Tuesday, September 30, 2014


માયા
                                                                                                                                                          પ્રભુઍ માયા બનાવી આખી દુનિયાને પાગલ બનાવી દીધી છે. માયા ઍટલે સબંધની માયા, પૈસાની માયા, સત્તાની માયા અને જીવનમા સઘળુ પૂરા પરાકાષ્ટાથી માણવાની ઘેલછા. ઍ ઘેલછામા માણસ હેવાન બની જાય છે. ભાઈ ભાઈનુ ખુન કરે, દિકરો બાપનુ પણ કાસળ કાઢી નાખે. માને પણ સંતાનો રજળતી કરી નાખે છે. સત્યતો ઍ છેકે આ દુનિયાની વસ્તુઓ મૃગજળ સમાન છે. માનવી દુનિયામા આવે ત્યારે ખાલી હાથે આવે છે અને જાય છે ત્યારે ખાલી હાથે જ જાય છે. મહાન વિજેતા સિકંદર તો ઍના જીવનને અંતે સમજી ગયો હતો કબરમા જતા પહેલા ખાલી હાથ બહાર રાખ્યો હતો. આ ખૂન ખરાબા, અત્યાચાર, યુધ્ધો, હિંસા, મહાભારત, માયાને જ આભારી છે. ટૂકમા ભગવાને માયાની રચના કરીને માનવીને હરાવી દીધો છે. માનવીને પામર બનાવી દીધો છે.

માયા
પ્રભુ તે અજબ દુનિયા બનાવી
માયાનુ સર્જન કરીને માનવીને હરાવ્યો
જન્મ બનાવ્યોને મૃત્યુ બનાવ્યુ,
વચમા જીવન રૂપી નાટક  સજાવ્યુ
પ્રભુ તે--
મૃગજળ જેવો સંસાર બનાવી
માનવોને મદમસ્ત બનાવ્યા
સંસારને સંઘર્ષમય બનાવી
સુઃખ દુઃખનુ  સર્વ કારણ બનાવ્યુ
પ્રભુ તે--
ધન અને સત્તાની મોહિનીથી
માનવોને પાગલ જેવા બંનાવી
માયાની જાળમા ફસાવી
ભૂલવી દીધૂકે ખાલી હાથે જવાનુ
પ્રભુ તે--
ભારત દેસાઈ
                              *******************************************

Monday, September 22, 2014


દુઃખ
                                                                                                                                                      દુનિયામા જાત જાતના દુઃખનો અનુભવ થાય છૅ. કેટલાક શારીરિક તો કેટલાક આંતરિક હોય છે. શારીરિક દુઃખો તો મટી જાય છે. ઍનાથી કદાચ ટેવાઈ જવાય છે પરંતુ આંતરિક દુઃખ ઍવુ છેકે જે કહી શકાતુ નથી અને સહી પણ શકાતુ નથી. ઘણીવાર માનવી પીડાઈ પીડાઈને મરે છે. આથી કોઈને પણ આંતરિક દુઃખ પહોચાડતા પહેલા હજાર વાર વિચાર કરવો રહ્યો.
આંતરિક દુઃખ પહોચાડનાર માનવીની જીભ વધારેમા વધારે કાતિલ હોય છે. આથી કહેવાય છેકે ' બોલવાની લાચારી હોય તે સિવાય મૌન જ ઉચીત છે. મહાભારતમા વાણી વીલાસે જ નાશ નોતર્યો હતો. ઇતીહાસના પાના પણ ભયંકર હિંસાના તાંડવે વાણી વિલાસને લીધે રક્તથી રંગાયેલા છે. તો પણ લોકો ઍમાથી બોધ લેતા નથી. રાષ્ટ્રો, સમાજો, અને કુટુંબોનો તીવ્ર જીભો ઍ નાશ કરી નાખ્યો છે. ઍના પર અનેક ગ્રંથો અને પુરાણો લખાયેલા છે.
              વધુ બોલવાથી માનવી વધુને વધુ ઍની જાતને હલકી બનાવે છે અને બીજાને આંતરિક દુખ પહોચાડે છે. આથી સહેલો રસ્તો ન બોલવામા છે . ઘણા લોકો ભગવાન બુધ્ધને દુઃખ પહોચાડવા ગાળો પણ ભાંડી જતા પરંતુ બીજાને દુખ પહોચાડવા કરતા તેઓ મૌન રહેતા. ગાંધીજી પણ અઠવાડિયામા ઍક વાર મૌન પાડતા હતા. ઍ પણ  પોતાની જીભ પર કાબૂ રાખવાની ઍક કસરત જ હતી.
                ઘણીવાર દુઃખ સહન કરવાની પણ મર્યાદા હોય છે. આથી માનવીઓ પશુપંખીઓ અને કુદરત પણ થાકી જાય છે.

