Sunday, October 30, 2011


1)ભજન
========

“ભગવાન આપણી અંદર રહેલો છે એટલે હું ભગવાન છું. ‘અહમ બ્ર્હમ અસમી’આપણા પુરાણો કહે છે.”

એક ગુજરાતી કવી જાલન માતરી કહે છે.”ઋધ્ધાનો હો વીષય તો પુરાવાની શી જરુર છે, કુરાનમા તો ક્યાય પયગમ્બરની સહી નથી.” આ પ્રભુના અસ્તીત્વને લાગુ પડે છે.

==================================================================
હરી તને દેખુ—
————–
હરી તને દેખુ હર ચેતનમા,
હર પલ એક નયા રુપમા.
વાયુના સુસવાટે તારો સંચાર છે,
વીજળીના ઝબકારે તંુ તો દેઆય છે.
હરી તને દેખું—
હીમ શીખરોના સૌદયૌમા તું,
વહેતા ઝરણાના સંગીતમાં તુ.
કદી સામે આવે ગરીબીના રુપમા,
તો કદી દેખું, પીડાતા માનવોમાં.
હરી તને દેખું—
જીવનભર શોધ કરી તારી જગમાં,
જ્યાંરે તું બેઠોતો મારાં અંતરમાં
હરી તને દેખું—
ભારત દેસાઈ
===================

2)ગીત
=====

ભાભીના સ્નેહનો—

—————–
ભાભીના સ્નેહ્નો અનોખો છે રંગ,
સાતે રંગોમાનો કોઇ ન રંગ.
ભાભીના સ્નેહનો—
માતાનું વહાલ અને રાખીનો પ્રેમ છે,
મી્ત્રોની મીત્રતાનો ઍનામાં સુંગંધ છે.
દીયેર ભોજઈનો નીરમલ જ્યાં પ્રેમ છે,
જ્સોદા અને કાના જેવો એ સ્નેહ છે.
ભાભીના સ્નેહનો—

ભારત દેસાઈ

===================

3)કાવ્ય
=====

રામચરીત્રમા ભવભુતી લખે છેકે ‘બે વ્યક્તીના જયારે ર્હદય મળી જાય છે ત્યારે તેમાથી પ્રેમ અમીરસનુ ઝરણુ નીકળે છે.
મીર ઉરદુમા એવુજ કૈઇ કહે છે ‘મહુબતકી આતીશસે અખગર હૈ દીલ,મહુબત ન હોવે તો પથ્થર હૈ દીલ.’ એટલેકે ‘પ્રેમની આગથી હદયમા ચીનગારીઑ ઊઠે છે. પ્રેમ ન હોયતો હદય પથ્થર છે.’
================================
પ્રેમ એટલે-

———–

પ્રેમ એટલે આકર્ષણ નહી,

બે શરીરોનું મીલન નહી,

વાસનાઓનો એ મધપુડૉ નથી,
લંપટાતાને કોઇ સ્થાન નથી.
પ્રેમ એટલે—
બાહ્ય નખરાને એમાં સ્થાન ક્યાં?
સુન્દરતાતો એક અન્શ યહાં.
એકબીજા માટૅ મરવું એમાંપ્રેમ ક્યાં?
સ્વાર્થની બદબુ આવે છે એમાં.
પ્રેમ એટલે—
ધી હોમવાથી અગ્નિ સુગંધીત થાય,
તેમ સમયની સાથે પ્રેમ ગંથીત થાય.
એકબીજા વગર જીવન શુન્ય લાગે જયાંરે,
સાચો પ્રેમ થયો એમ સમજવું ત્યાંરે.
પ્રેમ એટલે—
ભારત દેસાઈ
===================

