સરદાર પટેલ-જન્મ દિવસ ૩૧મી ઓક્ટોબર
===============================
સરદાર લોખંડી પુરુષ હતા પરંતુ જરૂરીયાત પ્રમાણે મૃદુ રાજદ્વારી હતા. ઍંમના મિત્રો, કાર્યકરો માટે તૅઓ ઘણા પ્રેમાળ અને લાગણીશીલ હતા. ગાંધીજી પ્રત્યે ઍમની લાગણી અને વફાદારી અપાર હતી. સ્વતંત્રતા બાદ વડા પ્રધાનની પસંદગી વખતે સરદારની કોંગ્રેસમા બહુમતી હતી પરંતુ બાપુના આદેશને માન આપી ઍમણે વડાપ્રધાન પદ નેહરુની તરફેણમા જતુ કર્યુ હતુ. ઍ ઍમના ત્યાગનો અદભૂત નમૂનો છે.
ઍમણે રાજાઓને લોખંડી હાથે ભારતના સંઘમા ભેળવી દીધા, પરંતુ તેઓ રાજાઓના બલિદાનની કદર કરતા હતા. ભાવનગરના સંસ્કારી રાજાની કદર કરી મદ્રાસના રાજ્યપાલ બનાવ્યા હતા. સચિનની બેગમ ને આર્થિક મદદ પોતાના પૈસે ઍક બહેન તરીકે કરી હતી. પ્રતાપસિંહ ગાયકવા ડ ની ગેરવર્તન માટે ઍને પદભ્રષ્ટ કરી નાખ્યા હતા. હૈદરાબાદનો કબજો લઈ નિજાંમને ઍમનો પરિચય આપ્યો હતો. નહેરૂ ઍમને કેબિનેટ મીટિંગમા ગુસ્સામા આવી કોમવાદી કહ્યા છતા દેશના હિતમા હૈદરાબાદના પ્રશ્નનો નિકાલ ઍક અઠવાડિયામા કરી નાખ્યો હતો પરંતુ ત્યારબાદ કદી કેબિનેટ મીટિંગમા હાજર રહ્યા ન હતા. આજ બતાવે છેકે દેશના હિત આગળ પોતાના માન સન્માનને આગળ લાવતાં નહી. કાશ્મીરના પ્રશ્ન પર તેઓ સયુકત રાષ્ટ્રમા જવાની વિરૂધ્ધ હતા. તેમને તો પેશાવર સુધી જઈ કાશ્મીર પરના આપણા દાવાને પાકિસ્તાન પાસે તેજ વખતે કબૂલ કરાવી લેવો હતો. પરંતુ તેઓ નેહરુની જીદ્દ આગળ મજબૂર હતા. ચીનના બદ ઈરાદા વિષે ઍમણે નહેરુને ૧૯૬૨ પહેલા ચેતવણી આપી હતી. તેની
કોઈ નોંધ લેવામા આવી ન હતી. સરદારને પગલે જો દેશ ચાલ્યો હોત તો આજે ઘણા પ્રશ્નોનો નીવડો આવી ગયો હતો. ગાંધીજી અને સરદારની મુલાકાત ગાંધીજીનુ મૃત્યુ થયુ ઍના ૩૦મિનિટ પહેલા જ થઈ હતી જેમા સરદારે નહેરૂ સાથેના મતભેદોને લીધે સરકારમાથી મુક્ત થવા દેવાની ગાંધીજીને વિનંતી કરી હતી. દેશ હિત આગળ ઍમને સત્તાની પડી ન હતી.
ઍમનુ જીવન તદ્દન સાદુ હતુ. તૅઓ રાજકારણમા પણ પ્રામાણિક જીવન જીવતા હતા. આથી ઍમાના મૃયૂ વખતે ઍમની પાસે ઍવી કોઈ મિલકત ન હતી. ઍમાના નામનો ગેર ઉપયોગ કરવા બદલ તેમણે ઍમના ઍક્ના ઍક પુત્ર ડાહ્યાભાઈને પણ દૂર કર્યા હતા. ઍવા નેતા આજે ક્યા જોવા મળે છે?
-----------------------------------------------