રૂપિયાની તો દશા બેઠી છે
૧૯૪૭મા રૂપિયો અત્યાર જેટલો નીર્બળ ન હ્તો. ઍ ડૉલર્સ જેટલો જ હ્તો. ત્યારે ભારતને માથે આટલુ બધુ દેવુ પણ ન હ્તુ. ભારતના બીજા વિશ્વ યુધ્ધ પેઠે ઇંગ્લેંડ પાસે પૈસા નીકળતા હતા. ત્યારે રૂપિયાના આનાનુ પણ ચલણ હ્તુ. સામાન્ય લોકો ૧૨ આનામા આગલી હરોળમા બેસી પિક્ચર પણ જોઈ શકતા હતા. રૂપિયાની દશા પંચવરર્ષીય યોજના શરૂ થઈ અને વિશ્વમાથી ભારતે જ્યારથી લોનો લેવા માંડી ત્યારથી શરૂ થઈ છે.
૧૯૪૮મા ૪.૭૯ રૂપિયા ૧ ડૉલર બરાબર હતી. ઍ મૂલ્ય ૧૯૬૬ સુધી ચાલુ હતુ.
૧૯૬૭મા રૂપિયાનુ અવમૂલ્યન થયુ અને ઍ ની કીમત ડૉલર સામે૭.૫૭ જેટલી થઈ. ત્યાર બાદ ૧૯૭૫ ઍનુ અવમુલ્યન ૮.૩૯ થયુ. ૧૯૮૫ ડૉલર સામે ઍનુ મૂલ્ય ૧૨ રૂપિયા હતુ. ૧૯૯૧મા ૧૭.૯૦ રૂપિયા અને ૧૯૯૩ મા ડૉલર સામે રૂપિયો ૩૧.૩૭ પર જઈને બેઠો. આમ રૂપિયાની અવદશા શરૂ થઈ અને રૂપિયો ૨૦૦૧ થી ૨૦૧૦ વચમા આશરે ૪૫ સુધી નીચે ગયો. ઑગસ્ટ ૨૦૧૩ ઍ ૬૧.૮૦ સુધી નીચે ગયો છે.
ભારતીય નાંણા સ્થિતિ બગડતા રૂપિયાની પડતી શરૂ થઈ છે. ભારત સરકાર રૂપિયાના અવમુલ્યન અટકાવવા હવાતિયા મારી રહી છે કારણકે ઍના થકી ભારતીય નિકાસને ભયંકર નુકશાન થઈ રહ્યુ છે. ભારતીય અર્થતંત્રને પણ નુકશાન થઈ રહ્યુ છે.
રૂપિયાને બચાવવા ભારત સરકારે સોના /ચાંદી જેવી ધાતુઑ પર જકાત વધારી દીધી છે. ઘરોમા પડેલા સોનાના જથ્થા ને બહાર લાવવા માટે ગોલ્ડ બોન્ડ લાવવાનુ વિચારી રહી છે. પરદેશી ચલણની ડીપોજીટો પરના ઇંટ્રેસ્ટ રેટ વધારવાની બૅંકો ને પરવાનગી પણ આપી છે. આ બધા રૂપિયાના વધુ અવમુલ્યન રોકવામાટે છે. ટુંકમા ભારતનુ અર્થતંત્ર નાજુક સ્થિતિમાથી પસાર થઈ રહ્યુ છે. જો સખત પગલા નહી લેવાય તો નાણાકીય સ્થિતિ વધુ નાજુક થવાની સંભાવના છે.
*************************************