4)(ગરબો)
========
નીકળ્યાછે —
———–
નીકળયા છે આરાસુરના ડુંગ્રેથી મા,
પહોચ્યાં છે ગબ્બર્ને ગોખલે,
હાલોને માના દર્શન કરીએ.
નીકળયા છે—
ડોકમા ઝુલે છે નવરત્નનો હાર,
કાનના કુંડળઓ નાચે છે અપાર,
હાલોને માનું રુપ જોવા જઈઍ.
નીકળ્યા છે—
સુરજનીૅંૅં જેમ તેજ માનીૅ છે આંખ,
વાઘ્ની પીઠ પર માતો છે સવાર,
હાલોૂને માનું તેજ જોવા જઈએ.
નીકળયા છે—
એક હાથે ધરી ગદા બીજા હાથે ત્રીશુલ,
દુશટોને હણવા મા છે આતુર,
હાલોને માનું ભયંકર રુપ જોવા જઈએ.
નીકળયા છે—
ભારત દેસાઈ
==================================

5)(રાસ)
======
પુનમનો ચાંદલો —
———–
પુનમનો ચાંદલો બહું ગમે મને,
કાનાનો વાહલો બહું ગમે મને.
પુનમનો ચાંદલો—
જમનાને કીનારે,ગોપીઓને સન્ગે,
કાનાના રાસમા ચાંદનીને સન્ગે,
રમતોૂ જે ચાંદલો બહું ગ્મે મને.
પુનમનો ચાંદલો—
ગોકુલની ઝાડીઓમા ગોવાળો સન્ગે,
કાનાની લીલામાં હાજર ચાંદલીયો
કાનાનો સાથીડો બહું ગમે મને.
પુનમનો ચાંદલો—
દ્વારીકાના મહેલોમા રાણીઓને સન્ગે
રાસ રમતા કાનાનો સાથીડૉ ચાંદલો,
વારે વારે જોવાનોૂ બહું ગમે મને.
પુનમનો ચાંદલો—
ભારત દેસાઈ
==========================

6) હળવુ હાસ્ય
========
A)મારા મરણ પર તમે આન્સુ ન બહાવસો
મારા મરણ પર દોસ્તો ગમ ન કરશો
મારી યાદ આવે તો સીધા ઉપર જ આવજો.

========================

B)જીવનમા જશ નથી
પ્રેમમા રસ નથી
હુ વીચ્ારુ છુ બેઠો બેઠો
કે મારા સીવાય આ ખાડામા કેટલા પડૅ છે?

=======================

C)બોલયા કરે એ મૈતરી
ચુપ રહે એ પ્રેમ
મીલન કરાવે એ મૈતરી
જુડાઇ સટાવે એ પ્રેમ
હસાવે એ મૈતૃરી
રડાવે એ પ્રેમ
તો પણ લોકો મૈત્રી ંમુકીને કેમ કરે છે પ્રેમ

=========================

સંતનો સમાગમ લાભ કારક હોય છે.

——————————-
7)કાવ્ય

======

કાવ્ય પર આદીલ મન્સુરીૅ કહે છે
‘જન્જીરમા ખુશબુ કદી જકડાય નહી
રેતીથી સરીતા કદી બાન્ધી ન શકાય
આદીલ એ દીશામા તમે કોશીશ ન કરો
શબ્દોમા કવીતા કદી બાન્ધી ન શકાય.
=========================
(હીમાલયમા યુધીશથીર એકલા પડી ગયા છે. બધા બન્ધુઓ બરફમા ઓગળી ગયા છે. એમની સાથે એમનો શ્વાન છે. એ વીલાપ કરતા કરતા સ્વ્ર્ગને દ્વારે પહોચે છે.)

હીમાલયની નીરવ શાંતીંંમા–
===================

હીમાલયની નીરવ શાન્તીંમા ધર્મરાજ આન્સુઓ વહાવે
કુદરત પણ વીલાપ કરે, ભાંડૂઑના વીરહમાં
સામે સ્વર્ગ દ્વાર છે, દ્વાર્પાલ આવકારે છે.
એમને માટૅ આવકાર, પ્ણ ઍંમનાં સ્વાન માટે નકાર છે.
હીંમાલયની નીરવ શાંતીંમાં——-
દ્વારપાલને યાચના કરે છે.
———————–
સારું જીવન રહ્યો છે સાથે, મોતમાં પણ ઍનો સાથ
એને રઝળતો મુકીને ના આવું, તારે દ્વાર
એનો જો સાથ નહી તો તારુ સ્વરગ તુંછ્છ છે,
દ્વારપાલને આવી દયાને સ્વાનનો પણ થયો ઉધ્ધાર.
હીમાલયણની નીરવ શાંતીમાં—-
ભારત દેસાઈ
===================

