આજની ભારતની પરિસ્થિતિ
આજે ભારતની જનતા પરિસ્થિતિથી ત્રાસી ગઈ છે. મોંઘવારી અસહ્ય બની ચૂકી છે. રૂપિયો ઍનૂ મૂલ્ય ગુમાવી રહ્યો છે. પ્રગતી પણ અટકી ગઈ છે. દેશના દુશ્મનો આપણી સરહદો સાથે અડપલા કરી રહયા છે. ભ્રષ્ટાચારે મર્યાદાઓ વટાવી દીધી છે. સરકાર વહીવટ પર કાબૂ રાખી શકતી નથી ત્યારે જનતા બિચારી પીસાઈ રહી છે. જનતાને કઈ સુજ પડતી નથી.
જનતા બિચારી શુ કરે?
---------------------
નેતાઓ રખેવાળ મટી લુટેરા બન્યા,
લોકોના નાણાઓથી ઘર ભર્યા
શરમ આબરૂ ઍમણે નેવે મુક્યા
તો જનતા બિચારી શુ કરે?
લુટેરાઓ નેતા બની બેઠા
ધોળે દિવસે તારાઑ બતાવ્યા
સારા માનવીઓ જીવતા મર્યા
તો જનતા બિચારી શુ કરે?
કાયદાઓ જ્યારે કામ ન આવે
નેતાઓઍ કાયદાને દાસ બનાવ્યા
ચારે બાજુ અંધકાર ફેલાયો
ત્યારે જનતા બિચારી શુ ?
આ અંધકારમા જો કોઈ ચિનગારી લગાવે
તો જનતા બિચારી શુ કરે?
ભારત દેસાઈ
***************************************
No comments:
Post a Comment