જીવન જીવવાની કળા
જીવન સુખ, શાંતિ અને તંદુરસ્ત રીતે જીવવાની પણ કળા છે. દરેકના જીવનમા ક્યાક્ તો દુખ અને સુખ સમાયેલા હોય છે. સુખ મેળવવા માટે મનુષ્યે પોતાની જાતને અમુક રીતે કેળવવી પડે છે. પરંતુ દુખ તો ઘણી વાર માંગી લીધેલા હોય છે, જે સુખની સાથે જ આવે છે. જેમકે ગરીબાઈમા ઘણીવાર પ્રેમ, સ્નેહ, કુટુંબ ભાવના વધુ હોય છે. જેનો સ્વાર્થ, અને દાવપેચમા સમરુધ્ધિમા રૂપાંતર ઘણુ ખરુ થઈ જાય છે. તે છતા જીવન જીવવાની કળા કેળવવાથી ઍકાન્તરે સુખ ભોગવી શકો છો.
૧) માનવી સકારાત્મક વિચાર શક્તિ કેળવે તો નકામા વિચારો આવતા બંધ થઈ જાય છે. કારણ કે જેટલા નકામા વિચાર કરી નકામા કામ કરો ઍના પરિણામો ખરાબ આવે છે. અને સાથે દુખ લાવે છે. માખી અને મચ્છરો હેરાન હેરાન કરી નાખે છે પણ ઍક્જ જાપટમા મરી જાય છે ઍ દુખદ છે. ઍમ નકામા કામો દુખદ પરિણામો લાવે છે. ટુંકમા' જેવુ વાવો તેવુ લ ણો'.
૨) મિત્રોમા વધારે પડતો વિસ્વાસ ન કરવો અને દુશ્મનનો ઉપયોગ કરતા શીખવુ રહ્યુ.
૩) તમારી આગલી વ્યૂહ રચનાને ખોલ્યા વગર ઑછામા ઑછુ બોલવાથી મુશિબતોને દૂર કરીશકાય છે.
૪) જીભાજોડી કરવા કરતા કામ કરવાથી મનદુખ ઑછુ થાય છે.
૫) દુખી અને દુર્ભાગી લોકોથી દૂર રહેવાથી દુખ પણ દૂર ભાગે છે.
૬) લોકોમા વિશ્વાસ ઉભો કરો જેથી તમારા માર્ગમા અવરોધો ન આવે. તમે સુખેથી તમારા લક્ષે પહોચી શકો.
૭) દુશ્મનોને ક્ષમા કરવાથી દુખનુ મોટામા મોટુ કારણ દૂર કરી શકાય છે.
૮) ઍકલતા ઍ દુખનુ મોટામા મોટુ કારણ છે, ઍથી સ્નેહી, મિત્રો, અને સબંધીઓને સાથે રાખવાથી દુખ ભૂલી અને સુખ મેળવી શકાય છે.
૯) કોઈ પણ વસ્તુનો ડર દુખ ઉભુ કરે છે. આથી અભય થવાનુ જરૂરી છે.
૧૦) તમારા આત્મસન્માનનો ભોગ ઍ મોટામા મોટુ દુખનુ કારણ બને છે. આથી કોઈ પણ કામ ગૌરવ પૂર્વક કરવાથી આનંદ અને સુખ લાવે છે.
******************************************