“બચપણની નીર્દોશતા લુચ્ચાઈ જેવી બાબતમાં પડતી નથી પણ યુવાની ઘણીવારંં લુચ્ચાઈંમાં પડી જવાથી ઍને નીરદોશતા સાથે સબંધ હોતો નથી.”
=============================================
8)ગીત
===
બચપણ તારી યાદ સતાવે
મીઠા મીઠા સ્ભારણાઑ લાવે
ભીરુઓ સાથેની ધમાચકડીઓ
ભાઈબહેનોની નીર્દોસ રમતો
તેમા થતી થોડી ઇન્ચાઈઑની
ંમીઠી યાદો સતાવે
બચપણ—-
લગાવતા પતં્ગોની પૈચો
મેદાનોમા પતંગોની લુંટો
દોડ્તા દોડતા છોલાતા અંગો
એની હજુ યાદો આવે
બચપણ—-
ભારત દેસાઇ
================

9)ગુજરાત
=====
ગુજરાતની ધરતી કર્ષણ,્ સુદામા,નરસીંહ મહેતા,મીરાં,દયાનંદ સરસ્વટી,વીવેકાનંદ અને ગાંધીજી જેવાં મહાન માનવોની પુણ્ય ભુિમ છે. અહીએ રાખેંંગાંર અને િસ્ધ્રાજ જેવા વીર રાજવીઓં પાક્યાં છે. એની સમરુધી અને ખ્યાતી સાત સાગરો પાર પ્રસરેલી છે. એવા ઇિતહાિસક ગુજરાતની વાત છે.
========================

ઍવુું રુપાળુ ગુજરાત
=============

પસ્ચીમેે ઘુંઘવતો સાગર
પુર્વે ગીરીંમાળાઓ છે
એવુંું રુપાળુ ગુજરાત
જ્યાંસ્વરગમય દીનરાત છે
એવું—
બનાસ, સાબરમતી વહે ઉત્તરે,
મધ્યે દેવી નરમદા અને મહી
દક્શીણે તાપી અને અંમ્બીકા
પાથ્રી છે લીલીછમ જાજમો અહી

એવું—
નરસીંહના પ્ર્ભાતીયાઓથી
જ્યા સુંર્યોદય થાય છે
ક્રષ્ણ્ અને ગાંધી સુધીની ગાથાઓ
રાત દીન સંભળાય છે
એવું—
અમેરીકાથી જાપાન સુધી
સારા વીશ્વે ગુજરાતીઑ વસે
સ્મરુધીની રેલમછેલ થકી
ગુજરાતીઓ ઝોળીઓ ભરે
ઍવું—
પરદેશે પર્વતો અને સાગરો છે
ભવ્ય નદીયા અને ફુલોની બગીયા
તો પણ ગુજરાતીઓ ઢુંઢે શું?
મુલકની સુગંધીત માટી ક્યાં?
એવું—
ભારત દેસાઈ
=================

10)શાયરી
=======

(યુવાની અને બુંઢાપાનો ટકરાવ સામાન્ય રીતે થાય છે, પરંતુ ઍના સુમેળમાં જ માનવોનું કલ્યાણ છે.)
બુંઢાપાના ખ્યાલથી-
બુંઢાપાના ખ્યાલ્થી જવાની થથરી જાય છે,
જેમ પીળા પાંદડાઓ આખરે સુકાં થઇ જાય છે.
જવાનીની ંંમસ્તીમા જુવાની ભુલી જાય છે,
કે બુંઢાપો એની મસતીને મસળવા રાહ જોતો હોય છે.
બ્ંઢાપાના ખ્યાલથી-
જવાની બુંઢાપા પર હસ્યાં કરતી હોય છે,
એનેે ખબર નથીકે બુંઢાપાનુ અંિતમ હાસ્ય હોય છે.
જવાનીંમા જોસ હોયતો, બુંઢાપાનો અનુભવ છે,
બ્ન્નેના સુંમેળમા જ સ્ંખ શાંિત્ હોય છે.
બુંઢાપાના ખ્યાલથી-
ભારત દેસાઈ
===============

