બંધારણીય સંસ્થાઓની મજાક- ભારતની સમસ્યા
આપણા રાજનેતાઓે બંધારણીય સંસ્થાઓને નુકસાન કરવામા કોઈ કચાસ રાખી નથી. ઍના કારણે રાજકારણનુ સ્તર ઘણુ નીચુ ચાલી ગયુ છે. ઘણીવાર રાજકારણ અને નેતાગીરીના અનુભવ વગરના માણસને પોતાનો સ્વાર્થ સાધવા માટે રાજકારણીઓ પ્રધાનમંત્રી બનાવવા સુધી પહોચી ગયા છે. ઍક કુટુંબની વફાદારીની કદર કરી કોઈને પણ ઍનિ લાયકાત જોયા વગર રાષ્ટપતિ બનાવવા સુધી ગયા છે. રાષ્ટ્ર પર ધ્યાન રાખનારી સંસ્થા 'સી ઍ જી' ના પણ લીરા ઉડાવી દીધા છૅ. 'સી બાઇ આઇ ' જેવી ગૂનાહોનુ તપાસ કરનાર સંસ્થાને પણ મચડી નાખી છે. લોકસભા, રાજ્યસભા, અને રાજ્યોની વિધાનસભાઓમા મચ્છી બજાર જેવા દ્રશ્યો જોવા મળે છૅ.
માનવ અધિકારનુ ઘણીવાર ભંગ થતો જોવામા આવે છે. ન્યાય તંત્રમા ક્યાક્ ક્યાક્ ભ્રષ્ટાચાર ઉપર આવી જાય છે. અત્યારે ચૂટણીનુ વાતાવરણ જામેલુ ત્યારે ચૂંટણી પંચને પણ હવે લલકારવામા આવી રહ્યુ છે. ચૂટણીના નીયમોનુ પણ પાલન કરવામા આવતુ નથી. અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કરતા અચકાતા નથી. આમ ખુલ્લમ ખુલ્લા બંધારણીય સંસ્થાઓનુ હનન કરવામા આવે ત્યારે રાષ્ટ્રની પ્રગતી અને ઉધ્ધારની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? આથી આવા અસામાજીક તત્વોને સામાજીક અને રાજકીય ક્ષેત્રોમાથી નાબૂદ કરવા પડશે ત્યારે જ ભારતનો ઉધ્ધાર થશે.
*************************************
I like it.
ReplyDelete