મા
==
( મધર ડે- ઍક અંજલી)
મા ઍટલે પ્રેમ, બલિદાન, અનેસહનશીલતાની પવિત્ર મુર્તિ. મા પ્રેમની નદી છૅ પરંતુ પોતાના સંતાનોની રક્ષા માટે તે મહા ચન્ડી પણ બની શકે છે. સ્ત્રીની બધી શક્તિઓનુ સમાગમ માતામા હોય છે. ઍટલા માટે આપણે માને રુદ્ર સ્વરુપમા કાલિકા અને પ્રેમ સ્વરુપમા અંબા તરીકે પુંજીયે છિઍ. ઍવુ ઍક પ્રાણી બતાવો જે માને પ્રેમ ન કરતુ હોય. સારા કે નઠારા બધા જ માનવીઓ પણ માના ખોળામા માના પ્રેમમા ખોવાઈ જાય છે. મહાન વ્યક્તિઓે ઍ પણ પોતાની સફળતા માટે પોતાની માતાઓને જ યશ આપ્યો છે.
(નીચે પ્રમુખ બરાક ઓબામાનુ બાળપણનુ ઍમની માતા સાથેનુ ચિત્ર છે જ્યારે ઍની નીચે બાળ ગણેશ અને પાર્વતીનુ ચિત્ર છે.)
-ગણેશજીઍ પોતાની મા પાર્વતીની રક્ષા માટે પોતાનુ મસ્તક શિવજી સામે ધરી દીધુ હતુ. પુત્ર નો ઍની મા પ્રત્યેના પ્રેમનો અજોડ દાખલો છે.
-શિવાજીને ઍમના સરદારો ઍ ઍક સુંદર સ્ત્રી ભેટમા આપી હતી. ઍ ની સુંદેરતા જોઈને ઍમને ઍમની માતા યાદ આવી. તેમણે ઍને નકારતા ઍટ લુ જ કહયુ કે ' મારી મા જો આવી સુંદર હોતતો હુ કેટલો દેખાવડો હોત ' મા ઍ સિંચેલા ઉંચ ચારીત્રનો આ ઉત્તંમ નમૂનો છે.
-રામકૃષ્ણપરમહંશ પોતાની પત્નીમા માની પવિત્રતા માનતા. તૅઓ પોતાની પત્નીને 'મા' કહીને જ સંબોધતા. તેમની માના સંસ્કારો, અને પવિત્રતાને ઍમની ઉંચ સાધના બાદ પણ ભૂલી શક્યા ન હતા. દરેક સફળ વ્યક્તિઓ પર માની છાયા પથરાયેલી હોય છે.
-અભ્રાહમ લિંકન ઍમની માને અધભૂત પ્રેમ કરતા હતા. માના ઍક સંદેશા પર બધા અગત્યના કામો છોડી ઍની પાસે દોડી જતા.
-મહાત્મા ગાંધી પર ઍમની માતા પૂતળી બાઈ નો બહુજ પ્રભાવ હતો. તેમણે ગાંધીજી જ્યારે ઉંચ અભ્યાસ માટે લંડન જવા માંગતા હતા ત્યારે વચન લીધુ હતુ કે તે કદી માંસ મચ્છી નહી ખાય અને જુઠ્ઠુ બોલશે નહી. ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ ઍમાથિ જ જનમ્યો હતો.
- ચીની ક્રાંતિના નેતા માઓટસે તુંગને ઍમની માતાઍ ધીરજના પાઠ શીખવ્યા હતા. તે ઍમને ચીનની ક્રાંતિ દરમ્યાન બહુ ઉપયોગી થયા હતા.
ગુજરાતી કવિ બોટાદકરે માની બાબતમા ઍક સુંદર કાવ્ય આપેલુ છે
" મીઠા મધુને મીઠા મોરલા રે લૉલ,
ઍ થી મીઠી રે મૉરી માત રે,
જનનીની જોડ સખી નહી મળે રે લૉલ."
************************
No comments:
Post a Comment