સિલિકન વેલીની બીજી બાજુ
અમેરીકામા સિલિકન વેલી ઍક સમૃધ્ધ પ્રદેશ છે ત્યા ગૂગલ, ઍપલ, ઈન્ટેલ, સિસ્કો, અને ફેસ બુક જેવી સમૃધ્ધ કંપનીઓ આવેલી છે. આખા અમેરિકાની સરેરાસ પ્રત્યેક માણસ દીઠ આવક આશરે $૩૬૦૦૦ ની સામે સિલિકન વેલી ની સરેરાસ પ્રત્યેક માણસ દીઠ આવક આશરે $ ૪૪૦૦૦ જેટલી છે. ઍનુ કારણ હાઈ ટેક્ની સમૃધ્ધિ છે
પરંતુ ઍ સમૃધ્ધિના ચન્દ્ર સમાન સૌદર્યમા ઘણા લોકો ઘરબાર વગરના છે, અને ઍ લોકો રસ્તા પર કે પછી તોતીંગ પુલોની નીચે કે પછી નદી નાલાઓને કિનારે જીવન વિતાવે છે. ઍમા કેટલાક નિવૃત્ત સૈનિકો પણ છે. ઍમાના કેટલાક તો માનસિક રીતે પડી ભાંગેલા કે પછી માનસિક રોગિષ્ટ પણ છે.
આજના સરવે પ્રમાણે ૨૦૧૫ મા ૬૫૫૬ ઘરબાર વગરના લોકો હજુ પણ રસ્તા પર રખડે છે. ૨૦૧૩ મા ઍવા ૭૬૩૧ વ્યક્તિઓ હતા. આથી સંતોષ લેવાની વાત છે કે હોમલેસ માણસો ઑછા થયા છે અને સત્તા વાળાના અને ખાનગી સંસ્થાઓનાપ્રયત્નો થોડે અંશે સફળ થયા છે.
તે છતા ઍક બાજુ અઢળક સમૃધ્ધિ અને બીજી બાજુ આવી કંગાળતા ઍ વ્યાજબી નથી. ટૂકમા આજે દુનિયાંમા ઍક બાજુ સમૃધ્ધિ અન બીજી બાજુ કંગાળતા ફેલાયેલી છે ઍમાથી અમેરિકા પણ થોડે અંશે ઘેરાયેલ લાગે છે.
********************************************