11)(કાવ્ય)

========

કોઇ એક જીવ બતાવો જે પોતાની માને પ્રેમ નથી કરતો? અરે મા તરફ બેદરકાર પણ્ ઍના મોત બાદ એના વગર ઝુરતા હોય છે. કંઇ નહીતો એના નીશ્વાર્થ પ્રેમને યાદ કરતા હોય છે. માની બાબતમા અહેમદ મકરાની કહૅ છે “અચાનક ફ્રીથી જ મા યાદ આવી, બધાએ દરદની દવા યાદ આવી”
=================================================================
ંંમા તે—
મા તેે પાપા પગલી ભરતા શીખવ્યું
જીવન યુધ્ધમાં જીવતા પણ શીખવ્યું
તારા ઋઉણ્ને ન કરી શકાય અદા
કોઇ કરવા જાય તોે મુરખ કહેવાય અહા
મા તે—
પુત્રને વાગે શરીરેતો, લોહી નીકળે માને
સદા આપતી રહે, પણ કદી કંઇ ના લે
સર્વને ખબર છે પ્રેમની ઍ ભુખી
એ પણ ન આપોતો, યાદ કરી રહો દુખી
ભારત દેસાઈ
============================================

12)ગીત
======
આપણામા કહેવત છેકે’આશા અમર છે.’ આશા વગર સફ્ળતા મળવી ંમુશ્કેલ છે. નીરાશામા માનવી મોત માટે રાહ જોતો થઈ જાય છે. આશાવાન માણસ સ્વપ્ન જોતો થઈ જાય છે અને સ્વપ્નમાથી કઈક નવીન સરજન થાય છે. નવસરજન એજ પ્રગિતનું િચન્હ છે.માટૅ માણસે આશા છોડવી ન જોઈએ.
===================================================================================
અાશાની પાંખે —
આશાની પંાખ જીવવું છે મારે
કલ્પનાના ખોળૅ ને ઋધધાની આંખે
આશાની પાંખે—
પ્ંખી બનીને ધુંમુ આકાશે
માછલી બનીને હું િવહરું સાગરે
જાવનના ગમને સંભારવા ન મારે
ગ્મના બોજે મરવું શાને?
આશાની પાંખે—
ઉચાં શીખ્રો પર બેસીને મારે
ધ્રતીનું સૌદર્ય જોવુ છે મારે
કાળા ખ્ડ્કોને ભુલીને મારે
નીચે હરીયાલ જોવી છે મારે
આશાની પાંખે—
ભારત દેસાઈ
=================

૧૩)શાયરી
=======

માણ્સનો અહમ સ્ત્તા, ધર્મ,અને ધન દ્વારા બીજાઓ પર આિધપત્ય જમાવે છે. અને એ બધા જં દુષણોના મુળમાં છે.
==========================================================================
એક પર બીજાનું વર્ચસ્વ, એ સત્તાની જાળ છે,
નબળા પર બળવાનનું સામ્રાજ્ય, સત્તાનો પ્રભાવ છે.
ધનવાનોની ધનલીલામા કેટલાએ લલચાઇ જાય છે,
સારા નરસાનું ભાન ભુલી,લક્સ્મીને શરણે થઈ જાય છે.
ધરમ ગુરુઓના ફતવાઓમા,ધર્મગ્રનથોનું તો ફક્ત નામ છે,
ધરમને િનજ સ્વાર્થે મચડી, અસત્યને સત્ય બતાવાય છે.
બધાં શોષણો, અને દુષણૉમા, ધન,ધરમ, કે સત્તા હોય છે.
કોઇ પણ વસ્તુનો દુરઉપીયોગ, સર્વ નાશ્નું મુળ છે.
ભારત દેસાઇ
==================================

