ફાધર ડે ઍટલે કે પિતાને પ્રત્યે માન દાખવાનો અવસર-૨૧જુન ૨૦૧૫
અમેરીકામા ૨૧મી જૂને ફાધર ડે ઉજવાઈ ગયો. ઘણા પુત્રો અને પુત્રીઓેઍ ઍને આદરથી ઉજવ્યો. પૂર્વની સસ્કૃતિમા તો પિતાને 'પિતરુદેવ' કહેવામા આવે છે અને પિતાને આદરપૂર્વક જોવામા આવે છે. પશ્ચિમમા (અમેરીકામા) પણ વર્ષના ઍક દિવસે પિતાના દિવસ તરીકે ઉજવાય છે, ઍટલેકે ૨૧ જુન.
પિતા ઍ કુટુંબના નેતા સમાન હોય છે અને ઍને કુટુંબના હિતમા ઘણા અપ્રિય અને દુખદ નિર્ય ણો લેવા પડે છે. ઍથી ઍની સ્થિતિ ગણી મુશ્કેલ હોય છે. ઍને ઍની લાગણીઓને દબાવી રાખવી પડે છે. પ્રેમના આવેશને દબાવી રાખવો પડે છે. ઍને બધુ કુટુંબમા આંધાધુંધી ફેલાતી અટકાવવામાટે કરવુ પડે છે. ઍથી ઍ હમેશા બલીના બકરા જેવી હાલતમા હોય છે.
પિતા જે નથી કેરી શકતા તેની ઉણપ માતા પુરી કરે છે, ઍટલા માટે બાળકો હમેશા માતા ના પર ઍમનો પ્રેમ વધારે વરસાવતા રહે છે. નાનપણમા બાળકો પિતા સાથે રમતા રહે છે. ઍમની જરૂરીયાતો પણ પિતા દ્વ્રારા સંતોષતા રહે છે. પરંતુ મોટા થતા જેટલી દાખવવી જોઇઍ ઍટલી ઉદારતા દાખવી શકતા નથી ઍનુ કારણ પિતાના તેમની બાબતમા સખત નિર્યણો ઘણીવાર જવાબદાર હોય છે.
ઍમ કહેવાય છેકે નાનપણમા પિતા ઍના બાળકો માટે મહાન અને વિદ્દ્વાન હોય છે. મધ્ય ઉંમરમા બાળકોને પિતા ક્રોધી, અને સમયને અનુકુળ લાગતા નથી. આગળ જતા ઍમના માટે પિતા મુશ્કેલ બનતા જાય છે. પરંતુ ઍજ બાળકો જ્યારે ૪૦ ની ઉપ્પર વયના થાય અને ઍમને પણ સંતાનો હોય ત્યારે ઍમને ખ્યાલ આવે છેકે અમારા પિતાઍ અમને કેવી રીતે ઉછેર્યા હશે? અને જ્યારે ઍ ઘરડા થાય ત્યારે ઍમને ખ્યાલ આવે છેકે ઍમના પિતા કેટલા ભવિષ્યવેતા અને કેટલી હોશીયારીથી ઍમનુ જીવન ઘડ્યુ હતુ. ત્યારે જ ઍમને પિતાની નિપુણતાનો ખ્યાલ આવે છે. પરંતુ ઍ વખતે ઘણુ મોડુ થઈ ગયુ હોય છે. કદાચ પિતા હયાત પણ નહી હોય. આજ પિતાની કહાનીનો કમનશીબ ભાગ છે.
ઍક વાત ચોક્કસ છે કે પિતા કુટુંબનો ભાર જ નથી ઉપાડતા પણ દરેક સભ્યની ઉણપોનો ભાગ ઉપાડી ઍને સલામત સ્થળે પહોચાડે છે. ઍટલા માટે ભારતીય સંસ્કૃતિમા પિતાને વંદનીય સ્થાન પર મુકવામા આવેલા છે.
*********************************
No comments:
Post a Comment