વિચિત્રતા
======
જે લોકોમા વિચિત્રતા હોય છે ઍ લોકો શુ કરશે? કેવુ વર્તન કરશે? તે વિષે અનુમાન કરવુ પણ મુશ્કેલ છે. ઘણીવાર આવા લોકો કોઈના કાબૂમા નથી રહેતા અને ઍમનો ગુસ્સો કાબૂ બહાર ચાલી જાઇ છે. પરંતુ ઘણીવાર આવાજ માણસો દુનિયામા અનોખુ પ્રદાન કરતા રહે છે. ઘણીવાર નાગા બાવાઓનુ વર્તન વિચિત્રા હોય છે પરંતુ ઍ ઉચ્ચ કશા ઍ પહોચેલા હોય છે. ઍમની વિચિત્રતા ઍમના ધેધ્ય સ્વરુપ હોય છે.
પૂજ્ય મોટા ઍ ઍમની આત્મકથાંમા ઍક ઍવા ગુરુંની વાત કરી હતીકે જેમણે ઍમના વિચલિત માનસને કાબૂમા લાવવા માટે ઍમના મસ્તક પર પ્રહાર કર્યો હતો. પરંતુ ઍમાથિ ઍક સંતનો જન્મ થયો હતો. વિચિત્ર માણસની વિચિત્ર પધ્ધતીનો આ નમૂનો છે. રામકૃષ્ણ પરમહંસ પોતાની પત્ની શારડાદેવીને મા કહેતા આ પણ ઉચ્ચ કક્ષાઍ પહોચેલા સંતની વિચિત્રતા જ છે. જાણીતા લેખક્ ગુણવંત શાહે મોરારજીભાઇ ભાઈને વિચિત્ર ગણાવ્યા હતા પરંતુ સાથે સાથે ઍમ લખ્યુ હતુ કે ઍવા લોકોને ઓળખવુ પણ મુશ્કેલ છે. ઍમને જાણવા માટે ઍમની નજદિક જવુ પડે. મોરારજીભાઇ સાથેના ગાઢ પરિચય બાદ તેઓ ઍમના પ્રસંસક બની ગયા હતા. ઍમણે આગળ લખ્યુકે ' મોરારજીભાઇ નાળિયર જેવા હતા જ્યા સુધી નાળિયરને તોડો નહી ત્યા સુધી મીઠુ પાણી પીવા મળે નહી. તેઓ વલસાડની આફુસ કેરી જેવા હતા કાપીને ખાવ નહી ત્યા સુધી ઍનિ મીઠાસને માણી શકો નહી. આ ઍટ લા માટે કે મોરારજીભાઈને જાણ્યા સિવાય ઍમને વિચિત્ર ગણી ઘણાઍ અન્યાય કર્યો હશે.
જનરલ મેક આર્થર બીજા વિશ્વ યુધ્ધના મહાન વિજેતા અમેરિકન સેનાપતિ હતા. તેઓ તેમના વિચિત્ર વર્તન માટે પણ જાણીતા હતા. ઍમાને ઍમા ઍમણે અમેરીકન પ્રમુખની સત્તાને પણ પડકારી અને ઍમની ખુરશી ગુમાવી દીધી. ઍનાથિ ઍમનુ બીજા વિસ્વ યુધ્ધના પ્રદાનને ઑછુ ગણાતુ નથી. ઍપલ ના સ્થાપક સ્ટીવ જોબ પણ વિચિત્ર સ્વભાવના હતા. ઘણીવાર ગુસ્સામા ખુરશી પણ ફેકતા. ઍમની સાથે કામ કરવુ મુશ્કેલ હતુ. ઍમને ૧૯૮૫મા ઍમણે જ સ્થાપેલી કંપનીમાથી હાકી કાઢવામા આવ્યા હતા. થોડા સમય પછી ઍ ઍપલમાપાછા ફર્યા હતા. ત્યાર બાદ તૅઓ વધારે સફળ રહ્યા. બધા જોબની વિચિત્રતાથી પરિચિત હતા પણ તૅઓ નવનિર્માણમા નિપુણ હતા. ઘણીવાર વિચિત્રતા સફળતાની સાથી હોય છે.
તે છતા વિચિત્ર માણસો ઘણીવાર સુદ્રઢ રીતે કપડા પહેરતા હોય છે. ઍમનામા આત્મવિશ્વાસ હોય છૅ. ઍમને ઍમની જાતને રજૂઆત કરવાની આવડત હોય છે. તૅઓ ઉચ્ચ સ્વપ્ન દ્રષ્ટા, બૌધિક, અને હાસ્ય રસિક હોય. સામાન્ય લોકોની દ્રષ્ટિે ઍ નીરસ લાગે છે. પરંતુ ઍવા માણસોનૂ પ્રદાન આ દુનિયામા વધુને વધુ રહ્યુ છે ઍમા શંકા નથી.
****************************************
No comments:
Post a Comment