૧૪)ગીત
======
માધવ તારી આંખોમાં—
ંમાધવ તારી આંખોમાં આંસુંઓ દીઠાં અપાર
માનવોએ મુંકી ંમાનવતાને,તુ ્ધણો લાચાર
માધવ તારી આંખોમાં—
ધોળૅ િદવસે રસ્તા ઉપર અબળાઓ લુંટાય છે
રાત્રીઓના અંધકારમા કેટલાયે દેહો ચુંન્થાય છે
દુર્જનોનાં રાજ ચાલેને, સજ્જનો ધરમાં થથરે છે
હદસે્રુષ્ટોની વાહ જોઇને, ધ્રમ બીચારો કંપે છે
માધવ તારી આંખોમાં—
ક્યાં લગી તું જોતો રહેશે, આવા પાપાચાર?
ક્યાં લગી સહતો રહશે, આવા દુરાચાર?
હવે તો પારથ્ને કહી દેકે ચઢાવે એના ધનુષબાણ
ૈવીધીં નાંખે પાપીઓને, સ્થાપવા ધર્મત્ણો આચાર
માધવ તારી આંખોમાં—
ભારત દેસાઇ
================================

માણસ ગમે એટલો કાબેલ હોય, ગમે એટલો મહેનતુ હોય તો પણ અસફળ થાય છે. ત્યાંરે એને એની મર્યાદાઓનું ભાન થાય છે. એ મર્યાદાઓ જ એને પર્ભુના અસ્તીત્વનો સંકેત આપે છે. તો કિવ હદય શું કહે છે?
==============================================================
15)કાવ્ય
====
પર્વતો બનાવીને ઇશવ્રે માનવોને પડકાર્યંા છે,
સાગરો બનાવીને એની મર્યાદાઓ બતાવી છે
મગરમચ્છની જેમ દોડતી નદીઓ બનાવીને,
માનવોની ગિતને પડકારી છે

િેવજળીના કડાકાઓની ભયંકરતામાં,
એણે માનવવોના ઉન્માદઓને બ્રેક લગાવી છે
જંગલની િનરવ શાંતીમા જંગલી જાનવરો બનાવીને,
માનવોની જંગલીયાત તરફ એક ઇશારો છે
ભારત દેસાઇ

================================

૧૬(કાવ્ય) આ કાવ્ય એક પરદેશી ગુજરાતીની વતન પ્રેમથી લાગણીનુ પ્રતિબિમ્બ છે

==========================================

ક્યા છે?

અહી ભવ્ય ડુગરમાળાઓ છે,

અને નદીઑના નિર્મળ નીર છે.

પ્રભાતને સોનેરી કિરણૉ સજાવે અહા,

રુપેરી ચાન્દનીની પણ મઝા છે.

ખરેખર કુદરત આફરીન અહા!

પણ ગુજરાતની માટીની મહેક ક્યા?

ફલફુલોથી લચતા બગીચાઓ છે,

અને પન્ખીઑના કલરવ પણ છે.

મદમસ્ત આવરણ સર્વત્ર અહા!

પણ ગુજરાતની સુગન્ધી હવા ક્યા?

બરફી ટૉચો લાગે હીરાનો હાર,

લીલીછમ હરિયાળી ખીણો અહા.

સ્વર્ગ પ્રુથ્વી પર આવ્યુ જાણૅ!

પણ નરમદાના નીર ક્યા?

અહીએ ભલે બધે સ્વર્ગ હોય,

પણ ગુજરાતના પેલા માણસો ક્યા?

