અમેરિકા વિષે
========
-અમેરિકાને મોબાઇલ ટેલિફોન ઘેલુ બનાવી રહયુ છે. અમેરિકનો મોબાઇલ દ્વારા આખા વિશ્વને હ્થેળીમા રાખવા માંગે છે. અત્યાર સુધી ઇ-મેઈલ, સંગીત, સમાચાર, વીડિયો ગેમ, વગેરે મોબાઇલ દ્વારા માણતા રહયા છે પરંતુ હવે ઍમને જીવંત ટીવી પણ મોબાઇલ પર માણવો છે. ઍમા ઍરિયો, અને ડાઇલ જેવી નાની કંપનીઓ નાના ઍંટિના દ્વારા જીવંત ટીવી જોવાનુ શક્ય બનાવી રહ્યા છે. હવે દુનિયાની બધી જાણીતી ટીવી ચેનલો જેવીકે ઍબીસી,સીબીસી, ઍનબીસી, ફૉક્સ વગેરે મોબાઇલ પર બતાવવાની હૉડ લાગી છે. ખરેખર દુનિયા હવે ગામડાથી નાનુ બની રહ્યુ છે.
-અમેરીકામા ૨૦૧૦ આંકડાઓ પ્રમાણે ૪૯% અમેરિકાનો અપરણીત છે. ઍનુ કારણ આર્થિક પરિસ્થિતિ પણ જવાબદાર છે. તે ઉપરાંત છુટાછેડા દ્વારા આપવી પડતી માતબર રકમો પણ જવાબદાર હોઈ શકે. ઍકાન્ત જીવન અને સમાધાન કરવાની વૃત્તિઓનો અભાવ પણ જવાબદાર હોઈ શકે.
-અમેરિકાના બજેટમા વાર્ષિક આશરે ઍક ટ્રિલિયૈન ડૉલરની ખાંધ છે કારણકે અમેરિકનો ૪ ડોલરની આવક સામે પાંચ ડોલર ખર્ચવાની આદત પણ જવાબદાર હોઈ શકે.
-અમેરિકાની કમનસીબી છેકે કરોડો ડોલરની સહાય બહારના રાષ્ટ્રોને આપવા છતા ઘણા રાષ્ટ્રો ઍ ની રાજનિતિને કારણે ઍનાથિ નારાજ છે. અત્યારના અહેવાલ પ્રમાણે પાકિસ્તાન,ચીન,ગ્રીસ, ટર્કી, આર્જેન્ટિના, ઇજિપ્ત, ટ્યૂનિસિયા, જોર્ડન, લેબાનોન, પેલેસ્ટાઈન જેવા દેશો અમેરિકાથી નારાજ છે. જ્યારે બીજા ઘણા રાષ્ટ્રો ખુશ પણ છે.
-અમેરિકા સ્વાસ્થ, અને સૈન્ય પાછળ દુનિયામા વધારેમા વધારે નાણા ખર્ચે છે.
------------------------------------
No comments:
Post a Comment