ભારત અને અમેરિકા
ભારત ૧૯૪૭મા સ્વતંત્ર થયુ પરતુ સારી ઍવી પ્રગતિ કરી છે. ઉદ્યોગોમા, અણુ વિજ્ઞાનમા, અવકાશ વિજ્ઞાનમા, રૉકેટ અને ટેક્નોલોજીમા અનોખી સિધ્ધિ મેળવી છે. આજે ભારત વિશ્વમા આર્થિક સત્તા તરીકે ચોથા સ્થાને આવી ગયુ છે. આ બધુ૬૮ વર્ષમા પ્રાપ્ત કર્યુ છે. તે છ્તા લોકોમાઅસંતોષ છે કારણકે ભારતીયોને અમેરિકાને તોલે ઉભા રહેવુ છે. ઍમા ધીરજનો સવાલ છે. હજુ વધુ વર્ષો અને મહેનતની જરૂર પડશે. અમેરિકાઍ પણ આસમૃધ્ધિ સ્થાન પર પહોચવા માટે અઢળક મહેનત, બલિદાન અને વખ્ત પણ આપ્યો છે. અમેરિકાની ૧૯૧૦ ની પરિસ્થિતિ જોશુ તો લાગશેકે ભારતની આજની સિધ્ધીઓ પણ કાઇ નાખી દેવા જેવી નથી.
૧૯૧૦મા અમેરીકામા પરિસ્થિતિ કઈક આવી જ હ્તી.
૧) લોકોની સરેરાશ ઉંમર ૪૭ વર્ષની હતી.
૨) સ્ત્રીઓ પોતાના વાળો મહિનામા ઍક્વાર ઈંડા કે બોરેક્ષથી ધોતી.
૩) તે વખતે કૅન બિયર, આઇસ ચાની શોધ થઈ ન હતી.
૪) ૧૪% ઘરોમા જ બાથટબ હતા.
૫) ૮% ઘરોમા જ ટેલિફોન હતા.
૬) ફક્ત ૮૦૦૦ જેટલી જ મોટર કારો હતી.
૭) તે વખતે કલાકના ૧૦ થી ૧૨ માઈલની ગતિે ઍ કારો ચાલતી.
૮) સરેરાશ ઍક કલાકના ૨૨ સેંટ જેટલો પગાર મળતો. સરેરાશ વર્ષે $૨૦૦/- થી $૪૦૦/_ મજૂરો કમાતા.
૯) ૯૫% બાળકોનોજન્મ ઘરમા કરાવવામા આવતો.
૧૦) ૯૯% ડોક્ટરો પાસે કૉલેજની ડિગ્રી ન હતી
૧૧) ઈંડા ૧૪ સેન્ટમા ૧૨ મળતા હતા.
આ જોતા ભારતનો આટલા વર્ષો બાદ આજનો આર્થિક અને વિજ્ઞાનિક વિકાસને અવગણી શકાય નહી.
*********************************************
No comments:
Post a Comment