ભારત દેસાઇ

==============================

૧૭)(લેખ-મારી મા)-૨૦૦૯-’મધરસ ડૅ’-નિમીત્તે

==========
મારી માનુ નામ કમુબહેન હતુ, પણ સાસરામા એને શાન્તાબહેન નામ આપ્યુ હતુ. તે સુદર,સરલ અને પ્રેમાળ હતી. તે બહુ ભણૅલી ન હતી પણ એનામા સ્થળ અને સમય સાથે સમન્વય સાધવાની અનોખી આવડત હતી.
મારો જન્મ વલસાડમા થયો પણ મને કરાચી લઈ ગઈ હતી. તે વખતે મારા પિતા સીન્ધમા સક્કર બેરેજ પર કામ કરતા હતા. હુ દોઢ વરસ હતો ત્યારે મારી માસી મને વલસાડ મારી નાની પાસે લઈ આવી હતી. દોઢથી દસ વરસ સુધી હુ માના પ્રેમથી વન્ચિત રહ્યો. મને યાદ છેકે એ મને લેવા આવી ત્યારે મારા આખા શરીરે પ્રેમથી હાથ ફેરવી બોલી હતી”દીકરા તુ તો એક્દમ લેવાઇ ગયો છે.” એના પ્રેમે મારા વરસોની એના વિરહની પ્યાસ બુઝાવી દીધી હતી.
મારી મા અન્યાયો સામે લડનારી અને ભય રહિત સ્ત્રી હતી. સયુક્ત કુટુબમા તે અન્યાયો અને આત્મસન્માન માટે ઝઝુમી હતી. ઍ અમારે માટે પ્રેરણા દાયક ગુણો હતા. તેને અવગુણૉ માટે તીરસ્કાર હતો. ચોરોને અને લફન્ગાઓને પકડી એને સજા કરાવતા મે જોઇ છે.
માનવ સબન્ધોમા તે નિપુણ હતી. અમારા ઘરમા ધાર્મિક પ્રસન્ગો, અને દાવતોઑની પરમ્પરા ચાલુ રહેતી. કુટુમ્બિક મિત્રોની મુસીબતોમા તે એમની પડખે રહેતી. આથી સબન્ધો ગાઢ રહેતા.
તે ડાયાબીટીસ, હદય બિમારીઓથી વરસોથી પીડાતી હતી પણ એના રોજીલા જીવનમા કઇ ફરક પડતો ન હતો. એકવાર એને હાર્ટ એટેક હતો અને અમે બધા કુટુમ્બીજનો એની જીવવાની આશા ગુમાવી બેઠા હતા ત્યારે એણે કહ્યુ” હુ ઘરે પાછી આવુ છુ. તમે નાહક્ની ચીન્તા કરો છો” આજ એની આત્મશક્તિ બતાવતી હતી.
આત્મશક્તિનો એ ધોધ હતો.
મારા પિતાના મ્રુત્યુ બાદ એણે કહ્યુ ” હવે હુ બહુ જીવવાની નથી” એની મરણૉત્તર ક્રિયાની સુચનાઓ પણ આપવા લાગી હતી. ઍના છેલ્લા દિવસો કાઢવા તે મારી સાથે રહેવા આવી હતી. ‘ભયલા હવે વધારે જીવવાની નથી’ એમ કહ્યુ ત્યારે મને લાગ્યુ કે એણૅ જીવવાની ઈચ્છ ગુમાવી દીધી છે. એની આત્મશક્તીનો અન્ત આવ્યો છે. મે લાગણી સભર એને કહ્યુ ‘ તુ હવે અમારા માટૅ જીવશે. હવેના બધા દિવસો અમારા છે.’આખરે એની ઇચ્છા મુજબ એણૅ આખ મીચી દીધી. એ જીવી અને મરી એની મરજી મુજબ!
અમને આત્મસન્માન અને ભયરહિત સન્સ્કારી જીવન જીવવાની પ્રેરણા આપતી ગઈ. ઘણીવાર આત્મશક્તી માણસના શરીર પણ વિજય મેળવી લે છે એ મારી માના જીવનમાથી જ શીખ્યો છુ.
————————–

Comments (1)
85 queries. 2.263 seconds.