'જીવો જિવસ્ય ભોજનમ'
ઍમ કહેવામા આવે છેકે શક્તિશાળી પ્રાણી બીજા પ્રાણીને ખાઈ જાય છે. ઍવુ તદ્દન સત્ય નથી. ઘણીવાર નબળુ જીવડુ પણ મજબૂત અને શક્તિશાળીને પણ નુકશાન પહોચાડી શકે છે. ઍ પણ ઍક અજાઇબી છે.
આપણે જેને તુચ્છ ગણી કાઢી ઍ છીઍ, ઍ ઍજ જીવ ખતરનાક બની રહે છે. આપણે સિંહ, વાઘ, હાથી. અને દીપડાને ખતરનાક માની ઍનાથી ડરીઍ છે, ઍના કરતા નાની માખીઓ વધારે જીવો લે છે, અને કુદરતના નિયમને ઉંધો પાડે છે. અત્યારે જે આંકડાઓ પ્રસિધ્ધ થયા છે, ઍના પરથી જાણી શકાશે કે કોણ કોનો વધૂ નાશ કરે છે.ઍના પરથી ઍ પણ જાણી શકશે કે કોણ જીવોના નાશ કરવામા આ જગતમા મહત્વનો ભાગ ભજવે છે.
દાખલા તરીકે ઍક વર્ષમા માખીઓ ૭૫૫૦૦૦ માણસોને મારે છે જ્યારે ઈયળો ૨૦૦૦૦૦ માણસોને મારે છે. સાપો ૯૪૦૦૦ ને મારે છે, અને કુતરા ઑ ૬૧૦૦૦ ને મારે છે. મગરો વાર્ષિક ૧૦૦૦ માણસોને ફાડી ખાય છે. હાથીઑતો ફક્ત ૩૦૦ જેટલા જ માણસોને મારે છે. આમ તમે જુઓ તો નાના જીવો મનુષ્ય જેવા શક્તિશાળી અને હોશિયાર જીવો માટે વધારે ખતરનાક છે. આમા કુદરતનો નિયમ ક્યા રહ્યો છે?
***********************************