ગુજરાતનુ આંતરાષ્ટ્રીય નાણાકીય હાઇટેક શહેર
ગુજરાતના પાટનગર ગાંધીનગરની બાજુમા આંતરાષ્ટ્રીય કક્ષાનુ નાણાકીય શહેરનુ નિર્માણ ચાલુ છે. જે સિંગાપોરે, શંગાઈ, અને હૉંગકોંગ જેવુ નાણાકીય મથક બની રહેશે. ઍને ગિફ્ટ સિટીના પ્રૉજેક્ટ તરીકે રજૂ કરવામા આવ્યુ છે. તે હાઈટેક સ્માર્ટ શહેર થવા આગળ વધી રહ્યુ છે.
. ઍની વસ્તી અત્યારે ચાર મિલિયન ગણવામા આવી છે અને ઍક મિલિયન લોકોને રોજગારી આપવામા આવશે ઍમ ગણતરી કરવામા આવી છે. ઍને છ લાઇનના ઍક્સપ્રેસ રોડ્સ વડે સારા ગુજરાત સાથે જોડવામા આવશે. ઍમા નાણાકીય વ્યવસ્થા, સલામતી, ઉર્જા, વેપારી માર્કેટઑ મનોરંજન, ટ્રાન્સપોર્ટ, પાણી પુરવઠો, શાળાઓ, હોસ્પિટલો હોટેલો, ગગનને ચુંબતા મકાનો, રહેઠાણ અને ઑફીસ વિસ્તારોનુ આયોજન આંતરાષ્ટીય ધોરણે કરવામા આવશે. ઍનુ પોતાનુ બૅંકિંગ અને ઈન્સ્યુ રન્સ હબ હશે. ઍનુ પોતાનુ સ્ટૉક ઍક્સચેંજ હશે જે ૬૨ મિલિયન સ્ક્વેર ફીટમા પથરાયેલુ રહેશે.
પોતાની જ ઉર્જા અને ગૅસ વિતરણની વ્યવસ્થા હશે. વેસ્ટ અને કચરા માટેના નિકાલ તદ્દન આધુનીક પ્લાન્ટ હશે. ૧૨૦૦૦૦ કાર પાર્ક કરી શકાય ઍવી વ્યવસ્થા કરવામા આવશે. મેટ્રો, બી આર ટી ઍસ જેવી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા પણ હશે. અંડર ગ્રાઉંડ યૂટિલિટી ટનલ બનાવવામા આવશે જેથી રસ્તાઓવારેઘડી ખોદવા ની જરૂર ન પડે. સિસ્કો સિસ્ટમ અને ટાટા કમ્યૂનિકેશન સેંટ્રલ કંટ્રોલ સિસ્ટમ બનાવવામા મદદ કરશે. અત્યારે ૧૧૦ મકાનો અને બે લૅંડ માર્ક બિલ્ડિંગ બનાવવામા આવશે. ૧૫૦ બેડની હોસ્પિટલ, ૫૦૦૦ રૂમની હોટેલ્સ (આંતરાષ્ટ્રીય કક્ષાની), અને ૨ સ્કૂલસ બનાવવામા આવશે. ગિફ્ટ સિટીને ઇંટરનૅશનલ ઍરપોર્ટ સાથે જોડવામા આવશે. ૮૧૦૦૦ કરોડ ની ગિફ્ટ સિટી દુનિયાની સ્માર્ટ અને હાઇ ટેક સિટી બની જશે અને ગુજરાતને આંતરાષ્ટ્રીય નાણાકીય નકશા પર મૂકી દેશે.
********************************************