Tuesday, March 26, 2024



સેમ અલ્ટમેન અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ 

                                                                         આજે સેમ અલ્ટમેનનું નામ આર્ટિફિશ્યલ ઇન્ટિલિજન્સ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો   સદઉપયોગ કરવાનો ઉદ્દેશની  જવાબદારી એમણે લીધેલી છે. તેઓ ટેક્નોલોજી  કંપની   'ઓપન -એઆઈ' ના  મુખિયા  છે.

                                                                 એમણે 'ચેટ જીપીટી'  બહાર પાડીને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ માં ક્રાંતિ લાવી દીધી છે અને એનાથી આગળ વધીને ચેટ જીપીટી -૪ સુધારેલું  બોક્સ બહાર પાડવાની તૈયારીમાં છે. એમના ઉદ્દેશમાંથી ચલિત થવાની શંકા થવાથી  એમની કંપનીએ એમને વિલંબિત કરી નાખ્યા હતા પરંતુ એમની કંપનીના કામદારોના અને કંપનીના રોકાણકારોના ટેકાથી એમને પાછા લેવા પડ્યા છે. એના ટેકામાં ગુગલ જેવી માતબર કંપની પણ હતી જેણે એમાં સારું એવું રોકાણ પણ કરેલું છે. પરંતુ આ બનાવની પાછળના કારણો જાણવા જરૂરી છે. 

                                                                   આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ દુનિયાને ઉપયોગી ક્રાંતિ પણ લાવી શકે છે ,પરંતુ એનો દુરુપયોગ પણ થઇ શકે છે. જોકે એ ટેક્નોલોજીમાં હજુ ગણું કરવાનું બાકી છે. તે છતાં એ કવિતાઓ , લેખો , ડિઝાઇન , અને પેઇન્ટિંગ જેવી કલામાં પણ ઉતરી શકે છે. એ કલાકારો , લેખકો , કવિઓ, ડિઝાઈનરો વગેરેના કોપી રાઈટ ને માટે ભયરૂપ બની શકે છે. બીજા અર્થમાં મનુષ્યની કૈક  નવું રજુ કરવાની  હોશિયારીને નુકશાન કરી શકે છે. એ દ્રષ્ટિએ એ માનવતા માટે ભય રૂપ છે. માનવોની રોજગારીને પણ નુકશાન કરી શકે છે. આથી એનો ઉપયોગ માનવોની ઉન્નતિ કરવા માટે ઉપયોગ કરવો જરૂરી  છે. એ ટેકનોલોજી જો ગુનેગારોના હાથમાં પડી જાય તો એનો દુરુપયોગ પણ થઇ શકે છે . એટલા માટે ઘણા દેશો એના પરઅંકુશ મુકવાના કાયદાઓ પણ ઘડવા લાગ્યા છે.



                                                     એના અનુસંધાનમાં  'ઓપન -એઆઈ ' કંપનીની રચના કરવામાં આવી છે. એના મુખિયા સેમ  અલ્ટમેન  પર  મોટી જવાબદારી છે.  એલન મસ્ક પણ એક વખત એ કંપની સાથે જોડાયેલા હતા. વચમાં કંપનીના કેટલાક ડિરેક્ટરોને અલ્ટમેનની વર્તણુક શકાસ્પદ લાગી અને તેઓ એના ઉદ્દેશથી ખસીરહ્યા હોય એમ લાગવાથી એમને બરખાસ્ત કરી નાખ્યા હતા. પરંતુ હવે ફરીથી એમને કંપનીની દોર સોંપવામાં આવી છે.તેઓની ગણના વિશ્વના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના  ઉચ્ચ  ટેકનોલોજી વિઝાર્ડ  માનવામાં આવે છે. 

                                                   આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સ હજુ પૂર્ણતા પર પહોંચી નથી કારણકે એના ચેટ   બોક્સ  બધાજ પ્રશ્નોના સાચા ઉત્તર આપવામાં સફળ થયા નથી. તે છતાં માનવતાના હિતમાં એ ટેક્નોલોજીના વિકાસમાં  પૂરતી સાવધાની રાખવી જરૂરી છે. કારણકે એનાથી દુનિયામાં નવી ક્રાંતિ આવી શકે છે, પરંતુ એના દુરુપયોગથી નુકશાન પણ થઇ શકે છે.

