પ્રાર્થના
પ્રભુની ભક્તિમા અનોખી શક્તિ સમાયેલી હોય છે. વસ્તુને શુની શુ બનાવી દે છે! બીજા અર્થમા ઍ માનવીના જીવનમા કઈક નવો જ બદલાવ લાવી દે છે. રસ્તા પર પડેલો પથ્થરને જેમ શિલ્પી મંદિરમા પૂંજાતો કરી નાખે છે. ઍવી જ અજાયબી પ્રાર્થનામા હોય છે. ભક્તિ ઍવી વસ્તુ છે જે લુંટારામાથી ઋષિ વાલ્મિકીનુ પણ સર્જન કરી નાખે છે
જ્યારે પ્રાર્થના સાથે ખાવાનો ખોરાક મૂકાય છે ત્યારે ઍ પ્રસાદ કહેવાય છે.
જ્યારે પ્રાર્થના સાથે અન્નસન થાય છે તેને ઉપવાસ કહેવાય છે.
જ્યારે પ્રાર્થના સાથે પવિત્ર જળ પ્રભુને અર્પણ કરાય તેને પંચામૃત કહેવાય છે.
જ્યારે પ્રાર્થના સાથે પ્રવાસ યોજાય છે તે યાત્રા બની જાય છે.
જ્યારે પ્રાર્થના સાથે સંગીત ભળે છે ઍ કિર્તન કહેવાય છે.
જ્યા બધા પ્રાર્થના કરે છે ઍ સ્થળ મંદિર બની રહે છે.
જ્યા પ્રાર્થના સાથે કામ થાય ચ્હે ઍ સત્કર્મ કહેવાય છે.
જ્યારે કોઈ પણ સ્ત્રી પુરુષ પ્રાર્થનામા તલ્લીન થઈ જાય છે ત્યારે ઍ લોકો ખરેખર માનવી બની રહે છે.
આવી શક્તિ પ્રભુ પ્રત્યેની પ્રાર્થનામા હોય છે.
******************************************
No comments:
Post a Comment