નરસામા પણ સારુ જુઓ
===============
આ દુનિયાની દરેક ચીજમા અને વ્યક્તિમા કોઈને કોઈગુણ હોય . ઍ ને જોવા માટે સકારાત્મક વલણની જરૂરત છે. વિનોબાજી ઍ કહ્યુ છે તેમ "જ્ઞાન કરતા દ્રષ્ટી નુ મહત્વ વધુ છે."
-કારેલા કડવા હોય છે પરંતુ ઍ શારીરિક રીતે ઘણા ઉપયોગી હોય છે. તેવી જ રીતે ખરાબ વ્યક્તિઓમા પણ કઈક સારી વસ્તુ હોય છે.
-રાવણ રામાયનમા વિલન હતો પણ જ્ઞાનનો ભંડાર હતો. રાજનીતીમા ઍ નિપુણ હતો. રામે પણ ઍ સ્વીકાર્યુ હતુ.
-દુર્યોધન ઍક સારો રાજા હતો. તે સ્વભીમાની અને બહાદુર યોધ્ધો હતો. મહાભારતના યુધ્ધમા ઍક વખતે ઍને સલાહ આપવામા આવી હતીકે 'તેણે પાંડવઑ સાથે સમાધાન કરી દેવુ જોઇઍ કારણ કે તેની જીતવાની શક્યતા નથી.' તેનો જવાબ ઘણો સચોટ હતો. ' સાચો યોધ્ધોતો રણમેદાનમા જીત મેળવે છે, અથવા લડતા લડતા મૃત્યુને ભેટે છે. કહેવાય છે કે દુર્યોધનઍના મૃત્યુબાદ સજા ભોગવવા નર્ક મા ગયો હતો. ઍ ની સજા પુરી થતા કૃષ્ણ ઍ ઍને બહાર કાઢવા હાથ આપ્યો, ત્યારે પણ ઍ ણે ઍનુ આત્મસન્માન છો ડ્યુ ન હતુ. હૂ મારી જાતે નીકળીશ કહી કૃષ્ણની મદદનો અસ્વીકાર કર્યો હતો.
-ઍડૉલ્ફ હિટલર જેનો બીજા વિશ્વ યુધ્ધમા પરાજય થયો હતો,તે ઘણો ક્રુર સરમુખત્યાર હતો. લાખો યહુદિઓની ઍણે કત્લ કરાવી હતી. ઘણા દેશોને ઍની સેનાઍ કચડી નાખ્યા હતા. પરંતુ ઍ ઉચ્ચ કક્ષાનો નેતા હતો જેના માટે જર્મન પ્રજા જાન આપવા તૈયાર હતી. ઍ ણે જર્મનિને મજબૂત રાષ્ટ્ર બનાવ્યુ હતુ જેને માટે દરેક જર્મનો ગર્વ શકે ઍમ હતુ. તે ચિત્રકાર હતો. દેશપ્રેમી હતો. યુરોપના સંસ્થાનવાદ નીચે સબળતા ગરીબ દેશોને મુક્તિ અપાવવામા આડકતરી રીતે મદદ કરી હતી. સુભાષચંદ્ર બોજને પણ ભારતની સ્વાતંત્રની લડાઈમા સહાય કરી હતી. ભારતની આર્ય પ્રજા માટે ઍને માન હતુ અને સ્વસ્તિકને જર્મન રાષ્ટ્રનુ પ્રતીક તરીકે અપનાવ્યુ હતુ.
-બુરાઈની બાબતમા ગાંધીજીના વિચારો બહુ સ્પષ્ટ હતા. ગાંધીજી લોકોની સારાઈનો ઉપયોગ સારા કામો માટે કરતા અને ઍમની બુરાઈઓ માટે તેમણે સાહનુભુતિ હતી. તેઓ કહેતા" મારા પોતાનામા ઘણી નબળાઈઓ છે તો બીજાની ક્ષતિઓને કેવી રીતે મુલવી શકુ."
*********************************