Thursday, March 15, 2012





આંતરાસ્ટ્રિય મહિલા દિવસ- ૮મી માર્ચ
==================================================================
(ઉપરના ચિત્રોમા નીચેથી હિલારી ક્લિંટન, અમેરિકા. ઍનિ ઉપર ઍન્જિલા મર્કેલ, જર્મની. ઍનિ ઉપર ઈંદિરા ગાંધી, ભારત, અને ઍકદમ ઉપરના ચિત્રમા રાણી લક્ષ્મિબાઈ.)
--------------------------------------------------------------------------------
મહિલા દિવસની ઉજવણીનો ઉદ્દેશ  સ્ત્રીઓને પ્રોત્સાહન આપવુ અને ઍમના શોષણ ને દૂર કરવુ.મહિલાઓ સમાજના પાયારૂપ છે, તે છ્તા ઍમનુ શોષણ અને ઍમને અન્યાય થતો જ રહે છે.
ભારતમા જાંસીની રાણીથી કે પછી યુરોપની જોહનઓફ આર્ક, ઈજીપ્તની ક્લીઓપેટરા લો અથવાતો આધુનિક યુગની ઈંદિરા ગાંધિથી, કે આંજીલા મરકેલ લો, ઍ બધી સ્ત્રીઓે ઍ દુનિયાના વિકાસમા અજોડ ફાળો આપ્યો છૅ. તો સ્ત્રીઓને અન્યાય શા માટે?
  ભારતમાતો ગુરુમાતાઓથી તે દરેક સ્ત્રીઓને માન આપવામા આવે છે. પુરાણોમા પણ કહ્યુ છે 'સ્ત્રીઓ જ્યા પૂંજાય છે ત્યાજ ઈશ્વર વસે છે' પરંતુ આજે પણ ગામડાઓમા સ્ત્રીઓની સ્થિતિ સારી નથી. આધુનિક દેશોમા ફૅશન તથા માર્કેટીંગના નામે સ્ત્રીઓનુ શોષણ કરવામા આવે છે. સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે આપણે જે વાસ્તવમા કહી રહ્યા છે ઍનુ પાલન કરવુ જોઈઍ. સ્ત્રીઓને શિક્ષિત પણ કરવી જોઈઍ. તોજ સ્ત્રીઓ મજબૂત બનશે.
ભારત દેસાઈ
==============================

Friday, March 9, 2012




હોળી ઍ પ્રેમ, સુમેળનો પવિત્ર તહેવાર છે. રંગો ઍને સુખ, આનંદ અને ઉલ્લાસથી ભરી દે છે. હોળીનો પ્રજવળતો અગ્નિ વાતાવરણને દૂષણોથી,અને પ્રદુશણોથી મુક્ત કરે છે. હોળી ઍટલે દુર્વીચારોથી મુક્ત થવાનુ પર્વ.
---------------------------------------------------
હોળી
=====
" હોળી આવી રંગો લાવી
સ્વજનોને મળવાથી ઍ બહુ ભાવી
ઍની પ્રચંડ જ્વાલાઓમા મન દુખો તણાઈ જાય
ઍની રંગોની ધૂમરીઓમા દૂષણો ફેકાઈ જાય
હોળીમા સર્વ દિલદર્દ ક્યા જાયે?
ઍની પણ હોળીમા હોળી થઈ જાયે
હોળી આવી રંગો લાવી
મિત્રોને મળવાની બહુ મજા લાવી
હોળી આવી રંગો લાવી"
ભારત દેસાઈ
=================================