ફાધર ડે
જૂન મહિનાના ત્રીજા રવિવારે અમેરીકામા ફાધર ડે મનાવવામા આવે છે. તે દિવસે પિતાને યાદ કરીને અંજલી આપવામા આવે છે. ભારતની સંસ્કૃતિમા પિતાને હમેશ માન આપવામા આવે છે અને ઍના સલાહ સૂચનને સ્વીકારવામા આવે છે. તે છતા સાહિત્યમા, સંતોમા, વીદ્વાનોમા, માતાનૂ સ્તુતિ અને સાહિત્ય વધારે જોવા મળે છે. પિતાઍ કુટુંબના હિતમા ઘણીવાર નાખુશ કરનારા નિર્ણયો લેવા પડે છે જ્યારે માતા સંતાનોંની સાથે રહે છે અને ઍમને હુફો આપે છે. આથી સંતાનોનું માતા સાથેનોં સબંધ બહુજ નજદિક રહે છે. આથી સંતાનો હમેશા માના ગુણગાનો ગાતા રહે છે. આજ કારણે સંતો, સફળ મહાન પુરુષો દ્વારા માતા વિષે સારુ ઍવૂ સાહિત્ય જોવા મળે છે. ટુંકમા કોઈની પણ સફળતા પાછ્ળ માતાનો પ્રેમ અને પિતાનો પડદા પાછળનુ બલિદાન જવાબદાર હોય છે. પિતાને ઘણીવાર અન્યાય પણ થાય છે.
ઈશુની મા મૅરી પિતાનુ કોઈ નામ નથી
કૃષ્ણની મા દેવકી, વાશુદેવનુ નામ લેવાતુ નથી
કવિઓ, લેખકોે, અને સન્તોઍ માતાના .દૈવી ગુણ ગાયા
પિતાઓની અવગણના સિવાય બીજુ કઈ નથી
સખ્તાઈ કરી કુટુંબને તારે ઍજશુ ઍનો ગુનો છે?
સમાજને સારા માનવો આપવા ઍ પણ કોઈ ગુનો છે?
જીવનની કમાણી, શક્તિ, અને વખત આપનાર પણ પિતા છે
ઍવી વ્યક્તિને અંજલી આપવી ઍ સર્વની ફરજ છે
ઍવા પિતાઓને સુખી 'ફાધર ડે'
****************************