જ્યા બાળપણ વિતાવ્યુ હોય ત્યા તમે વૃધ્ધાવસ્થામા જાઓ ત્યારે તમે આધુનિકતા સામે ખંડેર બની જાઓ છો.
ઍ શહેર ન રહયુ - - -
ઍ શહેર ન રહયુ લોકો પણ ન રહયા
પુરાના ઘરો ન રહયા ચારે ઓર સિમેન્ટના જંગલો જોયા
સામ થતા, સૂર્ય ઢળતા ઘરે બોલાવનાર ન રહયુ
રાતના સુતી વખતે લૉરી ગાનારી નાની પણ ન રહી.
ઍ શહેર ન રહ્યુ---
માટી અને કપચિઓના રસ્તા ગયા
હવે ડામરોના રેલા રહ્યા
જેમા જોતાતા પુરાણી ફિલ્મો
ઍ થિયેટરના ખંડેર રહયા
ઍ શહેર ન રહ્યુ---
જૂના ચહેરા શોધુ પણ તે સફેદ વાળમા ખોવાઈ ગયા
વાર વાર પૂછી ઍ ત્યારે માંડ માંડ ઓળખાય ત્યારે
જૂનુ બધુ ચાલી ગયુ નવુ નવુ બધુ લાગે
જ્યા બાળપણ કાઢ્યુ ત્યા અજાણ બધુ લાગે
ઍ શહેર ન રહયુ ---
ભારત દેસાઈ
*******************************
No comments:
Post a Comment