દુનિયાની મહાસત્તા કોણ?
અત્યારે અમેરિકા, રશિયા, જર્મની, ચીન, જેવા દેશોની મહાસત્તા તરીકે ગણાય છે. પરંતુ તેમની આર્થિક શક્તિનુ વિવરણ કર્યા બાદ જ ખબર પડે મહાસત્તાની કોણ છે. ઍમા નો ઍક દેશ ચીન બધાની નજર બહાર ઍની આર્થિક શક્તિઓ વધારી રહ્યુ છે. ચીને અબજો ડૉલરનુ રોકાણ ઍશિયા, આફ્રિકા અને દક્ષિણ અમેરિકન દેશોમા પણ કરેલુ છે. તે ઉપરાંત ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ સુધી ઍના હિતો પથરાયેલા છે. નીચેના આંકડાઓ જ બતાવશે કે ઍ મહાસત્તાથી દૂર નથી.
૧) ચીનના આયાત અને નિકાસના આંકડાઓ જોતા ઍ દુનિયાના ટૉંચ પર છે.
૨) અમેરિકાંનુ ચીન સાથે ૨.૩ ટ્રિલિયન ડૉલરનુ દેવુ છે.
૩)ચીનનુ આજે પણ આખી દુનિયામા વધારેમા વધારે વિદેશી નાણાનુ રિજ઼ર્વ ફંડ છે.
૪)ચીનમા મોટરોનુ ઉત્પાદન અમેરિકા કરતા બમણૂ છે.
૫) ચીન આજે દુનિયામા વધારેમા વધારે સોનાનુ ઉત્પાદન કરે છે.
૬) ચીન દુનિયામા વધારેમા વધારે ઍનર્જી વાપરે છે. તે ઉપરાંત વધારેમા વધારે સૂર્ય અને પવન શક્તીનુ ઉત્પાદન કરે છે.
૭) ચીન ૩ગણુ વધારે ઉત્પાદન કોલસાનુ અને ૧૧ ગણુ વધારેલોખંડનુ ઉત્પાદન અમેરિકા કરતા કરે છે.
૮) ચીને પોર્ક બનાવતી અમેરિકન કંપની ૪.૭ બિલિયન ડૉલર મા ખરીદી છે જે ૨૬ અમેરિકન રાજ્યોમા પથરાયેલી છે. ઍમા લાખો અમેરિકાનો કામ કરે છે.
૯) ચીને ૨.૬ મિલિયન ડૉલર મા ઍ મ્ સી, ઍંટરટેનમેંટ કંપની ખરીદી લીધી છે, જેના આખા અમેરીકામા વધારેમા વધારે સિનેમા ગ્રહો છે.
૧૦) ચીને તેનેસીમા ૬૧૬ મિલિયન ડોલરમાકોલસાની ખા ણૉ ખરીદી છૅ તેની સામે અમેરિકન લોકોનો ઉગ્ર વિરોધ છે. ચીન અમેરિકન ખનિજ નો જ઼ે રીતે ઉપયોગ કેરી રહ્યુ છૅ તે સામે ઍ અસંતોષ ભડકી રહ્યો છે.
૧૧) ચીન મૅન હૅટન કરતા પણ મોટુ શહેર અમેરીકામા બાંધી રહ્યુ છે.
૧૨) ચીન પોતાની મિલિટરી શક્તીનુ પ્રદર્શન દ્વારાજાપાન, ભારત, વીઍટંનામ, થાઈ લૅંડ, જેવા દેશોને ભયભીત કરવા પ્રયત્ન કરી રહ્યુ છે.
હવે આ બધુ જાણ્યા બાદ કોઈ પણ કહી શકશેકે દુનિયાની મહા સત્તા કોણ છે?
******************************************************
No comments:
Post a Comment