અગ્નિ
અગ્નિનો મહિમા આપણા પુરાણો ઍ પણ ગાયો છે.ઍને દેવો જેવી પવિત્રતા પણ અર્પણ કરી છૅ. ઍની પાછળ વિજ્ઞાનિક કારણો છે. અગ્નિ પૃથ્વી પરના જીવનનો મુખ્ય આધાર છે. અગ્નિની ગરમીથી પૃથ્વી પર જીવન ટકી રહ્યુ છે નહી તો પૃથ્વી આજ સુધીમા બરફોના ઢગલાઓમા આળોટતી હોત.
અગ્નિના કેટલાક ગુણો ઘણા નોંધનીય છે. અગ્નિ જેમ આકાશમા ઉપર જાય તેમ તેની શક્તિ વધતી જાય છે પરન્તુ સ્વરુપ નરમ થતુ જાય છે. મનુષ્યો ઍ પણ જેમ ચડતી થાય તેમ નમ્ર બનવુ જોઈયે. અગ્નિ પોતે બળીને બીજાને ગરમી આપે છે.તેમ મનુષ્યે પોતે ભોગ આપી લોકોને સુખ આપવુ જોઇઍ. અગ્નિ વાતાવરણમાથી અશુધ્ધિ દૂર્ર કરેછે તેમ મનુષ્યે પણ વાતાવરણ ને શુધ્ધ બનાવવુ જોઇઍ.
હિન્દુઓ અને પારસીઓ અગ્નિને પવિત્ર માને છે . પારસીઓ તો ઍમની અગીયારિમા અગ્નિની પૂંજા કરે છે. હિન્દુઓ યજ્ઞ અને પૂંજા પાઠ દ્વારા અગ્નીની પૂંજા કરતા રહે છે
આખરે અગ્નિ શુ છે?
અગ્નિ--અગ્નિ અંધકારના પ્રકાશમા છે
પ્રકાશની અદભૂત શક્તિમા છે
દિપાવલીના દિવાઑમા છે
તો ચિતાઓની જ્વાલાઓમા છે.
અગ્નિ--
સૂર્યની પ્રચંડ શક્તિઓમા છે
તો જબુક્તા તારાઓના પ્રકાશમા છે
ઍ ક્યા નથી ઍ શોધવુ મુશ્કેલ છે
કારણકે ઍ પ્રાણી માત્રના ઉદરમા છે
અગ્નિ--
ભારત દેસાઈ
********************************