Monday, November 12, 2012


ઈંદિરા ગાંધી- મરણતિથી ૩૧મી ઑક્ટોબર
===========================
ઈંદિરા ભારતના પ્રથમ મહિલા પ્રધાન મંત્રી હતા. આથી ભારતની મહિલાઓમા પણ તેઓ ઘણા લોકપ્રિય છે. તૅઓ પાકા રાજકારણી હતા. ઘણી વાર તૅઓ કોની સાથે રાજકારણ રમી રહ્યા ચ્હે તેનુ ધ્યાન ન રાખતા આથી ઍમને ખાલિસ્તાન ચળવળમા શિખોને હાથે સહન કરવુ પડ્યુ અને તેમના શિખ અંગરક્ષક ની ગોળી ઍ મરવુ પડ્યુ. જય પ્રકાશ જેવા પ્રામાણિક અને ગાંધીવાદી નેતાને પડકારતા ચૂંટણી મા પરાજય ભોગવવો પડ્યો. ઈંદિરાજીના સલાહકારો નિપુણ હતા પણ ઍમની સાથીઓની પસંદગી નીચી કક્ષાની હતી જેથી તેઓ તેમને કાબૂમા રાખી શકે. તે ઉપરાંત તેમના કરતુકોનિ ફાઇલ રાખી શકે અને ઍમનુ ધ્યારુ કરાવી શકે. જાણીતા પત્રકાર અરૂણ પુરીઍ લખ્યુ છેકે ' ઈંદિરાજી મા નિર્ણય લેવાની શક્તિ છે પણ ઍમને ઍના પરિણામોનો ખ્યાલ હોતો નથી.' આવા ઍમણે ઘણા નિર્ણયો લીધા હતા.
                                         ઍમના રાજકીય નિર્ણયોમા બૅંકોનૂ રાષ્ટ્રીયકરણ, રાજાઓના સાલિયાનાની નાબુદી, દેશ પર કટોકટીની લાદણી. બૅંક ઓના રાષ્ટ્રીયકરણના વિપરીત પરિણામો દેશ ભોગવી ચૂક્યો છે. રાજાવીઓના સાલિ યાનાની રકમ ઍમણે આપેલા ભોગની સામે કઈ ન હતી જે સમય સાથે નાબૂદ થવાની હતી. ઍ ઍમનો સામન્ય માણસોના મત લેવા માટેનો તૂક્કો હતો. દેશ પર કટોકટી લાદવાનો નિર્ણય ઍમની સત્તા બચાવવા માટે હતો. ઍમ શાહ કમિશને પણ ઠેરવ્યૂ હતુ  બંગલા દેશની મુક્તિ અને પ્રથમ ઍટમ ધડાકો ઍમના પ્રસનસિય નિર્ણયો હતા.
                                          ઈંદિરાજી માટે ભ્રષ્ટાચાર  વિશ્વમય પ્રશ્ન હતો. આથી ભ્રષ્ટાચાર વધ્યો હતો. તેઓ રાજકારણમા નીતિમત્તાને મહત્વ આપતા ન હતા આથી  કટોકટી દરમિયાન' મેંટેનેન્સ ઓફ ઇંટર્નલ સેક્યૂરિટી'  કાયદા હેટળ રાજકીય નેતાઓની ધરપક્ડ ન કરવાની બાહેંન્ધારી આપી હોવા છતા જય પ્રકાશ નારયણ, મોરારજીભાઇ, અટલ બિહારી બજપાઇ અને અન્ય સેકડો નેતાઓની  ધરપકડ કરી હતી. ટૂંક મા  ડેમૉક્રેસી  સસ્પેંડ કરી નાખી હતી. ઍમના ઍ બધા કાર્યોં નો વૈશ્વિક વિરીધ થયો હતો. આખરે ઍમણે કટોકટીને હટાવવી પડી હતી અને ચૂંટણિમા પરાજય ભોગવવો પડ્યો હતો.
                                                   ==========================

No comments:

Post a Comment