્થક છે. હવે મને ખબર પડે છે કે જીવનમા જરૂરીયાત પ્રમાણે સંમ્પતી ભેગા કરવાની સાથે આપણે બીજી વસ્તુઓ માટે પણ આગળ વધવુ જોઈ ઍ.
જીવનમા સબંધો, કલા, અને સેવેલા સપનાઓ પણ મહત્વના છે. ઍક વસ્તુ સમજવી જોઈઍ આપણે વખતને આધીન છિઍ અને ગમે ત્યારે આખરી પળ આવી શકે છે.
**************************************૮