સ્વાસ્થ્ય સારુ રાખવાની કળા- આધુનિક અન પુરાતન
સ્વાસ્થ્ય સારૂ રાખવા માટે થોડી આધુનિક સૂચનાઓ સામાન્ય રીતે નીચે મુજબ છે.
૧)કસરત ૨)રમતગમત ૩)શોખોને કેળવો ૪)પુરી નીદ્રા લૉ ૫)ઉંડો સ્વાસોશ્વાસ લેવાનુ રાખો ૬)ખોટી ચિંતા છોડી દો અને૭)હંમેશા સાકારત્મક વલણ કેળવો. આનાથી શરીર સારુ અને પ્રફુલ્લિત રહેછે.
આપણા ઋષીમુનિ ઑ પુરાતન કાળમા બહુજ લાંબુ અને તંદુરસ્ત જીવન જીવતા હતા. તેઓ ઘણો સમય મન્ત્રો ઉચ્ચાર અને યોગામા પસાર થતો. બાકીનો સમય તેઓ વિજ્ઞાનિક શોધો કરવામા ગાળતા. તેમની પ્રયોગશળાઓ તેમનુ આંતરિક માનસ હ્તુ.
ઍમ કહેવાય છેકે ઈશ્વરે વિસ્વામિત્રને ગાયત્રી મંત્ર આપીને દુનિયાના લોકોને તંદુરસ્તી ચાવી આપી દીધી છે. ઍના રટણથી કોઈને પણ આધ્યાત્મિક અને તંદુરસ્તી દ્રષ્ટી ઍ ફાયદો થાય છે, ગાયત્રી મંત્રનુ રટણ કરવાથી માનવીની મગજ શાંત થઈ જાય છે. આથી માનવીની દ્રષ્ટી સાફ થઈ જાય છે. અને કપરા સમયમા સાચો નીર્ણ ય લેવામા મદદ રૂપ થાય છે. માનવીમાથી બધાજ ભયો દૂર થઈ જાય છે. આથી શરીર તંદુરસ્ત બને છે.
આતો માનવીના અનુભવોની વાતછે પરંતુ આધુનિક જમાનામા વિજ્ઞાનિક રીતે પૂરવાર થઈ ચુક્યુ છે. ડૉક્ટર હાવર્ડ સ્ટેઈન્જ્રિલ અમેરિકન વિજ્ઞાનિકનુ કહેવુ છે કે ગાયત્રી મંત્ર ૧૧૦૦૦૦ મોજાઓ દર સેકંડે ઉભા કરે છે જે રટણ કરનારને પવિત્ર બનાવે છે. આધ્યાત્મિક બનાવે છે. આપણી બુધ્ધિમા પણ વધારો કરે છે.
ગાયત્રી મંત્ર દુનિયાને બનાવનારના ગુણગાન ગાય છે. અને દુનિયામાથી અજ્ઞાન દૂર કરી પ્રકાશ ફેલાવવા માટે કર્તાનો આભાર માને છે.
ટૂકમા આધ્યાત્મિક યોગા દ્વારા શરીરને તંદુરસ્તી બક્ષવાની ઍ ઍક આપણી પુરાતન પધ્ધતિ છે જે બહુજ સરળ છે.
_______________________________
No comments:
Post a Comment