મહાન નેતા
દેશનુ ભાવી નેતાના હાથમા હોય છે. જે દેશના નેતા પ્રબળ હોય ઍજ દેશ પ્રગતી કરી મહાન સત્તા બની શકે છે. અમેરિકાના જોર્જ વોશિંગ્ટન, અબ્રાહમ લિંકન, ઇંગ્લેંડના વિન્સ્ટન ચર્ચિલ, ચીનના મૌત્સે તુંગ, જર્મનીના હિટલર, ભારતના મહાત્મા ગાંધી ઍક ઉંચ કક્ષાનાં નેતાઓના દાખલાઓ છે. તેઑઍ ઍમના દેશોને ઉપ્પર લાવવા માટે મોટો ફાળો આપ્યો છે.
નેતાઓમા અમુક ગુણો હોવા જરૂરી છે. તોજ કોઈ પણ દેશ આગળ આવી શકે છે. ઍવા તે કેવા ગુણો છે જે ઍ તે દેશનો ઉધ્ધાર કરી નાખે છે.
૧) નેતા ઍ પોતાના જીવનનુ બારીકાઈ થી અવલોકન કરવુ જોઈ ઍ. અને ઍમા કરેલી ભુલોને સુધારી લેવી જોઇઍ.
૨) કોઈ પણ બાબતમા વિજય મેળવવા માટે નેતા ઍ સધ્ધર પગલા લેવા જરૂરી છે.
૩) સમયમા રહેવુ અને શિસ્ત જાળવવીઍ સફળ નેતાઑનો ઉત્તમ ગુણો છે.
૪) ઉત્તમ નેતામા કઈક નવુ કરવાની ભાવના હોવી જરૂરી છે.
૫) નેતા ઍમના વિચારોમા, સરલ અને સ્પષ્ટ હોવુ જરૂરી છે.
૬) નેતાનુ વાંચન ઉંચ કક્ષાનુ હોવુ જોઈ ઍ જેમાથી લૉક હિતના વિચારો મળી શકે.
૭) નેતાઓનો સંગાથ ઉંચ કોટિના લોકો સાથે હોવો જોઈ ઍ અને જેઓ પ્રેરણા દાયક હોય.
૮) નેતાને ઉચ્ચ લક્ષાંકો હોવા જોઇઍ અને જવાબદારી લેવાની તૈયારી હોવી જોઇઍ.
૯) મુશ્કેલ પ્રશ્નોનો સામનો કરવાની તૈયારી હોવી જોઇઍ.
૧૦) નેતા હંમેશા સકારાત્મક હોવા જરૂરી છે.
૧૧) ઍ હમેશા નિર્ભય અને બહાદુર હોવુ જરૂરી છે.
આ બધા લક્ષણો સફળ નેતાઓમા જોવા મળે છે.
*******************************************
No comments:
Post a Comment