ગુજરાત દિવસ - પહેલી મે ૨૦૧૩
=====================
ગુજરાત રાજ્યની સ્થાપના ૧૯૬૦ ના પહેલી મે ના રોજ થઈ હતી . ત્યારથી ગુજરાતની આગેકૂંચ ચાલુ છે. ગુજરાતે ભારતને અનેકરત્નો આપ્યા છે. ભગવાન કૃષ્ણાથી શરૂ થઈ ગાંધી અને સરદારથી આગળ વધી રહી છે. ભારતના ભાગલા થયા પણ ભાગલા કરાવનાર જ઼ીના પણ ગુજરાતી જ હતા. ગુજરાતે ભારતને રાસ્ટ્રપિતા, પ્રધાનમંત્રી, અને નાયબ પ્રધાન મંત્રી આપ્યા છે. મોરારજી દેસાઈ પ્રથમ ગુજરાતી પ્રધાન મંત્રી હતા અને બીજા ઍક અગ્રગણ્ય ગુજરાતીઍ પ્રધાન મંત્રી થવા નામ નોઘાવી દીધુ છે. ભારતના પૈસા પાત્ર વ્યક્તિઓમા અંબાણી, ટાટા, પ્રેમજી વગેરે આગળ છે. ગુજરાત વિકાસમા પણ બધા રાજ્યોમા આગળ છે.
ગુજરાતનો ઈતિહાસ પણ સમૃધ્ધ છે. ગુજરાતીઓ સાહસિક, ખંતીલા, અને પ્રામાણિક હોઈ ગુજરાતની સમૃધ્ધિ જાળવી રાખી છે. દુનિયાને ખોળે ભમીને ઍમણે અખૂટ સંપતી ભેગી કરીને ગુજરાતને સમરુધ્ધ બનાવ્યુ છે. મોગલોથી માંડી બ્રિટીશો સુધી ગુજરાત હમેશા સમૃધ્ધ રહ્યુ છે. આથી ગુજરાતની જહેજલાલી હમેશા ગુજરાતની પ્રજાને જ જાય છે. નેતાઓ નિંમીત માત્ર હોય છે પરંતુ જહેજલાલી પાછળ ગુજરાતી પ્રજાનુ જૉસ હોય છે. ભલે ગુજરાતીઓ પરદેશમા પૈસે ટકે સમરુધ્ધિમા આળોટતા હોય પરંતુ તૅઓ પોતાના માદરે વતન ગુજરાત અને ઍનિ ભૂમિને ભૂલતા નથી. દરેક ગુજરાતી ગુજરાતને આવી રીતે યાદ કરે છે.
ઍવુ રૂપાળુ ગુજરાત-
પશ્ચિમે ઘુઘવતો સાગર, પુર્વે ગીરીમાલાઓ છે
ઍવુ રૂપાળુ ગુજરાત, જ્યા સ્વર્ગમય દિન રાત છે
બનાસ, સાબરમતી વહે ઉત્તરે, મધ્યે નર્મદા અને મહી
દક્ષીણે તાપી અને અંબિકા, પાથરી લીલી જાજમો અહી
ઍવુ રૂપાળુ ગુજરાત-
નરસિ્હના પ્રભાતિયાઓથી, જ્યા સૂર્યોદય થાય છે
કૃષ્ણ અને ગા.ધિની ગાથાઓ , રાત દિન સંભળાય છે
અમેરિકાથી તે જાપાન સુધી, વિસ્વે ગુજરાતીઓ વસે
સમરુધ્ધિની રેલમ છેલમ થકી, ગુજરાતની જો ળી ઑ ભરે
ઍવુ રૂપાળુ ગુજરાત-
બધે સાગરોને પર્વતો છે, ફળફૂલોથી લચકતા બગીચાઓ
તો પણ ગુજરાતીઑ શોધે શુ? ગુજરાતની માટીની મહેક ક્યા?
ઍવુ રૂપાળુ ગુજરાત-
ભારત દેસાઈ
**********************************************