દુઃખના આંસુઓ---
સ્ત્રીની આખમા આન્શુઓ દુખોથી ભરાઈ આવે છે
હરણાઓ પણ શિકારીઓના ત્રાસથી નિર વહાવી લે છે
માતાઓ પણ સંતાનોના ત્રાસે મૂક મને આંસુઓ વહાવે
વાદળાઑ પણ નીરના ભારે આન્શુઓ વહાવતા હોય
દુઃખના આંસુઓ---
અતી દુઃખના કારણે દિલ પણ રડી લેતા હોય છે
જેટલુ દુઃખ ભારે ઍટલા વધારે નિર નીકળી  જાય છે
નિર ન હોત તો દુઃખ કેમ કેરી ધોવાત?
ક્યા જઈને પ્રાણીઓ  પોતાના દુઃખના ગીત ગાત?
દુઃખના આંસુઓ---
દુઃખના નિર સર્વત્ર પાથરાયા ઍ માનવીની કરામત છે
ભગવાનને નાહકનો દુઃખનો  માલિક બનાવાય છે
ભારત દેસાઈ
                **********************************************

Sunday, September 7, 2014


ગણપતી પર્વ
                                                                                                                                                             અત્યારે ગણપતી પર્વ પૂર જોશમા ચાલી રહ્યુ છે, રાજનેતાઓથી માંડીને તે સામાન્ય માણસો પણ ઍમા મૂશગુલ છે. ચારેબાજુ વાતાવરણ સંગીત, ગાયન, વાજિન્ત્રોના અવાજોથી ભર્યુ છે. ઍમા ગણપતિની પાછળની શ્રધ્ધા કે પછી આનંદ માણવાનુ અને મનોરંજન મેળવવાનુ પર્વ બની ગયુ છે, ઍ સમજવૂ મુશ્કેલ બની ગયુ છે. ઘણીવાર  ગણપતિના નામનો ઘોંઘાટ ઘણા માટે ત્રાસ જનક બની જાય છે. તે છતા ધર્મને નામે ચાલવા દેવામા આવે છે. દુખની વાતતો ઍ છેકે ગણપતિ પર્વનો મહિમા પણ ઘણા માણસોને ખબર પણ નથી. ફક્ત પોતાના ભલા સિવાય ઍમને કોઈ ગતાગમ હોતી નથી.
                                 ઍ પર્વને સામાજીક સ્વરૂપે લેવુ જોઇઍ. બાલ ગંગાધર તિલકે ઍંને દેશની ઍકતાના સ્વરૂપે ઉજવવાની વિનંતી કરી હતી અને ઍને ટેકો પણ આપ્યો હતો. અગત્સ્ય ઋષિઍ ઍને ઉત્તર અને દક્ષિઁણ ભારતની સંસ્કૃતિની ઍકતા ઉભી કરવામા કર્યો હતો. પુરાતન કાળમા દક્ષિણ ભારતમા પશુઓ, પક્ષીઑ, કુદરતને વધુ મહત્વ આપતા હતા. ઍની પૂંજાપાઠમા વધુ માનતા હતા. આધુનિક જમાનામા પણ હવે વૈશ્વિક રીતે મહત્વ અપાય રહયુ છે. તે જમાનામા પણ આપણા લોકો અને ઋષીઓ વીદ્વાન તથા દિર્ધ દ્રષ્ટીવાળા હતા. ગણપતિ ઍ બે સંસ્કૃતિના ઍકતાનુ પ્રતીક છે. ઍટલે કે હાથી અને મનુષ્યનુ પ્રતીક છે. તે ઉપરાંત ગણપતિ સિધ્ધિ અને ડહાપણની આપણને પ્રેરણા આપે છે. ઍ અર્થમા સમજવામા જ સર્વનુ કલ્યાણ છે.
                                     ઘણાને મસ્જિદ્દના બાંગોની માઇક પરના મોટા અવાજો પસંદ નથી હોતા તેમ આપણા તહેવારોના માઈક પરના અવાજો પણ ઘણાને માટે ત્રાસજનક બની જતા હોય છે. આથી આપણે પશ્ચિમી દેશો પાસે શીખવા જેવુ છે. પોતાના તહેવારો બીજાને ખલેલ પહોચાડ્યા સિવાય સમજીને ઉજવવા જોઇઍ. તહેવારોમા મનોરંજન કરતા ઍનો સંદેશ મહત્વનો હોય છે.
                                       ઍનો અર્થ ઍ નથી કે  શ્રધ્ધાળુઓને દુખ પહોચાડવુ, પરંતુ દરેક પર્વની ઉંજવણી ઍના ઉદ્દશોને સમજી  વાતાવરણને કલુશિત કર્યા વગર કરવી જોઇઍ. ભારતીયો આવી બાબતમા અન્યની વાત સમજવામા જરા પાછળ છે.
                                        ઉપરના અનુસંધાનમા અમદાવાદના કોટ વિસ્તારમા આવેલા ઍક પુરાતન અને પ્રસિધ્ધ ગણપતી મંદિરમા ગણપતિનો મહિમા ગાતો નીચે મુજબ મંત્ર લખેલો છે
ઔમં નમો સિધ્ધિવીનાકાય, સર્વ કાર્ય કરતે
સર્વ વિઘ્ન પ્રસન્નનાય, સર્વરાજ્ય વશ કરણાય
સર્વ જન, સર્વ પુરુષ આકર્ષનાય
શ્રી ઔંમ સ્વાહા---
અને કહેવાય છેકે અધ્યાર્થમા કે મનમા બોલેલા મંત્રોજ ઉચિત ફળ આપે છે. ઍનો અર્થ ઍમ થાય છે કે આપણા શાસ્ત્રો પણ અવાજની  વધૂ પડતી કલુશિક્તાને ઉત્તેજન આપતા નથી.
                                              *************************************.