                                    ********************************** 

Wednesday, March 13, 2024



 દારૂનું સેવન 

                                    દારૂના સેવનને નૈતિકતાની દ્રષ્ટિથી કે પછી  સામાજિક દુષણો તરીકે જોવા કરતા એને બીમારી તરીકે જોવાની જરૂરિયાત છે. એનો ઈલાજ પણ રીતે થવો જોઈએ . વિશ્વમાં કાયદાથી એને કાબુમાં લાવવા પણ પ્રયત્નો થયા છે, પરંતુ અમેરિકા અને રશિયા જેવા મોટા દેશો પણ એમાં નિસ્ફળ નીવડ્યા છે.

                                દારૂનું સેવન પુરાતન કાળથી થતું આવ્યું છે.ભારતમાં તો એ સોમરસ નામે ઓળખાતો હતો.  એના સામાજિક જડ પણ બહુ  શક્તિશાળી વર્ગમાં  મજબૂત રહયા  છે.એથી એના કાબુંમાટે તર્ક પણ વાપરવાની જરૂરત છે.



                               તર્કની દ્રષ્ટિએ છેલ્લા દાયકાથી દરરોજના એક કે બે કપ વાઈન પીવાથી  હૃદય મજબૂત બને છે. એમ માનવામાં આવતું હતું. પરંતુ વિશ્વ આરોગ્ય સંસ્થાનઆ અહેવાલ પ્રમાણે દારૂ કોઈ પણ પ્રમાણમાં લેવાથી એ તંદુરસ્તી માટે હાનિકારક છે. આથી અમેરિકામાં અને  કેનેડામાં એનું સેવન  કરવાની મર્યાદાઓ ઓછી કરવામાં આવી છે.



                                   એક વાતમાં તથ્ય છેકે દારૂના સેવનથી લીવર પર ખરાબ અસર થાય છે. અને અનેક જાતના કેન્સર પણ થઇ શકે છે. આથી દૂરના સેવનની સ્વાચ્છીક  મર્યાદા લાવવી જરૂરી છે. આલ્કોહોલ સેવનથી આયુષ્ય પણ ઓછું થઇ શકે છે. તે ઉપરાંત ૧૫% જેટલા બ્રેસ્ટ કેન્સર દારૂના સેવનથી થાય છે. 'વિશ્વ હૃદય   સંઘઠને  '  ૨૦૨૨ જાહેર કયુંછેકે આલ્હોહોલ માનવીની તબિયતને આડ અસર કરે છે. એટલે હૃદયની તંદુરસ્તીને પણ  એ લાગુ પડે છે.

          આથી દારૂ સેવનના  પ્રશ્નને  સ્વાસ્થ્યને ધ્યાનમાં  રાખીને લેવાની જરૂરત છે જેથી એને કાબુમાં લાવી શકાય. એને કાયદાથી  ઉકેલવામાં મુશ્કેલી રહેલી છે કારણકે એમાં સમાજનો  શકિશાળી  વર્ગ  અને  બહુમતી ગરીબ લોકો પણ દારૂ સેવનમાં સંડોવાયેલા હોય છે. 

                                *****************************

                                         

                                        

Sunday, March 3, 2024



 વૃદ્ધાવસ્થામાં વિસ્મૃતિ 

                                                      ઘણા  વૃધ્ધો  વૃદ્ધાવસ્થામાં વિસ્મૃતિનો અનુભવ થાય છે. અને એમાંથી અલ્ઝેમર જેવા ભયંકર રોગોના પણ કેટલાક લોકો ભોગ બને છે. અલ્ઝેમર જેવા રોગોમાં ઘણા પોતાની  પાર કાબુ પણ ગુમાવી દે છે અને નિરાધાર હાલતમાં દયામય સ્થતિમાં જીવતા હોય છે. આથી એવા રોગીઓની માટે  હંમેશા એક વ્યક્તિની સંભાળ રાખવાની જરૂરત રહે છે. એવો કરુણ દાખલો અમેરિકાના પૂર્વ પ્રમુખ રેનાલ્ડ રેગનનો  હતો .  તેઓ અલ્ઝેમરના ભોગ બન્યા હતા.ઘણીવાર  એમનો  પૌત્ર એમને એમની લાકડી પકડી  કેલિફોર્નિયામાં સેંતા મોનિકા દરિયા કિનારે ફરવા દોરી જતો  જોવા મળતો  હતો.

