જીવનનુ રહસ્ય
૧) તમારા સ્વાસ્થ્યની સભાળ તમારા સગાવાલા અને મિત્રો જ કરશે બિજુ કોઈ નહી.
૨) તમારે દલીલો દ્વારા હંમેશ જીતવુ જરૂરી નથી પરંતુ તમારી જાતની સાથે સાચા રહેવુ જરૂરી છે.
૩) ભગવાન સાથે ગુસ્સે થઈ શકો છો કારણકે ઍ ગુસ્સાને સહી લેવા સમર્થ છે.
૪)તમારી જાતને બીજા સાથે સરખાવવાની જરૂર નથી કારણ કે બીજાના જીવનમા આંતરિક રીતે શુ ચાલી રહ્યુ છે ઍના વિષે તમને કોઇ માહિતી નથી.
૫) જો બીજાની સાથે સબંધોમા કોઈ ખાનગી બાબત જેવુ હોય તો ઍ સબંધો જાળવવા જેવા નથી.
૬)ઉંડો શ્વાસ લેવાથી મનને અનહદ શાંતિ મળે છે.
૭) બિનજરૂરી વસ્તુઓ ખરીદવાનો કોઈ અર્થ નથી.
૮) ભૂતકાળને યાદ કરી કરીને વર્તમાનને શા માટે બગાડવો?
૯) સુખ તમારા જ હાથમા છે બીજા કોઈ ઍમા મદદરૂપ થઈ શકે નહી.
૧૦) કોઈને ભુલ માટે ક્ષમા ભલે આપો પણ ઍની ઍ ભુલને ભૂલો નહી.
૧૧) બીજા તમારા વિષે શુ વિચારે છે ઍને બહુ મહત્વ ના આપો.
૧૨) વખત ગમે તેવા આઘાત નુ ઑસ ડ છે.
૧૩) ગમે તેવો સારો કે ખરાબ વખત પસાર થઈ જવાનો છે, ઍમ સમજીને ચાલવુ.
૧૪) ઈર્ષા ઍ વખતનો બગાડ છે. આથી તમારી પાસે જે છે ઍને સ્વીકારો. અને તમારી પાસે નથી જે તમે ઈચ્છો છો તેને ભૂલી જાવ.
૧૫) હજુ સારામા સારુ આવવાનુ છે ઍમ સમજીને આશાવાદી બનો.
**********************************
No comments:
Post a Comment