હિન્દુઍ ધર્મ નથી પણ જીવન જીવવાની ઍક રીત છે.
===============================
હિન્દુ ધર્મ કેટલા ઍ આક્રમણો સામે ટકી રહ્યો છૅ ઍના બે કારણો છે . ઍકતો ઍ સમયની સાથે બદલવા તૈયાર છે. અને બિજુ કારણ કેટલાઍ વીદ્વાનો ઍ ઍનૂ સિંચન ક્રર્યુ છે. કેટલાઍ પંથઑને સમાવી લીધા છે. આક્રમણકારોને પણ પોતાનાંમા સ્થાન આપ્યુ છે.
હિન્દુ ધાર્મિક ગ્રંથો પણ પણ વીદ્વાનો દ્વારા વખતો વખત સિંચાયેલા છે. રામાયણ., મહાભારતમ, ગીતા, અને ઉપનીષદોમા કૅટલાઍ વીદ્વાનોનૂ જ્ઞાન સમાયેલૂ . સારા માણસો સગૂણી હોય છે પરંતુ દૂષ્ટ માણસોની શક્તિમા પણ સગુંણો શોધવા પ્રયત્નો કરવામા આવ્યા છે.
રામ આદર્શ પુરુષ હતા. કૃષ્ણ દિવ્ય શક્તિવાળા, વીદ્વાન રાજપુરુષ હતા. લક્ષ્મણ અને ભરત આદર્શ ભાઈઓ હતા. હનુમાનમા રામ પ્રત્યેની વફાદારી અને નિષ્ઠા પ્રગટ થતી હતી. અર્જુનમા યોધ્ધા હોવા છ્તા મૃદુતા હતી. આમ્ આવા ગૂણોમાનવો પોતાના જીવનમા ઉતારે માટે વિવિધ પાત્રો દ્વારા ઉલ્લેખ કરવામા આવ્યો છે.
ઍવી પણ ઉદારતા બતાવવામા આવી છે કે ખરાબ પાત્રોમા લોકો ઍ ઍના ગુણ જોવા જ઼ોઈઍ. આથી જીવન વધૂ સુખી નીવડે અને કોઈ પણ વ્યક્તિને તિરસ્કારથી જોવામા નહી આવે. આપણે સંસારમા રહેવાનુ છે ઍટલે સારા અને નરસા સાથે રહેતા શીખવુ પડે છે. ઍમા સકારાત્મક વિચારધારા જરૂરી છે.
રામાયનમા રાવણ ઘણો વીદ્વાન હતો ઍટલા માટે રામે લક્ષ્મણને મૃત્યુ આરે ઉભેલા રાવણ પાસે રાજનીતિના પાઠ શીખવવા મોકલાવે છે. દુર્યોધન મહાભારતમા અભીમાની અને દૂષ્ટ બતાવવામા આવ્યો છે પણ ઍ રાજ્ય વ્યવસ્થામા નિપુણ બતાવામા આવ્યો છૅ. ભગવાન શ્રી કૃષ્ણા દુર્યોધનને નરકમાથી બહાર કાઢવા હાથ લંબાવે છે પરંતુ દુર્યોધન સહાય લેવાનો ઈન્કાર કરે છે કારણકે ઍની સ્વાભિમીનતા ઘણી ઉંચ હતી. કર્ણ જાણતો હતો કે તે અધર્મ સાથે છે અને ઍનો પરાજય અને મૃત્યુ નિસ્ચીત . તે દુર્યોધનના ઉપકારોથી દબાયેલો હતો આથી ઍણે વફાદારી દ્વારા ઍની કીમત ચૂકવી હતી. આમ દૂશ્ટોના ગૂ ણો બતાવીને ઍને જીવનમા ઉતરવાનો હિન્દુ ધર્મમા ઈશારો કરવામાઆવ્યો
યૂગો યુગોથી જેનુ સિંચન કરવામા આવ્યુ ઍવી વિચારધારાને કેટલાઍ દિગ્ગજો ઍ સમૃધ્ધ બનાવી છે ઍજ઼ સનાતન હિન્દુ ધર્મ તરીકે પ્રચલિત છે. ઍથી કોઈ પણ ધર્મની ખૂટતી કડી હિન્દુ ધર્મમા મળી આવે છે. ઍટલા માટે સ્ટીવ જોબ થી માંડીને તે બીટલ સુધીના જગપ્રસિધ્ધ પરદેશીઓ પણ ઍની જ્ઞાન ગંગામા સ્નાન કરી ગયા છે.
*********************************