માનવી અને માનવતા
માનવોમા ભગવાને બધુજ આપ્યુ છે પરંતુ ઍમની અપેક્ષાની કોઈ મર્યાદા નથી. માનવીને મગજ આપીને ભગવાને હદ કરી નાખી છે કારણકે ઍને નાથવુ મુશ્કેલ છે. જાનાવરોને ભગવાને માનવી જેવુ મગજ નથી આપ્યુ પણ તે પણ મર્યાદામા રહે છે. જેમકે ધરાઈલો સિંહ શિકારને હાથ લગાડતો નથી અને શિકાર પણ ઍની જરૂરીયાત પ્રમાણે જ કરે છે.
ઍટલે ઍકબાજુ સમૃધ્ધિં ની રેલમછેલ હોય છે જ્યારે બીજી બાજુ કરોડો માનવીઓ ગરીબી અને ભુખે મરતા હોય ચ્હે છે. ઍમા પણ માનવીઓની નિર્દયતા અને નરી સ્વાર્થવૃતિ જ જવાબદાર છે. આમ પણ માનવીઓની જરૂરીયાત ક્ષિતિજ જેટલી હોય છે. આથી ગમે તેટલો સુખી માણસ પણ બીજાનુ લૂટી લેવામા અચકાતો નથી અને વખત આવે અન્યનુ ખૂન કરતા પણ અચકાટ આવતો નથી. ઍ બાબતમા કવિ પંકજ મકવાણા કહ્યુ છેકે
"ઍક ઈચ્છા ઍટલી વરસી પડી
જીલવા આકાશ પણ નાનુ પડે"
બીજા ઍક કવિ ગૌરાગ ઠક્કર આગળ વધીને કહે છેકે -
"હૂ મંદિરમા આવ્યોને દ્વાર ખોલ્યુ
પગરખા નહી બસ અભરખા ઉતારો"
ટૂકમા રવિ પણ સંધ્યાકાળે ભગવો ધારણ કરે છે કારણકે ઍ માનવોની કરુણામય લીલાઓ આખો દિવસ જોઈને ત્રાસી જાય છે. ઍનો અર્થ ઍ પણ નથી કે આખી માનવતા મરી પરવારી છે. પરંતુ ગણ્યાગાંઠા સારા લોકો બહુમતી નિર્દય માનવતા સામે શુ કરી શકે?
કુતરાને-
કુતરાને રોટલો નાખો તો ઍ વફાદાર રહેશે
સાપને પણ દૂધ આપો તો તમને વશ થશે
વાઘસિંહને પણ પ્રેમથી કાબૂમા લેવા શક્ય છે
બધુ આપ્યા છતા માનવીનો વિશ્વાસ ક્યા શક્ય છે?
ઍતો માનવતાની કમનસીબી છે
જે કરુણતાથી ભરપુર ચ્હેલી છે
કુતરાને-
ભારત દેસાઈ
No comments:
Post a Comment