માનસિક શાન્તિની તલાશમા
માનસિક શાંતિ માટે જીવનમા સાકારત્મક અભિગમ જરૂરી છે. ઘણા જાણતા પણ હોય છે પરંતુ જીવનમા ઉતારવામા નિષ્ફળ નીવડે છે. તે છતા નીચેની બાબતો પર ધ્યાન આપવા જેવુ છે.
૧) બીજાની બાબતમા ધ્યાન આપવુ યોગ્ય નથી.
૨) અપમાન અને આઘાત આપનારાઓને માફ કરી દેવા.
૩)કોઈ પણ બાબતમા પ્રસન્સાની અપેક્ષા રાખ્યા વગર કામ કરતા રહેવુ.
૪) કોઈની પણ ઈર્ષા કરવી જોઇઍ નહી.
૫) જેનો કોઈ ઉકેલ નથી ઍને છોડી દેવામા ભલુ છે ઍમ માની સંજોગો સાથે સમાધાન કરી લેવામા જ હીત સમાયેલુ છે.
૬)આજુબાજુના વાતાવરણ સાથે પગ મીલાવવામા ઘણીવાર હીત રહેલુ હાય છે.
૭) તમારી શક્તીની બહારનુ કામ હાથમા ન લેવુ.
૮) આત્મ સર્વેક્ષણ અને પૂંજામા પણ વખત આપવો જરૂરી છે.
૯) માનસિક રીતે કદી પણ અવકાશ ઉભો ન થવા દેવો.
૧૦)ભૂતકાળ ને વાગોળવાથી કઈ ફાયદો નથી. ઍમા શક્તિઓનો વ્યય જ થાય છે.
ઉપરની બાબતોનુ ધ્યાન રાખી અમલમા મુકવાથી દુખ અને સંતાપ દૂર રહે છે અને . મન શાંત રહે છે. જીવન સુખમય બને છે. આ અજમાવી જેવો પ્રયોગ છે.
**************************************************