                                      વૃદ્ધાવસ્થામાં વૃદ્ધોએ  કાળજી લેવી જરૂરી છે જેથી તેમની  વિસ્મૃતિ દયામય સ્થિતિએ ન પહોંચી જાય કે એમને અલ્ઝેમર  રોગ સુધી દોરી જાય. વિશ્વના વિજ્ઞાનીકોએ વૃદ્ધોની  વિસ્મૃતિની બાબતમાં સારી એવી શોધો કરી રહયા છે. તેઓ માને છે કે  વૃદ્ધો નવી નવી વસ્તુઓ શીખવાથી  વિસ્મૃતિને  દૂર કે કાબુમાં રાખી શકે  છે. માનવીની  કેટલીક શક્તિઓ પર 30 વર્ષની ઉંમરથી આડ અસર શરુ થાય છે અને 60 વર્ષની ઉંમરની આજુબાજુ  એ ત્રીવ બને છે. 

                                      ઘણા મનુષ્યો માને  છેકે નિવૃત્તિ એટલે બધી પ્રવૃત્તિઓ છોડીને મઝા અને  આરામ કરવો. એવાજ લોકો અલ્ઝેમરના અથવા વિસ્મૃત્તિના  ભોગ બનતા હોય છે. માનવીના મગજને પ્રવૃતિઓ જ  જીવિત અને વધુ ત્રીવ બનાવે છે . એનાથીજ એની યાદ શક્તિ વધે છે.  નિવૃત્તિ એટલે  માનવીની પ્રવૃતિઓમાં બદલાવ નહિ કે બધી પ્રવૃત્તિઓને તદ્દન બંધ કરી દેવી. ટૂંકમાં તમે તમારા જીવનસંગ્રામમાં  જે પ્રવૃતિઓ ન કરી શક્યા હોય એવા તમારા શોખો  પ્રવાસ, વાંચન, સંગીત , લેખન  વગેરે તમે નિવૃત્તિ સમયમાં વિકસાવી  શકો છો. મિત્રો અને સગા સબંધીઓ સાથે વધારે  ગાઢ બનાવી શકો છો. આવી પ્રવૃતિઓ પણ તમારી  યાદશક્તિનો  વિકાસ  કરી શકાય  છે.

                                                            તે ઉપરાંત નિવૃત્તિમાં નવી નવી વસ્તુઓ જેમાં રસ હોય એ વિષે શીખવા પણ પ્રયત્ન કરવો જોઈએ જે તમારા મગજને વધુ ત્રીવ બનાવે.  'આઈ પેડનો' ઉપયોગ કરતા પણ શીખી શકાય .બીજુ ફોટોગ્રાફી ,જુદી જુદી ભાષાઓ શીખવી  અને સંગીતની નવી કૃતિઓ પણ બનાવી શકાય છે. આવી પ્રવૃતિઓ સ્મૃતિને  વધારી અને મજબૂત બનાવી શકે છે.



                                                         અત્યારે કેટલાક  વિજ્ઞાનીઓ  એવા પણ સંધોધન  પર આવ્યા છેકે  ઘણા વખતથી વિટામિન્સ લેનારા  વૃધ્ધોને  વિસ્મૃતિનો ભય ઓછો રહે છે. આ બધા સૂચનો સાથે વૃદ્ધોને માટે સકારત્મક વાતાવરણ ની જરૂરી છે જેથી તેઓ તંદુરસ્ત જીવન જીવી વિસ્મૃતિ જેવી બીમારીથી બચી શકે.

                                           ******************************************